પીરોજ
Turquoise | |
---|---|
Turquoise pebble, one inch (25 mm) long. This pebble is greenish and therefore low grade | |
General | |
Category | Phosphate mineral |
Formula (repeating unit) | CuAl6(PO4)4(OH)8·4H2O |
Identification | |
Colour | Blue, blue-green, green |
Crystal habit | Massive, nodular |
Crystal system | Triclinic |
Cleavage | Good to perfect - usually N/A |
Fracture | Conchoidal |
Mohs scale hardness | 5-6 |
Lustre | Waxy to subvitreous |
Streak | Bluish white |
Specific gravity | 2.6-2.9 |
Optical properties | Biaxial (+) |
Refractive index | nα = 1.610 nβ = 1.615 nγ = 1.650 |
Birefringence | +0.040 |
Pleochroism | Weak |
Fusibility | Fusible in heated HCl |
Solubility | Soluble in HCl |
References | [૧][૨][૩] |
પીરોજ એક અપારદર્શક, વાદળી થી લીલા રંગનો ખનિજ છે, તે તાંબા અને એલ્યુમિનિયમના જલયુક્ત ફૉસ્ફેટનો બનેલો છે અને તેનું રાસાયણિક સૂત્ર CuAl6(PO
4)4(OH)8·4H
2O છે. તે દુલર્ભ અને કિંમતી છે, સાથે જ આ પથ્થરને તેની અનન્ય રંગછટા પ્રાપ્ત કરતા હજારો વર્ષો લાગે છે આ જ કારણે તેને કિંમતી રત્ન તરીકે ગણવામાં આવે છે. જોકે, હાલના સમયમાં નવી પદ્ધતિઓ, નકલો અને કૃત્રિમ પથ્થરોના બજારમાં મળવાથી આ અપારદર્શક પથ્થરનું અવમૂલ્યન થઇ ગયું છે. આ પદાર્થને અનેક નામોથી ઓળખવામાં આવે છે, પણ ટર્કૉઇઝ (પીરોજ) શબ્દ 16મી સદીની ફ્રેન્ચ ભાષાના શબ્દ ટર્કીઝ પરથી આવ્યો છે, આ પદાર્થને મધ્ય એશિયન[૪] તૂર્કી લોકો દ્વારા આયાત કરવામાં આવતો હતો અને તેના પરથી જ આ શબ્દને લેવામાં આવ્યો છે.
પીરોજના ગુણો
[ફેરફાર કરો]સૌથી ઉમદા જાતનો પીરોજ પણ જલ્દીથી તૂટી જાય તેવો હોય છે, તેની સખતાઇ 6 કરતા પણ ઓછી છે, કે પછી બારીના કાચ કરતા થોડોક વધુ નક્કર હોય છે. પીરોજ લાક્ષણિકરીતે એક ક્રિપ્ટોક્રીસ્ટલીન ખનિજ છે, જેમાં ક્યારેય સ્ફટિકોનો એક પ્રકાર જોવા નથી મળતો અને તેના ગુણધર્મો ઊંચા પ્રકારની અસ્થિરતા ધરાવે છે. એક્સ-રે વિવર્તનની તપાસ દ્વારા તેની સ્ફટિક રચના, ટ્રાયક્લીનિક હોય તેવું સાબિત થયું છે. આ ઓછી નક્કરતા તેના ઓછા વિશિષ્ટ વજન (2.60–2.90) અને વિસ્તૃત છિદ્રતાને લીધે આવે છે: આ ગુણ તેના કદ પર આધારીત હોય છે. પીરોજની ચમકતી સપાટી તેની લાક્ષણિક કાચ જેવા મીણીયા દેખાવને કારણે હોય છે, અને તે મોટેભાગે પારદર્શકતાની રીતે અપારદર્શક છે, પણ તેના પતળા પેટાવિભાગો અર્ધપારદર્શક હોઇ શકે છે. તેનો રંગ પદાર્થના અન્ય ગુણોને કારણે બદલાતો રહે છે, તેના રંગની હદ સફેદથી લઇને પાવડર વાદળી અને આકાશી વાદળી સુધીની રહે છે, અને તે વાદળી-લીલાથી પીળા પડતા લીલા રંગનો હોય છે. તેનો આ વાદળી રંગ તેની ઇડિયોક્રોમેટીક તાંબાની ખાસિયતને કારણે દેખાય છે જ્યારે લીલો રંગ કાં તો તેના લોઢાની અશુદ્ધિઓ (ઍલ્યુમિનિઅમમાં બદલાવવાથી) કે નિર્જલીકરણના પરિણામ સ્વરૂપે જોવા મળે છે.
પીરોજની પ્રત્યાવર્તન સૂચિ (સોડિયમ પ્રકાશ દ્વારા માપવામાં આવ્યા પ્રમાણે, 589.3એનએમ(nm)) લગભગ 1.61 કે 1.62 છે, એટલે કે આ નીચા મૂલ્ય તરીકે તે જેમોલોજીકલ રેફેક્ટોમીટર પર સમાન વાંચન બતાવે છે, જે પીરોજના સ્થિર બહુસ્ફટિકીય (પોલીક્રિસ્ટલાઇન) સ્વાભાવને બતાવે છે. જવલ્લે જ મળતા એક માત્ર સ્ફટીકોમાંથી 1.61-1.65ના વાંચન (બાયરીફ્રીન્જન્સ 0.040, દ્વિઅક્ષીય હકારાત્મક) ને લેવામાં આવ્યા છે. એક શોષી લેતા વર્ણપટમાં હાથથી પકડેલા વર્ણપટદર્શક સાથે પણ ઉપરોક્ત માહિતી મેળવી શકાય છે, જેમાં 432 નેનોમીટર પર એક રેખા દેખાડે છે અને 460 નેનોમીટર પર એક પતળો પટ્ટો બતાવે છે (તેને તીવ્ર પરાવર્તન પ્રકાશ સાથે સારી રીતે દેખી શકાય છે). અલ્ટ્રાવાયોલેટ પ્રકાશના લાંબા તરંગો નીચે, પીરોજ ક્યારેક પ્રતિદિપ્ત લીલા, પીળા કે તેજ વાદળી જેવો દેખાય છે, જ્યારે અલ્ટ્રાવાયોલેટના ટૂંકા તરંગો અને એક્સ-રે હેઠળ તે નિષ્ક્રિય રહે છે. પીરોજ ઉદનીરિકામ્લમાં (હાઇડ્રોક્લોરિક એસિડ) ગરમ કર્યા સિવાય બીજી કોઇ પણ પ્રકારની ગરમીમાં પીગળતો નથી. તેની પર એક ઝાંખા વાદળી સફેદ રંગની રેખા હોય છે અને તે કોનકોઇડ પ્રકારનો ભંગ ધરાવે છે, જે એક મીણીયો ચળકાટ છોડે છે. પીરોજ અન્ય રત્નો કરતા જલ્દી તૂટી જાય તેવો હોવા છતાં એક સારો ચળકાટ ધરાવે છે. પીરોજ પાયરાઇટના રજકણો કે કાળી, કરોળિયાના જાળા જેવા લાઇમોનાઇટની રેખાઓ સાથે મળીને પણ બને છે.
