લખાણ પર જાઓ

પાર્થિવ પટેલ

વિકિપીડિયામાંથી

પાર્થિવ અજય પટેલ audio speaker iconpronunciation  (જન્મ : નવમી માર્ચ, ૧૯૮૫ અમદાવાદ, ગુજરાત ખાતે) એક ભારતીય ક્રિકેટર, વિકેટકીપર- બેટધર અને ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના પૂર્વ સદસ્ય છે. તેઓ એક ડાબેરી બેટધર છે અને ૧૬૦ સેમી જેટલી ઊંચાઇ સાથે નાના કદના છે.

કારકિર્દી પ્રારંભ

[ફેરફાર કરો]

પાર્થિવ પટેલે ઈ. સ. ૧૯૯૬માં પોતાની શાળા તરફથી ક્રિકેટની રમત રમવાની શરૂઆત કરી હતી. પાર્થિવે પોતાની રમતશૈલી ઇયાન હૈલે અને એડમ ગિલક્રિસ્ટની શૈલી અપનાવી પોતાની રમત નિખારતા રહેતા હતા. ઈ. સ. ૧૯૯૮માં એમની પસંદગી ગુજરાત અન્ડર- ૧૪ની ટીમ માટે કરવામાં આવી.[] પહેલી વાર ક્રિકેટજગતના પત્રકારો[]ની નજર પાર્થિવ પર ડિસેમ્બર ૨૦૦૦માં પડી, જ્યારે એણે મહારાષ્ટ્રની ટીમ સામે ગુજરાતની ટીમ તરફથી પશ્ચિમી ઝોન લીગ અન્ડર- ૧૬માં ખેલી રહ્યા હતા અને એક પ્રારંભિક બેટધર અને વિકેટકીપર તરીકે તેમણે મેચ બચાવવા માટે ફોલો ઑન માટે વિવશ હોવા છતાં મેચના બન્ને દાવમાં એક-એક સદી બનાવી હતી, ૧૦૧ રન (૧૯૬ દડામાં) અને ૨૧૦ રન (૨૯૭ દડામાં).[] ત્યારબાદ ૧૫ વર્ષની ઉમરમાં એને પશ્ચિમી ઝોન અન્ડર-૧૯ (U- ૧૯)ના સુકાની તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાર્થિવે ઇંગ્લેન્ડ અંડર-૧૯ (U- ૧૯)ની સામે એક મેચમાં તેમનું નેતૃત્વ કર્યુ.[] ત્યાર બાદ ભારતીય U- ૧૯ માટે પણ તેમની પસંદગી થઈ, વિદ્યાનગર હાઈસ્કૂલમાં ભણવા ઉપરાંત તેઓ પ્રશિક્ષક રોજર બિન્ની પાસે તાલીમ લેતા હતા.[] તેઓએ ૨૦૦૧ એશિયા કપમાં રાષ્ટ્રીય અંડર-૧૭ (U- 17) ટીમને જીત અપાવી, જેને લીધે તેઓને ઑસ્ટ્રેલિયાઈ ક્રિકેટ અકાદમી, એડિલેઇડ[] માં છઃ સપ્તાહ પ્રશિક્ષણ લેવાની છાત્રવૃત્તી આપવામાં આવી અને ત્યારબાદ તેમને ન્યુઝીલેન્ડમાં થનાર ૨૦૦૨ વિશ્વ કપમાં અંડર-૧૭ (U- 19) ટીમના કપ્તાન ઘોષિત કરવામાં આવ્યા. ક્યારેય પણ વરિષ્ઠ સ્તર પર રણજી ટ્રૉફીમાં ગુજરાત ટીમનું નેતૃત્વ ન કરવા છતાં તેમના સત્તરમા જન્મદિન[]ના થોડા દિવસ પછીજ તેમની પસંદગી સાઉથ આફ્રીકાના પ્રવાસ ૨૦૦૨ની ઈન્ડીયા A ટીમમાં થઈ, જેના પ્રશિક્ષક યશપાલ શર્મા હતા. ત્યાર બાદ તેમની પસંદગી ઇંગ્લેન્ડ પ્રવાસ પર જનાર વરિષ્ઠ ભારતીય દળમાં અજય રાત્રાની પાછળ એક વધારાના વિકેટ-કીપરના રૂપમાં કરવામાં આવી.[]

સંદર્ભો

[ફેરફાર કરો]