નાનો કરકરીયો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
નાનો કરકરીયો, કમોદનો ટીકટીકી
કોલકાતા, પશ્ચિમ બંગાળ, ભારત
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
જૈવિક વર્ગીકરણ
જગત: Animalia
સમુદાય: Chordata
વર્ગ: Aves
ગૌત્ર: Passeriformes
કુળ: Acrocephalidae
પ્રજાતિ: Acrocephalus
જાતિ: A. agricola
દ્વિપદ નામ
Acrocephalus agricola
(Jerdon, 1845)

નાનો કરકરીયો કે કમોદનો ટીકટીકી (અંગ્રેજી: Paddyfield Warbler), (Acrocephalus agricola) એ સમશીતોષ્ણ મધ્ય એશિયામાં પ્રજોપ્તિ કરતું ઋતુપ્રવાસી પક્ષી છે જે શિયાળો ભારત અને પાકિસ્તાનમાં ગાળે છે. આ ચકલીની કદનું પક્ષી આછી વનસ્પતિ જેવી કે લાંબા ઘાસ, બરું કે ચોખાના ખેતરોમાં જોવા મળે છે. આ પક્ષી ઘાસમાં માળો બનાવી તેમાં ૪-૫ ઈંડા મુકે છે.

વર્ણન[ફેરફાર કરો]

આ પક્ષી ૧૩ સેન્ટિમીટર (૫.૧ ઇં) લંબાઈ અને ૧૫–૧૭.૫ સેન્ટિમીટર (૫.૯–૬.૯ ઇં) પાંખોનો વ્યાપ ધરાવે છે. પુખ્ત પક્ષીની પીઠ પીળાશ પડતી કથ્થાઈ અને પેટનો ભાગ ઝાંખા પીળા રંગનો હોય છે. તેની પૂંછડીના મૂળનો ભાગ (બેઠક) રતાશ પડતા કથ્થાઈ રંગનો હોય છે. તેની ચાંચ તિક્ષણ અને ટૂંકી હોય છે. આ પક્ષી જીવાતભક્ષી હોય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. BirdLife International (2012). "Acrocephalus agricola". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. Retrieved 26 November 2013.  Check date values in: 2012 (help)
  • David William Snow, Christopher Perrins (Eds) (1997). The Birds of the Western Palearctic [Abridged]. OUP. ISBN 0-19-854099-X.  Check date values in: 1997 (help)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]