રચના
[ફેરફાર કરો]એક ગૌણ ખનિજ તરીકે, પહેલાના હયાત ખનિજોના ઉપચયન અને ખવાણના સમયે એસિડિક જલીય વિલયનના ઝામવાની પ્રક્રિયા દ્વારા પીરોજ આકાર પામે છે. ઉદાહરણ માટે, મૂળ તાંબાના સલ્ફરીડ જેવા કે કાલ્કોપાયરાઇટ માંથી તાંબુ મળી આવે છે કે ગૌણ કાર્બનેટ્સ મૈલાકાઇટમાંથી કે એઝુરાઇટમાંથી એલ્યુમિનિયમ ફેલ્ડસ્પાર મળે છે અને ફોસ્ફરસ, એપેટાઇટમાંથી મળી આવે છે. પીરોજની બનાવટમાં વાતાવરણ મોટો ભાગ ભજવે છે, પીરોજ ખાસ કરીને સૂકા વિસ્તારો, સ્થાનપૂરક કે કોતરોના થરો અને લાક્ષણિક રીતે ઊંચા પરિવર્તિત પામેલા જવાળામુખીના પથ્થરોના ટૂકડામાંથી મળી આવે છે, જેને મોટેભાગે લાઇમોનાઇટ અને અન્ય લોખંડી ઓક્સીડો સાથે જોડવામાં આવે છે. અમેરિકાના દક્ષિણપશ્ચિમમાં પીરોજને નિરઅપવાદરૂપે કોપર સલ્ફાઇડના ખવાણથી જામેલા થરમાંથી ઉદ્દભવેલા પદાર્થ માનવામાં આવે છે કે પછી પોટેશિયમ ફેલ્ડસ્પારની આસપાસ અંદરથી ધૂસેલા ફોફેરીટીકના બાહ્ય ભાગ સાથે સાંકળવામાં આવે છે. કેટલાક બનાવોમાં એલ્યુનાઇટ, પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ, એક આગળ પડતો ગૌણ ખનીજ છે. ખાસ કરીને, પીરોજ ખનિજીકરણમાં છીછરી ઉંડાઇ જે 20 metres (66 ft) કરતા ઓછી હોય તેવા વિસ્તારોમાં તેવું બની શકે કે ઊંડે જતા કોઇ તૂટેલો વિસ્તાર કે જ્યાં મોટા પ્રમાણમાં ગૌણ દ્વાવણ કે ઊંડાઇમાં પાણી સ્તર આવેલું હોય, આ કારણથી આમ કરવા પર પ્રતિબંધ છે.
જોકે, પીરોજને બનવાની ઘટનાની લાક્ષણિકતાઓ એક ગૌણ કે સુપરજીન મૂળ સાથે તેની સુસંગતા બતાવે છે, કેટલાક સ્ત્રોત તેને એક હાઇપોજીન મૂળ તરીકે ઉલ્લેખે છે. હાઇપોજીન પૂર્વધારણા મુજબ, હાઇડ્રોથર્મલ પ્રક્રિયામાંથી મહત્વપૂર્ણ ઊંડાઇના જલીય દ્વાવણ દ્વારા તેનો ઉદ્દભવ થાય છે. આ પ્રક્રિયા દરમિયાન શરૂઆતમાં ઊંચા તાપમાને, આ દ્વાવણ જમીનની ઉપરના ભાગની તરફ આગળ વધે છે, ક્રિયાપ્રતિક્રિયા અને પહેલાથી હયાત ખનિજોમાંથી મહત્વના ઘટકોને ગાળીને સાફ કરે છે. આ દ્વાવણો જ્યારે ઠંડા પડે છે, ત્યારે પીરોજનું ઘનદ્વવ્ય તળિયે બેસે છે, કોતરોના અસ્તર બને છે અને આસપાસના પથ્થરની અંદર ભંગાણ થાય છે. આ હાઇપોજીન પ્રક્રિયામાં મૂળભૂત કોપર સલ્ફાઇડ જામી જાય છે, જોકે, પીરોજની અનેક લાક્ષણિકતાઓ માંથી કંઇ ઘટના એક હાઇપોજીન પ્રક્રિયા છે તે કહેવું મુશ્કેલ છે. તેવું કહેવાય છે કે પીરોજના કણોમાં બે સ્વરૂપના ફ્લૂઇડ ઇન્કલુઝન છે જે 90 થી 190 °C (સેલ્સિયસ) તાપમાને ઉન્નત સમસ્થિતિકરણ આપે છે, જોકે આ અંગે સ્પષ્ટતાની જરૂર છે. પીરોજ ક્રીપ્ટોક્રિસ્ટલીન અને વિશાળ હોય છે અને તેનો બાહ્ય આકાર અસ્પષ્ટ હોય છે. સૂક્ષ્મદર્શક યંત્ર ક્રમ પર પણ સ્ફટિકો અસાધારણ રીતે ચડિયાતા હોય છે. રેખા કે ભંગાણના પોલાણ, ગાંઠ કે હેબીટના બોટ્રીઓડીઅલ તેની લાક્ષણિક રચના છે. અધોગામી સ્તંભના પ્રકારોમાં આવું જોવા મળ્યું છે. પીરોજ પસ્યુડોમોર્ફ પણ હોઇ શકે છે જે ફેલ્ડસ્પાર, અપાટીટ, અન્ય ખનિજોને, કે અશ્મિલને પણ બદલી શકે છે. ઓડોન્ટોલાઇટ એક અશ્મિલ હાડકા કે હાથીદાંત છે જે પારંપરિક રીતે પીરોજની બદલીમાં જોવામાં આવે છે કે તેવા જ ફોસ્ફેટ ખનિજો જેમ કે આઇરન ફોસફેટ વીવીનાઇટને પણ પીરોજ ગણવામાં આવે છે. અન્ય ગૌણ તાંબાના ખનિજો જેવા કે ક્રિસકોલાની અંદરની બાજુથી ધણીવાર પીરોજ વિકાસ પામે છે, જે એક સામાન્ય વાત છે.
ઉદ્દભવ
[ફેરફાર કરો]ખાણમાંથી કાઢવામાં આવેલા કેટલાક પ્રથમ રત્નોમાંથી પીરોજ એક છે, અને જ્યારે કેટલીક ઐતિહાસિક ખાણો એક બાજુ જ્યાં લગભગ ખાલી થઇ ગઇ છે ત્યારે હજી પણ કેટલીક ખાણોમાં આ કામ ચાલી રહ્યું છે. મર્યાદિત તક અને થાપણના અંતરને લીધે આ કામ નાના પાયે અને મૌસમ પ્રમાણે કરવામાં આવે છે. મોટેભાગે આ કામ હાથથી કરવામાં આવે છે, અને તેમાં યાંત્રોનો ઉપયોગ થોડોક કે બિલકુલ પણ નથી કરવામાં આવતો. જોકે, મોટેભાગે પીરોજ મોટા-સ્તરના તાંબાના ખાણકામમાં એક આડપેદાશ તરીકે મેળવવામાં આવે છે, ખાસ કરીને સંયુક્ત રાજ્યોમાં.
