નેરલ

વિકિપીડિયામાંથી
નેરલ

नेरळ
શહેર
નેરલ ગણેશ ઘાટ
નેરલ ગણેશ ઘાટ
નેરલ is located in મહારાષ્ટ્ર
નેરલ
નેરલ
અક્ષાંશ-રેખાંશ: 19°01′28.57″N 73°18′56.58″E / 19.0246028°N 73.3157167°E / 19.0246028; 73.3157167Coordinates: 19°01′28.57″N 73°18′56.58″E / 19.0246028°N 73.3157167°E / 19.0246028; 73.3157167
દેશ ભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોરાયગડ
સરકાર
 • પ્રકારગ્રામ પંચાયત
 • માળખુંનેરલ ગ્રામ પંચાયત
ઊંચાઇ
૪૦ m (૧૩૦ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧૬,૦૬૦
 • ગીચતા૩૬૮/km2 (૯૫૦/sq mi)
ભાષાઓ
 • અધિકૃતમરાઠી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
વાહન નોંધણીMH - 46

નેરલ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના રાયગડ જિલ્લામાં આવેલું શહેર છે.[૧][૨] તે મુંબઈથી ૮૩ કિમીના અંતરે કર્જત તાલુકામાં આવેલું છે. નેરલ મુંબઈ અને પુણેની મધ્યમાં આવેલું છે. નેરલથી કર્જતને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪ પનવેલ અને બદલાપુર જોડે છે. આ માર્ગ મુંબઈથી અહીં પહોંચવા માટે વધુ ઝડપી અને સરળ છે.

નેરલ મુખ્યત્વે મુંબઈ અને પુણે વચ્ચેના રેલ્વે જંકશન માટે અને અહીંથી ઉપડતી માથેરાન પર્વત રેલ્વે માટે જાણીતું છે. આ નેરોગેજ ટ્રેનનો ૨૧ કિમી લાંબો માર્ગ નેરલ થી શરૂ થઇને માથેરાનમાં પૂર્ણ થાય છે. નજીકના મુખ્ય શહેરોમાં બદલાપુર અને કર્જત છે.

૨૬ જુલાઇ ૨૦૦૫ના ભારે વરસાદ પછી માથેરાનની ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી હતી પરંતુ ૫ માર્ચ ૨૦૦૭ પછી ફરી શરૂ કરવામાં આવી છે. માથેરાન જવા માટે અહીંથી ટેક્સી સેવાઓ મળી રહે છે, જે માથેરાનની હદ (દસ્તુરી નાકા) સુધી જાય છે.

ભૂગોળ[ફેરફાર કરો]

નેરલ 19°02′N 73°19′E / 19.03°N 73.32°E / 19.03; 73.32 પર વસેલું છે. તેની સરેરાશ ઉંચાઇ ૪૦ મીટર (૧૩૧ ફીટ) છે.

માથેરાન ટ્રેન[ફેરફાર કરો]

વિશ્વભરમાં ખ્યાતિ પામેલી માથેરાન પર્વત રેલ્વે અહીંના નેરલ સ્ટેશન પરથી ઉપડે છે.

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. GEOnet નામ સર્વર પર Neral (Approved - N)GEOnet Names Server, United States National Geospatial-Intelligence Agency
  2. 2011 Census Village code = 909444, "Reports of National Panchayat Directory: List of Census Villages mapped for: Neral Gram Panchayat, Karjat, Raigad, Maharashtra". Ministry of Panchayati Raj, Government of India. મૂળ સંગ્રહિત માંથી ૧૪ જુલાઇ ૨૦૧૪ પર સંગ્રહિત.