લખાણ પર જાઓ

ધ્રાંગધ્રા

વિકિપીડિયામાંથી
(ધ્રાંગધ્રાં થી અહીં વાળેલું)
ધ્રાંગધ્રા
—  નગર  —
ધ્રાંગધ્રાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°59′N 71°28′E / 22.98°N 71.47°E / 22.98; 71.47
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સુરેન્દ્રનગર
વસ્તી ૭૫,૧૩૩[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 64 metres (210 ft)

ધ્રાંગધ્રા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનું એક નગર છે, જે આ જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનું મુખ્ય મથક છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

ઝાલાવાડનો ઉદય ઇ.સ. ૧૦૯૦ ની આસપાસ થયો હતો. ઇ.સ. ૧૭૩૫ માં ધ્રાંગધ્રાનો ઉદય થયો. પહેલા તેનું નામ કુવા, હળવદ હતું ત્યારે પછી તેનુ નામ ધ્રાંગધ્રા-હળવદ કરવામાં આવ્યું.

૧૯૨૫માં ભારતની સૌપ્રથમ સોડાએશ ફેક્ટરી અહીં સ્થાપવામાં આવી હતી. ૧૯૩૯માં તેને શ્રેયાંશ પ્રસાદ જૈને હસ્તગત કરીને ધ્રાંગધ્રા કેમિકલ વર્કસ (DCW) નામ આપ્યું.[]

૧૯૪૮માં ધ્રાંગધ્રા સૌરાષ્ટ્ર વિસ્તાર ઝાલાવાડ જિલ્લાનો ભાગ બન્યું. ૧૯૫૬માં તેનો સમાવેશ ગુજરાતમાં કરવામાં આવ્યો હતો.

ધ્રાંગધ્રા 22°59′N 71°28′E / 22.98°N 71.47°E / 22.98; 71.47 સ્થાન પર આવેલું છે.[] તેની સરેરાશ ઉંચાઇ 64 metres (210 ft) છે.

મહત્વના સ્થળો

[ફેરફાર કરો]

ધ્રાંગધ્રામાં શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ અને ભગવતધામ ગુરુકુળના સંકુલો આવેલા છે. આ સંકુલમાં મંદિરની સાથોસાથ શ્રી બ્રહ્માનંદ વિદ્યાલય, શ્રી સ્વામીનારાયણ માધ્યમિક શાળા આવેલી છે.

ધ્રાંગધ્રા માં ખરેસ્વર મહાદેવ (નરાળી), ફૂલેસ્વર મહાદેવ, જોગાસર તળાવ, સર શ્રી અજીતસિંહજી હાઇસ્કુલ, સ્ટોન અર્ટિઝોન પાર્ક, સંત શ્રી દેસળ ભગતની જગ્યા જોવાલાયક સ્થળો છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Dhrangadhra Population, Caste Data Surendranagar Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-05-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ જુલાઇ ૨૦૧૮.
  2. "About DCW". મૂળ માંથી 2012-01-03 પર સંગ્રહિત. મેળવેલ 2016-08-12.
  3. Falling Rain Genomics, Inc - Dhrangadhra