ઇરાન
[ફેરફાર કરો]પાછલા 2,000 વર્ષોથી, પર્શિયા તરીકે ઓળખાતો વિસ્તાર, પીરોજને ઉપલબ્ધ કરાવનાર એક મહત્વના ઉગમસ્થાન રહ્યો છે. આ ખનિજ, જે પ્રાકૃતિક રીતે વાદળી છે, અને જ્યારે તેને ગરમ કરવામાં આવે છે ત્યારે તે નિર્જલીયકરણને કારણે લીલો બની જાય છે, તે પ્રતિબંધિત ખાણ વિસ્તારો જેમ કે નેયશબુરના વિસ્તારોમાં, અલી-મેર્સાઇ પર્વતની ટોચ પર, કે જે ઇરાનના, ખોરશન પ્રદેશના મુખ્ય શહેર, મશહાબની થોડાક કિલોમીટર દૂર આવેલો છે ત્યાં મળે છે. ખવાણ અને ટૂટેલા ટ્રૈકાઇટ પીરોજના સમુદાયના છે, જે ઇન સીટુ ના લાઇમોનાઇટ અને રેતના પથ્થરોની વચ્ચે સ્તરો એમ બંનેમાં જોવા મળે છે, અને પર્વતના નીચા ઢોળાવ પર મળે છે. સૌથી પહેલા આ કામ સિનાઇ દ્વીપકલ્પમાં કરવામાં આવતું હતું.[સંદર્ભ આપો]
સિનાઇ
[ફેરફાર કરો]પ્રથમ રાજવંશથી (3000 બીસીઇ (BCE)) અને કદાચ તેની પણ પહેલાથી, પીરોજનો ઉપયોગ ઇજિપ્શીયનો અને તેમના દ્વારા સિનાઇ દ્વીપકલ્પમાંથી પીરોજનું ખાણકામ કરવામાં આવતું હતું, જેને ત્યાંના રહેવાસી મોનીટુ દ્વારા પીરોજની સદી કહેવાતું હતું. આ પ્રદેશમાં છ ખાણો આવેલી છે, દક્ષિણ પશ્ચિમ પેનીન્સુલામાં આવેલી આ તમામ ખાણો 650 square kilometres (250 sq mi)આટલો વિસ્તાર ધરાવે છે. સેરબીટ એલ-ખદીમ અને વાદી મધરેહ, આ બે સૌથી મહત્વની ઐતિહાસિક ખાણો છે, તેવું મનાય છે કે આ બે સૌથી જૂની ખાણોમાંની એક માનવામાં આવે છે. અગાઉની આ ખાણો હથોરને સમર્પિત પ્રાચીન મંદિરથી 4 કિલોમીટરની દૂરી પર આવેલી છે. તેના રેતના પથ્થરો પર પીરોજ જોવા મળે છે કે પછી તે મૂળભૂતરીતે, બેસોલ્ટમાંથી જ બનાવવામાં આવ્યું હશે. આ વિસ્તારમાં તાંબા અને લોઢાનું કામ જેવા મળે છે. હાલના સમયે મોટા પાયે પીરોજનું ખાણકામ એટલું નફાકારક નથી, પણ તેને ક્યારેક બેડોઇન લોકો દ્વારા ઘરે બનાવેલા બંદૂકના દારૂ માટે તેનો ઉપયોગ કરાય છે. શિયાળાના વરસાદી મૌસમમાં, ખાણદારો પર ક્ષણિક જલપ્રલયનો ખતરો રહે છે, સૂકી મૌસમમાં પણ, રેતના પથ્થરોમાંથી સંયોગ વશ પડી ભાંગી પડતા લોકોના મૃત્યુની ઘટનાઓ બનતી રહે છે. ઇરાનીયન પદાર્થના બદલે સિનાઇ પદાર્થનો રંગ લાક્ષણિક રીતે લીલો પડતો હોય છે, તે નક્કર અને ટકાઉ હોય છે. પીરોજને મોટેભાગે ઇજિપ્શીયન પીરોજ તરીકે ઉલ્લેખવામાં આવે છે, સિનાઇ ખનિજ, લાક્ષણિક રીતે અપારદર્શક હોય છે, અને સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ મુકવામાં આવતા તેની સપાટીની રચનામાં કાળા વાદળી રંગના ગોળ આકારો જેવા મળે છે જે અન્ય કોઇ પણ સ્થળમાંથી આવતા પદાર્થમાં જોવા નથી મળતા.
સંયુક્ત રાજ્યો
[ફેરફાર કરો]સંયુક્ત રાજ્યોના દક્ષિણ પશ્ચિમ વિસ્તાર પીરોજના ઉગમસ્થાન માટે એક મહત્વ સ્થળ છે એરીઝોન, કેલિફોર્નિયા (સાન બેર્નાર્ડીનો, ઇમેરલ, અને ઇન્યો તાલુકાઓ), કોલોરાડો (કોનેજોસ, અલ પાસો, લેક, અને સગુએક તાલુકો), ન્યૂ મેક્સિકો (એડી, ગ્રાન્ટ, ઓટેરો અને સાન્ટા ફે રાષ્ટ્રો) અને નેવાડા (કલર્ક, ઇલ્કો, ઇસ્મેરેલ્ડા તાલુકો, યુરેકા, લાન્ડેર, મીનરલ તાલુકો અને નયે તાલુકો) આ ખનિજ માટે ખાસ કરીને ફળદ્રુપ છે (કે હતા). કેલિફોર્નિયા અને ન્યૂ મેક્સિકોમાં રહેવાસી અમેરિકનો જે આ પૂર્વે કોલમ્બિયાથી આવ્યા હતા તેઓ પથ્થરના ઓજારોનો ઉપયોગ કરીને અહીં ખાણકામ કરે છે, અને અન્ય લોકો સ્થાનિક અને કેટલાક મધ્ય મેક્સિકો જેટલા દૂર વિસ્તારથી અહીં ખાણકામ કરવા આવે છે. નવા મેક્સિકોમાં આવેલું સેરીલોસ સૌથી જૂની ખાણોમાંથી એક છે; જ્યાં 1920ની સાલના પહેલાથી ખાણકામ કરવામાં આવી રહ્યું છે; અને આ રાજ્ય રાષ્ટ્રમાં સૌથી વધુ પીરોજનું ઉત્પાદન કરે છે; જોકે તે હવે મોટા પ્રમાણમાં ખાલી થઇ ચૂક્યું છે. ખાલી એક જ ખાણ કેલિફોર્નિયાના અપાચે ખીણમાં આવેલી છે, જે તેની વ્યાપારિક ક્ષમતાના કારણે હાલમાં કાર્યરત છે. પીરોજનો ઉદ્દભવ એક કાચા ધાતુ કે ફાટના પૂરાણ તરીકે થાય છે, અને ભરેલી ગાંઠ તરીકે ખૂબ જ નાના આકારમાં તે જોવા મળે છે. અમેરિકન પીરોજ કરતા ઇરાનીયન પદાર્થ રંગ અને ટકાઉપણા બંને રીતે વધુ સારી ગુણવત્તા ધરાવે છે, અમેરિકન પીરોજને ચોક પીરોજ કહેવાય છે; ઊંચા લોખંડના સ્તરના કારણે તેને આવો પીળો અને લીલો રંગ મળે છે, અને એક ખાસ ભંગુર પ્રકૃતિને કારણે કોઇ પ્રક્રિયા ન કરાઇ હોય તેવા પીરોજનો ઉપયોગ ઝવેરાતમાં કરવો નિરર્થક છે. મૂલ્યની રીતે, હાલ એરીઝોન પીરોજનું સૌથી મહત્વનું ઉત્પાદક છે.[સંદર્ભ આપો]બે ખાણો આ રાજ્યમાં આવેલી છે, એક ગલોબમાં આવેલી સ્લીપીંગ બ્યૂટી ખાણ અને અન્ય કિંગમેન ખાણ જેની બાજુમાં એક તાંબાની ખાણ પણ કાર્યરત છે.
