ધ મિથ ઑવ્ સિસિફસ

વિકિપીડિયામાંથી
ધ મિથ ઑવ્ સિસિફસ
લેખકઆલ્બેર કેમ્યૂ
મૂળ શીર્ષકલે મિથ દે સિસિફ
અનુવાદકજસ્ટિન ઓ'બ્રીન
દેશફ્રાંસ
ભાષાફ્રેંચ ભાષા
વિષયોએબ્સર્ડિઝમ, અસ્તિત્વવાદ
પ્રકારનિબંધ
પ્રકાશિત
  • ૧૯૪૨ (એડિસન્સ ગેલિમાર્ડ, ફ્રેંચ)
  • ૧૯૫૫ (હમીશ હેમિલ્ટન, અંગ્રેજી)
માધ્યમ પ્રકારમુદ્રિત
ISBN0-679-73373-6
દશાંશ વર્ગીકરણ
૮૪૩.૯૧૪

ધ મિથ ઑવ્ સિસિફસ (French: Le Mythe de Sisyphe) એ ફ્રેંચ લેખક અને ફિલોસોફર આલ્બેર કેમ્યૂ લિખિત નિબંધ છે, જે ૧૯૪૨ માં પ્રગટ થયો હતો. તેનું અંગ્રેજી ભાષાંતર ૧૯૫૫માં પ્રગટ થયું હતું. આ નિબંધમાં કેમ્યૂએ એબ્સર્ડ (અસંગત)ની તાત્વિક વિભાવના સમજાવી છે.[૧]

વિષયવસ્તુ[ફેરફાર કરો]

સિસિફસ, જીવનની નિરર્થકતાનું પ્રતિક ટિટિયન દ્વારા, ઇ.સ. ૧૫૪૯

કેમ્યૂએ પોતાની નવલકથા ધી આઉટસાઇડરના ભાષ્ય રૂપે લખેલા આ ટૂકાં નિબંધમાં ઍબ્સર્ડ તત્વ તથા માનવોની પરિસ્થિતિ અંગેની પોતાની વિભાવના સમજાવી છે. જે વિશ્વ સાથે મનુષ્ય વિષમતા અને મતભેદ અનુભવે છે તે વિશ્વમાં કશો અર્થ જ નથી તેમજ માનવ-પ્રવૃત્તિ સિસિફસની પથ્થર ગબડાવવા જેવી અત્યંત નિરર્થક પ્રવૃત્તિ છે તેમ કેમ્યૂ કહે છે. (ગ્રીક પુરાકથા પ્રમાણે સિસિફસ ઇઓલસનો પુત્ર હતો અને તેના દુષ્કૃત્યો બદલ તેને નરકની સજા કારવામાં આવી હતી. ત્યાં તેને એક ટેકરીની ટોચ પર પથ્થર ગબડાવીને કઈ જવાનું કામ સોંપવામાં આવ્યું હતું; આ ટોચ પરથી પથ્થર હંમેશા નીચે ગબડી આવતો; આમ સિસિફસની કામગીરી અવિરતપણે ચાલ્યા કરતી અને તે સાવ નિરર્થક પણ હતી.) પુનર્જન્મની માન્યતા તથા ભવ્ય અને ઉમદા હેતુઓ વિશેની માન્યતા એ સત્યની વિડંબના અને છલના છે. કેમ્યૂ માને છે કે વ્યક્તિઓ પોતાની પરિસ્થિતિઓ વિશે સભાન હોવી જોઈએ અને પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરીને તેણે તે પરિસ્થિતિઓ સામે સક્રિય રીતે બળવો કરવો જોઈએ. સિસિફસની દેખીતી રીતે એબ્સર્ડ - નિરર્થક લાગતી પ્રવૃત્તિ વીરોચિત લેખાય, કારણ કે તે મુક્ત રીતે અને કોઈ પણ જાતના ભ્રમ વિના પોતાની સજા ભોગવતો રહે છે અને કર્તવ્ય બજાવતો રહે છે.

આ નિબંધમાં કેમ્યૂની શૈલી અનલંકૃત છે અને કૃતકતાથી મુક્ત છે તેમજ તેમની નવલકથાઓ, દા. ત. આઉટસાઇડર, ની સાર્થકતા સમજવામાં સહાયરૂપ નીવડે છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ મહેશ, ચોક્સી (૨૦૦૨). ગુજરાતી વિશ્વકોષ. ખંડ ૧૬. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૩૭.