પદ્મપાણી આચાર્ય

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મેજર
પદ્મપાણી આચાર્ય
MVC
જન્મ(1969-06-21)જૂન 21, 1969
ઑડિશા, ભારત
મૃત્યુજૂન 28, 1999(1999-06-28) (30ની વયે)
તોલોલિંગ, જમ્મુ અને કાશ્મીર, ભારત
દેશ/જોડાણભારત
સેવા/શાખા ભારતીય ભૂમિસેના
સેવાના વર્ષો૧૯૯૪-૧૯૯૯
હોદ્દોMajor of the Indian Army.svg મેજર
દળ૨જી રાજપૂતાના રાઇફલ્સ
યુદ્ધોકારગિલ યુદ્ધ
ઓપરેશન વિજય
પુરસ્કારોMaha Vir Chakra ribbon.svg મહાવીર ચક્ર

મેજર પદ્મપાણી આચાર્ય, એમવીસી (૨૧ જૂન ૧૯૬૯-૨૮ જૂન ૧૯૯૯) એ ભારતીય ભૂમિસેનાના એક અધિકારી હતા. તેમને કારગિલ યુદ્ધ દરમિયાન, ૨૮ જૂન ૧૯૯૯ના દિવસે, હાથ ધરેલ કાર્યવાહી માટે ભારતનું યુદ્ધ કાળનું દ્વિતીય કક્ષાનું સર્વોચ્ચ સન્માન મહાવીર ચક્ર (પુરસ્કાર) મરણોપરાંત એનાયત કરાયું હતું.[૧][૨]

ખાનગી જીવન[ફેરફાર કરો]

મેજર આચાર્ય ઑડિશાના વતની હતા પણ તેઓ હૈદરાબાદ, તેલંગાણાના રહેવાસી હતા. તેમના લગ્ન ચારુલતા જોડે થયા હતા. તેમના પિતા જગન્નાથ આચાર્ય ભારતીય વાયુસેનાના નિવૃત્ત વિંગ કમાન્ડર હતા. તેમણે ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધોમાં ભાગ લીધો હતો. તેઓ ત્યારબાદ ડીઆરડીએલ, હૈદરાબાદ ખાતે કાર્યરત થયા હતા.[૩] મેજર આચાર્યની શહીદીના કેટલાક મહિના બાદ તેમના ઘરે પુત્રીનો જન્મ થયો હતો. તેને અપરાજિતા નામ અપાયું હતું.

કારગિલ યુદ્ધ[ફેરફાર કરો]

૨૮ જૂન ૧૯૯૯ના દિવસે ૨જી રાજપૂતાના રાઇફલ્સ પલટણે તોલોલિંગ પર કબ્જો કરવા હુમલો કર્યો. તે કાર્યવાહીમાં મેજર આચાર્ય કંપનીનું નેતૃત્વ સંભાળી રહ્યા હતા અને તેમને દુશ્મનની કેટલીક ચોકીઓ કબ્જે કરવાનું કાર્ય સોંપાયું હતું. આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું કેમ કે ચોકીઓ સુરંગક્ષેત્ર વડે ઘેરાયેલ હતી અને મશીનગન તેમજ તોપખાનું પણ ગોઠવાયેલું હતું. મેજર આચાર્યની સફળતા પર બ્રિગેડ સ્તરની કાર્યવાહીની સફળતાનો આધાર હતો. હુમલાની શરૂઆતમાં જ કંપની નિષ્ફળ જાય તેમ લાગ્યું કેમ કે દુશ્મનના તોપખાનાએ મોખરે રહેલ પ્લાટુનમાં મોટાપ્રમાણમાં જાનહાનિ સર્જી હતી. પોતાની સલામતીનો ખ્યાલ રાખ્યા વિના મેજર પદ્મપાણી આચાર્ય આરક્ષિત પ્લાટુનનું નેતૃત્વ સંભાળી અને ગોળાઓના વરસાદ વચ્ચે આગળ વધ્યા. આમ થવાથી સૈનિકોના જોશમાં વધારો થયો અને તેઓએ દુશ્મનોને મારી હટાવ્યા. જોકે આમ કરતાં મેજર આચાર્ય શહીદ થયા.

અન્ય માધ્યમોમાં[ફેરફાર કરો]

હિંદી ચલચિત્ર એલઓસી કારગિલમાં તોલોલિંગની લડાઇને પ્રમુખપણે દર્શાવવામાં આવી છે અને અભિનેતા નાગાર્જુન દ્વારા મેજર આચાર્યનું પાત્ર ભજવવામાં આવ્યું છે.[૪]

સંદર્ભ[ફેરફાર કરો]