નેવાડાએ રાષ્ટ્રનું અન્ય વિશાળ ઉત્પાદક છે, જેમાં 120 કરતા વધુ ખાણો આવેલી છે અને જે મહત્વપૂર્ણ પીરોજનો જથ્થો પૂરો પાડે છે. યુએસ (US)ના અન્ય સ્થળોના બદલે, નેવાડાની મોટા ભાગની ખાણોમાં મુખ્યત્વે પીરોજ મેળવવા માટે કામ કરવામાં આવે છે અને ખુબ જ થોડી ક માત્રામાં અન્ય આડપેદાશોનું ખાણકામ થાય છે. નેવાડાના પીરોજ એક ગાંઠ, પોલાણના પુરણ તરીકે મળી આવે છે અને બ્રેસીયાસ તરીકે સિમેન્ટના પુરણોની વચ્ચે ભાંગેલા ટુકડાઓની જેમ મળી આવે છે. નેવાડાના ભૂસ્તરશાસ્ત્રના કારણે, નીપજ પામતા મોટા ભાગના પદાર્થ સખત અને ઘન હોય છે, અને તેવી ગુણવત્તાવાળા હોય છે કે જેને કોઇ માવજત કે વધારાની જરૂરીયાત નથી હોતી જ્યારે લગભગ બધા જ તાલુકાઓમાં પીરોજનું થોડું ધણી ઉપજ થાય છે, ત્યારે તેના મુખ્ય ઉત્પાદકો લેન્ડર અને ઇસમેરેલ્ડા તાલુકાઓ છે. નેવાડાના મોટા ભાગના પીરોજના ભંડોરો ટેકટોનિકના એક વિશાળ પટ્ટાની સક્રિયતા સાથે તે જ વખતે થયેલા રાજ્ય ક્ષેત્રના ભૂસ્તરના ધકેલાવાથી બની છે. તે આશરે એન15ઇ (N15E) પર અથડાઇને ઉત્તરી વિસ્તારોમાં ઇલ્કો તાલુકા સુધી ફેલાયું, અને દક્ષિણ દિશામાં નીચેની તરફ કેલિફોર્નિયાની સીમા અને દક્ષિણ પશ્ચિમના ટોનોપ્હ સુધી તે પહોંચ્યું. નેવાડા વિશાળ વિવિધતાવાળા રંગીન અને વિવિધ પ્રકારના રત્નોનું ઉત્પાદન કરે છે, નેવાડામાંથી આવતા પીરોજ વાદળી, વાદળી-લીલો અને લીલો તેવી અલગ અલગ રંગછટા ધરાવે છે. ચળકતો ફુદીનાના રંગથી લઇને સફરજ જેવા રંગ અને નીયોન પીળો લીલો જેવા અજોડ રંગની છટાવાળા પીરોજની પેદાશો નેવાડા કરે છે. આમાંથી કેટલાક અસામાન્ય રંગના પીરોજ તેની અંદરની નોંધપાત્ર ઝીંક અને લોખંડની માત્રાને લીધે, આ સુંદર ચળકતો લીલો અને પીળો-લીલા રંગની રંગછટા મેળવે છે. આમાંથી કેટલાક લીલા થી પીળા પડતા લીલા રંગોની છટાવાળા પીરોજ મૂળભૂત રીતે વરીસ્કાઇટ કે ફોસટાઇટ હોઇ શકે છે, જે ગૌણ ફોસફેટ ખનિજો છે અને જે દેખાવમાં પીરોજ જેવા જ લાગે છે.
નેવાડાની પદાર્થોનો મહત્વપૂર્ણ ભાગ તેના આકર્ષક કથ્થઇ કે કાળા લાઇમોનાઇટ રેખાઓ માટે પણ જાણીતો છે, જેને "સ્પાઇડરવેબ મેટ્રિક્સ" તેવું કહેવાય છે. નેવાડાના ભંડારોમાંથી કેટલાકમાં પહેલા રહેવાસી અમેરિકનો દ્વારા ખાણકામ કરવામાં આવતું હતું, 1870થી અત્યાર સુધીમાં નેવાડામાંથી આંદાજિત રીતે 600 ટન કરતા વધારે પીરોજનું ઉત્પાદન કરવામાં આવ્યું છે, જેમાં કેરીકો તળાવની ખાણમાંથી ઉત્પાદિત થતા લગભગ 400 ટન પીરોજ પણ સમાવિષ્ટ છે. કિંમતના વધ્યા પછી પણ, નાના પાયે નેવાડાની કેટલીક જગ્યાઓમાં પીરોજનું ખાણકામ ચાલુ રહ્યું છે, જેમાં લાન્ડેર તાલુકામાં આવેલ ગોડબેર, ઓર્વીલ જેક અને કેરીકો તળાવની ખાણ, મીનરલ તાલુકાની પાઇલોટ માઉન્ટેન ખાણ, અને ઇસ્મેરેલ્ડા તાલુકાના રોયસ્ટોન અને કેન્ડેલારીઆ વિસ્તારોમાં આવેલી કેટલીક જગ્યાઓનો સમાવેશ થાય છે.[૫]
1912માં, વર્જીનીયાના, કેમ્પબેલ તાલુકાના, લિન્ચ મથકમાંથી એક વિશિષ્ટ, એક જ સ્ફટિકવાળો પીરોજને શોધવામાં આવ્યો. ખૂબ જ નાના આ સ્ફટિકો એક ડ્રુસમાંથી તેના મુખ્ય પથ્થર ઉપર બન્યા હતા, 1 એમએમ (0.04માં)ને વિશાળ માનવામાં આવે છે. 1980 સુધી એક માત્ર વર્જીનીયામાં જ આવા વિશિષ્ટ સ્ફટીકો વિશાળપાયે મળતા હતા, હાલ લગભગ 27 અન્ય જગ્યાઓએ આવા સ્ફટિકો મળે છે.[૬] માંગ પૂરી કરવા અને નફો પાછો મેળવવાના પ્રયાસ હેઠ, કેટલાક અમેરિકન પીરોજને અમુક માત્રા પર પ્રક્રિયા કે વધારવા માં આવે છે. આ પદ્ધતિઓમાં નિરુપદ્વવ મીણ લગાવવું અને વધુ વિવાદાસ્પદ પદ્ધતિઓ, જેમ કે ડાઇંગ (રંગ કરવો) અને તરબોળ કરવાનો પણ સમાવેશ થાય છે (જુઓ પદ્ધતિઓ). જોકે, તેવી પણ કેટલીક અમેરિકન ખાણો છે જે ઊંચી ગુણવત્તાવાળા પદાર્થોનું ઉત્પાદન કરે છે જેને કોઇ પદ્ધતિ કે અન્ય કોઇ ફેરફાર કરવાની જરૂર નથી પડતી. જો આવી કોઇ પણ પદ્ધતિ કરવામાં આવી હોય તો ખરીદનારને પદાર્થની ખરીદી વખતે જણાવી જોઇએ.
અન્ય સ્ત્રોતો
[ફેરફાર કરો]છેલ્લા 3,000 કે તેથી પણ વધુ વર્ષોથી ચીન પીરોજનો એક ગૌણ સ્ત્રોત છે. રત્નની ગુણવત્તાવાળા આ પદાર્થ, હુબેઇ પ્રાન્તના, ઝુહશાન અને યુનીક્સના સલીસીફાઇડના ચૂનાના પથ્થરોની તીરાડોમાંથી વ્યવસ્થિત ગાંઠોના સ્વરૂપે મળી આવે છે. વધુમાં, માર્કો પૉલોએ પણ સિચુઆનમાં પીરોજ મળતા હતા તેવું નોંધ્યું હતું. મોટાભાગના ચાઇનીઝ પદાર્થોની નિકાસ કરવામાં આવે છે, પણ કેટલાક પર જેડની જેમ નક્શી કામ કરવામાં રાખવામાં આવે છે. તિબેટમાં, ગુણવત્તાવાળા રત્નોના ભંડારો પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં આવેલા ડેર્જે અને નગરી-ખોર્શુમના પર્વતોમાંથી મળી આવે છે.[૭]
પીરોજ મળવાના અન્ય જાણીતા સ્થળોમાં અફધાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, વિક્ટોરિયા અને ક્વીનલેન્ડ, ઉત્તર ભારત, ઉત્તર ચીલી, ચક્વીકામેટા, કોર્નવેલ, સેક્ષોની, સીલેસીયા અને તર્કસ્ટાનનો સમાવેશ થાય છે.
તેના ઉપયોગનો ઇતિહાસ
[ફેરફાર કરો]પીરોજી પેસ્ટલ રંગોની છટાઓ પ્રાચીન કાળના અનેક મહાન સંસ્કૃતિની પ્રિય હતી, તેણે પ્રાચીન ઇજિપ્તના શાસનકર્તાઓથી લઇને, એજ્ટેક (અને કદાચ અન્ય કોલમ્બિયનોના પહેલાના મેસોઅમેરિકન), પર્શિયા, મેસોપોટામિયા, સિંધુ ખીણ, અને પ્રાચીન ચીનના કેટલાક વિસ્તારોને શાંગ રાજવંશના રાજાઓને પોતાના રંગથી સુશોભિત કર્યા છે.[૮] સૌથી જૂનો રત્ન હોવા છતાં, તેને યુરોપમાં (તૂર્કીઓ દ્વારા) પહેલીવાર અન્ય સિલ્ક રોડની અન્ય નવીનતાઓ સાથે રજૂ કરાયો હતો, 14મી સદી સુધીમાં પીરોજ એક અલંકારિક પથ્થર તરીકે મહત્વપૂર્ણ રત્ન ન હતો બન્યો, રોમન કેથોલિક ચર્ચના પ્રભુત્વના પતન થવાથી પીરોજને બિનસંપ્રદાયિક ઝવેરાત તરીકે છૂટ મળી. મુઘલ યુગના આવ્યા બાદ ભારતમાં પીરોજ જાણીતો બન્યો, અને તે 18મી સદી સુધી તે જાપાનમાં અજાણ્યો હતો. અનેક સંસ્કૃતિઓમાં માનવામાં આવતી એક સામાન્ય માન્યતા મુજબ પીરોજ સંકટ પ્રતિબંઘક ગુણો, તેને ધારણ કરનારને સારું સ્વાસ્થય અને તેને કમનસીબીથી બચાવે છે.
એજ્ટેક લોકો ઉત્તેજક (અને અટકળે કર્મકાંડમાં) મોઝેઇક (જડવાકામ) પદાર્થો જેવા કે મહોરાઓ (કેટલાક કિસ્સામાં આધાર તરીકે મનુષ્યની ખપોરી ઉપયોગ કરી), છરીઓ, અને ઢાલોમાં પિરોજને સોના અને કાચમણિ, મેલ્કાઇટ, અકીક, જેડ, પરવાળા, અને છીપલાઓની સાથે જડવા માટે ઉપયોગમાં લેતા હતા. પ્રાકૃતિક રાળ, ડામર અને મીણનો ઉપયોગ આ પિરોજને પદાર્થોને આધારીત વસ્તુને –જોડવા માટે કરવામાં આવતો હતો, મોટે ભાગે લાકડા, હાડકા કે છીપલાનો પણ ઉપયોગ થતો હતો. એજ્ટેકની જેમ જ, પુએબ્લો, નાવજો અને અપાચે જાતિના લોકો પણ તાવીજ તરીકે પીરોજને સાચવીને રાખતા, ત્યારબાદના આદિવાસીઓનું માનવું હતું કે આ પથ્થર તીરંદાજને અચૂક નિશાન પૂરું પાડે છે. આ લોકો પીરોજનો ઉપયોગ મોઝેઇક (જડવાકામ)માં, શિલ્પકામોમાં, ફેશન તરીકે ટોરોઇલડ માળા અને ઝુમખા તરીકે કરતા હતા. પીરોજનું ઉત્પાદન અને વેચાણ કરીને ચેકો ખીણના પ્રાચીન પુએબ્લો (અનસાઝી) અને તેની આસપાસના વિસ્તારમાં રહેતા. લોકો સમૃદ્ધ થયા હતા તેવું માનવામાં આવે છે. નવાજો અને અન્ય દક્ષિણપશ્ચિમ મૂળ અમેરિકન આદિવાસીઓ આજે જે લાક્ષણિક ચાંદીના અલંકારો બનાવે છે, તે એક આધુનિક વિચાર છે જેને તારીખનો વિચાર કરીએ તો આશરે 1880ની સાલના યુરોપીયન પ્રભાવોના પરિણામ તરીકે તેને જોઇ શકાય.
પર્શિયામાં, પીરોજ હજાર વર્ષ માટે ડે ફેક્ટો રાષ્ટ્રીય પથ્થર હતો, અને તેનો ભરપૂર ઉપયોગ પદાર્થોને સજાવટ(પાઘડી થી લઇને લગામ સુધી), મસ્જિદો અને અન્ય મહત્વપૂર્ણ ઇમારતોને બહાર અને અંદરની બાજુએથી (ઉદાહરણ માટે ઇસફહાનની મદ્રેસા શાહ હુસેન મસ્જિદ) સુશોભિત કરવા માટે થતો હતો. પર્શિયન શૈલી અને પીરોજના ઉપયોગને ત્યારબાદ ભારતમાં મુઘલ સામ્રારાજ્યના સ્થાપના બાદ લાવવામાં આવ્યો, અને તેનો પ્રભાવ ઊંચી પૂર્ણતાવાળા સોનાના અલંકાર (માણેક અને હીરાની સાથે) અને તાજ મહેલ જેવી ઇમારતો પર જોવા મળ્યો. પર્શિયન પીરોજને મોટેભાગે અરબી ભાષાના ધાર્મિક શબ્દોના લખાણોને કોતરવા માટે કરવામાં આવતો હતો, જેને પાછળથી સોનાથી જડવામાં આવતા હતા.
તિબેટ અને મંગોલિયામાં કેબોક્હોનના અયાત કરેલા પીરોજ, પરવાળાની સાથે વ્યાપકરૂપે સોના અને ચાંદીના ઝવેરાતોમાં ઉપયોગ લેવામાં આવતા હતા (અને હાલ પણ થાય છે), જ્યાં લીલા રંગને વધુ પસંદ કરવામાં આવતો હતો. મોટાભાગના નમૂનાઓ આજે પણ બનાવાય છે, જેમાં અનિયમિત કેબોક્હોનની અંદર ચકચકિત પીરોજને મૂકી તેને ચાંદીની અંદર જડવામાં આવે છે, આ ઝવેરાતો પશ્ચિમની બજારો માટે સસ્તી નિકાસ માટે બનાવવામાં આવે છે અને મોટેભાગે તેની મૂળભૂત શૈલીને ચોક્કસપણે રજૂ નથી કરતા. ઇજિપ્તના લોકો દ્વારા પીરોજનો ઉપયોગ તેના પહેલા રાજવંશ કે પછી તેની પણ પહેલાના સમયથી કરવામાં આવતો હતો અને તેનો સૌથી જાણીતો નમૂનો તુટનખામુનના મકબરામાંથી મળી આવ્યા હતો, જેમાં ફેરોની મૂતિ પરના દફન મહોરા પર આ પથ્થરને મોટીમાત્રામાં જડવામાં આવ્યા છે. પીરોજનો ઉપયોગ વીંટીંઓ અને મોટા ગળાના હાર જેને પેક્ટરલ કહેવાતા તેમાં પણ કરવામાં આવતો. સોનામાં, આ રત્નને મણકાઓની જેમ જડવામાં આવતો, અને તેની પર મોટેભાગે સ્કેરબ જેવી ભાતનું નક્શીકામ કરવામાં આવતું, તેની સાથે કાર્નીલીન, નીલમણિ અને ત્યારબાદના સમયમાં આ નમૂનાઓમાં રંગીન કાચને તેની સાથે જડવામાં આવતા હતા. હાથોર દેવીની સાથે પીરોજને જોડવામાં આવે છે, પીરોજને ઇજિપ્તના લોકો દ્વારા એટલો બધો પસંદ કરવામાં આવ્યો છે તે પહેલા એવો રત્ન બન્યો જેની નકલ કરવામાં આવી (જો કે આ અંગે દલીલ છે), એક કૃત્રિમ કાચના સીરામીક ઉત્પાદ જેને ફાઇયાંસ તરીકે ઓળખાય છે તેમાં તેના સુંદર રચનાને ઉતારવામાં આવી. (બ્રિટિશ દ્વિપોના દફન સ્થળ પરથી મળેલા તામ્ર યુગમાંના અવશેષોમાંથી પણ આ પ્રકારના વાદળી માટીના વાસણ મળી આવ્યા છે)
મધ્ય 19મી સદીથી 20મી સદીની શરૂઆત સુધી ફેન્ચ લોકો દ્વારા ઇજિપ્તમાં પુરાતત્વ વિષયક ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ખોદકામમાં, તુટનખામુનો મકબરાના ખોદકામે, પશ્ચિમ વિશ્વમાં ભારે જાહેર રસ ઉદ્દભવ્યો હતો, ત્યારબાદ તેણે તે સમયની કળા, સ્થાપત્ય અને અલંકારો પર પોતાનો પ્રભાવ છોડ્યો હતો. પીરોજ, 1810થી તેના પેસ્ટલ રંગછટાને કારણે પ્રિય હતો, તે ઇજિપ્તયન પુનરુત્થાનના નમૂનાઓ માટે એક મહત્વની વાત હતી. સમકાલીન પશ્ચિમી વપરાશમાં, પીરોજનો ઉપયોગ એન કેબશોન તરીકે કાપીને ચાંદીની વીંટીંઓ, હાથના કડાઓના સુશોભન માટે વપરાય છે, જ્યારે મોટેભાગે મૂળ અમેરિકન શૈલીમાં તેને લટકતા કે કોતરેલા મણકાઓની જેમ ટૂંકા ગળાના હારના સુશોભન માટે વપરાય છે. ગૌણ પદાર્થ પર દેવકો બનાવવા માટે કોતરણી કરવામાં આવતી હશે, ઉદાહરણ તરીકે ઝૂની હસ્તકલા. જ્યારે સખત આકાશી વાદળીનું મૂલ્ય ભારે આંકવામાં આવતું હતું, કાબરચીતરા લીલા અને પીળા પડતા પદાર્થો કારીગરોમાં વધુ પ્રિય હતા. પશ્ચિમ સંસ્કૃતિ પ્રમાણે, પીરોજને જે લોકો ડિસેમ્બર મહિનામાં જન્મે છે તેમના માટે પારંપરિક બર્થસ્ટોન (જન્મનો પથ્થર) છે. એક્સોદેશ 28માં જણાવ્યા મુજબ પીરોજ યહૂદી ઉચ્ચ પુરોહિતના વક્ષ:કવચનો પથ્થર છે.
સંસ્કૃતિ
[ફેરફાર કરો]જૂના અને નવા વિશ્વની અનેક સંસ્કૃતિઓમાં, આ રત્નને પાછલા કેટલાય વર્ષોથી એક સારા નસીબને લાવનાર કે તાવીજની રીતે પવિત્ર પથ્થર તરીકે જોવામાં આવે છે. અને તેને 'લોકોનો રત્ન' એમ કહેવું તે કંઇ ખોટું નથી. 3000 ઇ.સ.પૂર્વની આસપાસની તારીખની એક કબરને પીરોજથી સજાવવામાં આવી હતી, જે પ્રાચીન ઇજિપ્તમાં પીરોજના ઉપયોગના દાવાનો સૌથી જૂના પુરાવો છે. પ્રાચીન પર્શિયન બાદશાહ, આકાશી વાદળી રંગનો રત્ન તેમના ગળા કે હાથમાં અકારણ મૃત્યુથી બચવા માટે પહેરતા હતા. અને જો તે રંગ બદલે, તો પહેરનારને મૃત્યુનો ભય સતાવી શકે છે. જોકે, તેવું શોધવામાં આવ્યું છે કે પીરોજ રંગ બદલે છે, પણ તેને અને આવનાર ભયને કોઇ નીસબત નથી. આ બદલાવ પ્રકાશ કે સૌદર્ય પ્રસાધન દ્વારા થયેલી કોઇ રાસાયણિક પ્રતિક્રિયા, ધૂળ કે ચામડીની અમ્લતાને કારણે થઇ શકે છે.
બનાવટી વસ્તુઓ
[ફેરફાર કરો]ઇજિપ્તના લોકોએ પહેલી વાર ફાઇયાંસ નામના માટીના વાસણોમાં, પીરોજની બનાવટનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. પાછળથી કાચ અને મીનાનો ઉપયોગ કરીને, અને આધુનિક સમયમાં વધુ વિકસિત ચીનાઇ માટીનો ઉપયોગ કરીને, પોર્સિલિન, પ્લાસ્ટિક, અને વિવિધ જોડાયેલા, દબાયેલા, વાળેલા અને સિન્ટર ઉત્પાદનો (જેને તાંબા અને એલ્યુમિનિયમ મેળવીને બનાવવામાં આવ્યા હતા) તેને વિકસાવવામાં આવ્યા; ઉદાહરણ તરીકે વીનીજ પીરોજ જે એલ્યુમિનિયમ ફોસફેટથી રંગીને તાંબાના ઓલેટ દ્વારા બનાવવામાં આવ્યો છે. અને નીયોલીથ જે બાએરીટ અને કોપર ફોસફેટનું મિશ્રણ છે. પ્રાકૃતિક પીરોજમાંથી ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની રીતે મોટાભાગના ઉત્પાદનો દેખીતી રીતે અલગ અલગ છે, પણ 1972માં પિયરે ગીલસને એક સાચો કૃત્રિમ પીરોજને રજૂ કર્યો . (તે તેની રાસાયણિક રચનામાં એક બાઇન્ડનો ઉપયોગના લીધે અલગ હતો, એટલે તેને કૃત્રિમ કહેવાને બદલે સીમીલન્ટ કહેવું વધુ યોગ્ય છે). ગીલસનનો પીરોજ તેના સમાન રંગ અને કાળી "સ્પાઇડરવેબ મેટ્રિક્સ" એમ બંને રંગોમાં બનાવવામાં આવ્યો હતો. આ રેખાઓ પ્રકૃતિક નેવાડાના પદાર્થ જેવી અસમાન ન હતી.
હાલના સમયમાં પીરોજની સૌથી સામાન્ય બનાવટ, રંગેલા હાઉલાઇટ અને મૈગ્નેસાઇટ છે, બંને તેની પ્રાકૃતિક અવસ્થામાં સફેદ હોય છે, અને તેમના પર પીરોજ જેવી જ પ્રાકૃતિક (અને માની શકાય તેવી) કાળી રેખાઓ હોય છે. રંગેલા કૈલ્સેડની, જાસ્પર અને આરસ ઓછા જાણીતા છે, અને તેની ખૂબ ઓછા પાયે માની શકાય તેમ છે. અન્ય પ્રાકૃતિક પદાર્થો જે પીરોજ જેવા લાગે છે કે પછી તેને પીરોજ સમજી લેવાય છે તેની યાદી આ મુજબ છે: વરીસાઇટ અને ફાસટીટ;[૯] ક્રીસોકોલા (ખાસ કરીને અભેદ્ય કાચમણિ); લઝુલીટ, સ્મીથસોનાઇટ હેમીમોર્ફાઇટ; વર્ડીટ; અને અશ્મિલ હાડકા કે દાંત જેને ઓડોન્ટોલાઇટ કે "હાડકાના પીરોજ" કહેવાય છે, વીવીનાઇટ ખનિજ જે પ્રાકૃતિક રીતે વાદળી રંગના હોય છે. હાલમાં ભાગ્યેજ મળતા, ઓડોન્ટોલાઇટને એક સમયે દક્ષિણ ફ્રાન્સની ખાણોમાંથી મોટે પાયે ખાણકામ દ્વારા પીરોજના અવેજી તરીકે ઉપયોગ કરવા માટે મેળવવામાં આવતા હતા. રત્નોના જાણકારો દ્વારા આવા ખોટા પીરોજને શોધી શકાય છે. પ્રાકૃતિક પીરોજ અ-ખંડનાત્મક હોય છે, વળી બૃહદદર્શક કાચ હેઠળ તેની સપાટી અને રચનાને તપાસતા સફેદ પદાર્થ પર ઝાંખા વાદળી ગોળ રજકરણ કે ડાધાની સપાટી સ્પષ્ટ રીતે દેખાય છે, તે એક બિનલાક્ષણિક રત્ન છે, જ્યારે બનાવટ માટે ઉત્પન્ન કરેલા પીરોજ મૂળભૂત પીરોજ કરતા રંગ (મોટેભાગે ઘેરો વાદળી) અને દેખાવ (મોટેભાગે દાણાદાર) બંને રીતે અલગ તરી આવે છે. કાચ અને પ્લાસ્ટિકમાં મોટા પ્રમાણમાં પારભાસકતા હોય છે, પરપોટાઓ કે એકધારી રેખાઓ તેની સપાટી સાથે મોટેભાગે દેખાતી હોય છે. દાણાની સપાટીની વચ્ચેના ડાઘ ધણીવાર રંગેલી પીરોજની નકલો પર જોવા મળતા હોય છે.
કેટલીક વિનાશક કસોટીઓ જે કેટલીકવાર જરૂરી પણ હોય છે; ઉદાહરણ માટે, હાઇડ્રોક્લોરીક એસિડમાં અવમિશ્રિત કરવું, જેને કારણે કાર્બોનેટ ઓડોન્ટોલાઇટ અને મૈન્ગેસાઇટનો ઉભરો આવે છે અને હાઉલાઇટ લીલો પડી જાય છે, જ્યારે ગરમ કરવાથી તીવ્ર ગંધ આવે છે જે તે પ્લાસ્ટિકનો બનેલો છે તેવું સૂચવે છે. ખાસ પ્રકારની ગુરુત્વાકર્ષણબળની વિષમતા, પ્રત્યાવર્તનક્ષમ અનુક્રમણિકા, પ્રકાશનું શોષણ (એક પદાર્થના સ્પષ્ટ વર્ણપટ શોષણ તરીકે), અને અન્ય ભૌતિક અને દેખી શકાય તેવા ગુણોને પણ રાસાયણિક પુથ્થકરણ તરીકે તપાસ વખતે જોવામાં આવે છે. બનાવટી પીરોજ એટલા સામાન્ય બની ગયા છે કે તેમની સંખ્યા સાચા પીરોજ કરતા વધારે છે. વિશ્વાસપાત્ર રહેવાસી અમેરિકન અને તિબેટીયન ઝવેરાતમાં પણ જે પદાર્થનો ઉપયોગ થાય છે તે મોટેભાગે ખોટા હોય છે, કે પછી તેના પર ભારે પ્રક્રિયા કરવામાં આવી હોય છે[સંદર્ભ આપો].
પદ્ઘતિઓ
[ફેરફાર કરો]પીરોજ પર તેના રંગ અને ટકાઉ પણા બંનેને વધારવા માટે પ્રક્રિયા કરવામાં આવે છે (ઉદાહરણ માટે, તેની નક્કરતા વધારવી અને છિદ્રતામાં ઘટાડો કરવો). જેમ અન્ય મૂલ્યવાન રત્નોના કિસ્સામાં થાય છે, તે રીતે તેની પદ્ધતિની પૂર્ણ સ્પષ્ટતાને વારંવાર નથી આપવામાં આવતી.એટલા માટે આ વાત જેમોલોજીસ્ટ પર છોડવામાં આવે છે, જે વિવિધ તપાસ પદ્ધતિઓનો ઉપયોગ કરીને આમાંથી કેટલીક અનિવાર્યપૂર્ણ વિનાશક પદ્ધતિની શંકાવાળા પથ્થરોને શોધે. ઉદાહરણ માટે, ઝટ નજરે ન ચડતા ડાધાને છતા કરવા માટે તેને ગરમ કરીને તપાસવામાં આવે છે, જેથી તેની પર તેલ, મીણ કે પ્લાસ્ટિકની કોઇ પ્રક્રિયા થઇ છે કે નહીં તે સ્પષ્ટ થાય.
મીણ લગાવવું અને ઓયલીંગ
[ફેરફાર કરો]ઔતિહાસિક રીતે, થોડા પ્રમાણમાં મીણ લગાવવું કે ઓયલીંગની પદ્ધતિઓ પ્રાચીન સમયમાં ઉપયોગ થતી પહેલી તેવી પદ્ધતિઓ હતી જે રત્નને ભીનાશ પડતી અસર આપતી હતી, જેથી તેનો રંગ અને ચળકાટમાં વધારો થતો હતો. આ પદ્ધતિ મોટા કે નાના પાયે એક પરંપરા તરીકે અપનાવવામાં આવી છે, ખાસ કરીને પ્રક્રિયા કરાયેલા પીરોજનું મૂલ્ય વધારે મળે છે. ઓયલ્ડ કે મીણ લગાવેલા પથ્થરો સામાન્ય ગરમી કે સૂર્યના ભારે તાપ હેઠળ પરસેવામાં પલળેલા હોય તેવા લાગે છે, અને કેટલીકવાર તેની સપાટી પર એક સફેદ પડ જામી જાય છે. (થોડીક કુશળતા સાથે, મીણ અને તેલની પદ્ધતિની આ ખામીને સુધારી શકાય છે.)
દૃઢીકરણ
[ફેરફાર કરો]જે પદાર્થની પ્રક્રિયા પ્લાસ્ટિક કે પ્રવાહી કાચ જોડે કરવામાં આવે છે તે પીરોજને અમુક મર્યાદિક સમય માટે જોડાયેલો કે સ્થિર રાખે છે. આ પ્રક્રિયામાં અન્ય રીતે વેચાણપાત્ર ન હોય તેવા અમેરિકન ચૂનાના પદાર્થને ઇપોક્રીસ, પ્લાસ્ટિક (જેમ કે પૉલિસ્ટાયરીન) અને પ્રવાહી કાચ (સોડિયમ સીલીકેટ) દ્વારા દબાણ પૂર્વક ભરવામાં આવે છે. જે તેને એક ભીનાશ પડતી અસર અને ટકાઉપણું આપે છે. પ્લાસ્ટિક અને પ્રવાહી કાચની આ પ્રક્રિયા મીણ લગાવવા અને ઓયલીંગ કરતા વધુ કાયમી અને સ્થિરતા આપનારી છે, અને તેવા પદાર્થ પર પણ લગાવી શકાય છે જે તેલ અને મીણ માટે ખૂબ જ રાસાયણિક કે ભૌતિક અસ્થિરતા ધરાવતા હોય. તે બીજી બાજુએ, દૃઢીકરણ અને જોડાણની આ પ્રક્રિયા પરિવર્તન માટે ખુબ સામાન્ય ગણાવીને તેને નકારવામાં આવી હતી.[૧૦] ઇપોક્રીસથી જોડવાની પદ્ધતિને પહેલીવાર 1950માં વિકસાવવામાં આવી હતી અને તે એરીઝોનની કોલબર્ગ પ્રોસેસિંગની ખાસિયત હતી, આ કંપની આજદિન સુધી કાર્યરત છે. મોટાભાગના અમેરિકન પદાર્થની આ પદ્ધતિ હેઠળ પ્રક્રિયા કરવામાં આવે છે જોકે તે એક કિંમતી પ્રક્રિયા છે અને તેને પૂરી થતા કેટલાક મહિનાઓ લાગી જાય છે. જોકે આવી પદ્ધતિઓ વગર, અમેરિકન ખાણોમાં આટલો નફો ન થાત.
રંગવું
[ફેરફાર કરો]પર્શિયન વાદળી અને અન્ય રંગોથી (મોટાભાગે જોડાણની પદ્ધતિ સાથે) રંગવાની પદ્ધતિ પીરોજને એક સરખો રંગ આપે છે કે પછી તેને સંપૂર્ણપણે બદલી દે છે, પણ કેટલાક લોકો દ્વારા રંગવાની આ પદ્ઘતિ સાથે છેતરપીંડી કરવામાં આવે છે,[૧૧] જેથી કેટલીકવાર આ રંગવાળા પીરોજ પહેરવાથી ઝાંખા પડી જાય છે કે તેનો રંગ નીકળી જાય છે. પીરોજની રેખાઓને ઘટ્ટ કરવા માટે રંગવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે.
પુનરચના
[ફેરફાર કરો]પુનર્રચના એક સૌથી પ્રારંભિક પદ્ધતિ છે, જ્યાં શુદ્ધ પીરોજના નાના ટુકડાઓ જે એકલા ઉપયોગમાં નથી લઇ શકતા તેનો પાવડર કરીને તેમાંથી એક સખત ગઠ્ઠાને તૈયાર કરવામાં આવે છે. પુનર્રચના દ્વારા તૈયાર કરવામાં આવેલ મોટાભાગનો આ પદાર્થ કૃત્રિમ હોય છે, જેમાં પ્રાકૃતિક ઘટકો નથી હોતા, કે પછી અન્ય પદાર્થોને તેમાં ભરવામાં આવે છે.
ઇરેડિયેશન
[ફેરફાર કરો]આ પદ્ધતિ તેટલી જાણીતી નથી, પણ કેટલાક પીરોજને ઓછા ચૂનાના પથ્થર જેવા બનાવવા માટે તેમના પર ઇરેડિયેશન કરવામાં આવે છે. આ પ્રક્રિયાને ભાગ્યેજ જાહેર કરવામાં આવી છે. યુએસએ (USA)માં બાકીના તમામ રત્નપથ્થરોના ઇરેડિયેશનની જેમ, તેને પણ ન્યૂક્લિયર રેગ્યુલેટરી કમિશન દ્વારા પ્રમાણિક પ્રયોગશાળામાં વેચાણ પહેલા તપાસવામાં આવે છે.
બેકિંગ
[ફેરફાર કરો]મોટેભાગે સારા પીરોજ એક પતળા સ્તર તરીકે મળી આવે છે અને કદાચ ગુંદર જેમ મજબૂત આધારવાળા અન્ય પદાર્થની જોડે મજબૂતી માટે ચોટી જાય છે. આ પથ્થરોને બેક્ડ કહેવાય છે અને સંયુક્ત રાજ્યોના દક્ષિણ પશ્ચિમના તમામ પતળા કપાયેલા પીરોજ બેક્ડ હોય છે. આ પ્રદેશમાં રહેતા સ્થાનિક દેશી લોકો, આ પીરોજનો ઉપયોગ મોટાપ્રમાણમાં કરે છે, અને તેથી તેમણે તે શોધી કાઢ્યું કે આ રીતના બેકીંગથી પીરોજના પતળા સ્તરો વધુ ટકાઉ બને છે. તેમણે જોયું કે જે પથ્થરો બેક્ડ કરાયેલા નથી હોતા તે જલ્દીથી તૂટી જાય છે. પહેલા બેકીંગ પદાર્થો જૂની નમૂનાવાળી ટી બેટરીઓના આવરણ અને જૂના ફોનોગ્રાફના રેકોર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો અને હાલમાં ઇપોક્રીસની રાળથી સીલબંધ કરવામાં આવે છે. સ્થાનિક અમેરિકન અને દક્ષિણ પશ્ચિમ સંયુક્ત રાજ્યોના ઝવેરાતોમાં બહારની તરફથી પીરોજ પર બેકીંગ કરવામાં આવ્યું છે કે નહીં તે જાણી શકાતું નથી. ઉચ્ચ ગુણવત્તાવાળા પીરોજની કિંમત તેના બેકીંગને કારણે ઓછી નથી થતી અને આ પ્રક્રિયા ખાલી અમેરિકન વ્યાપાર માટેના રત્નો કે જે પતળા હોય છે તેના માટે જ વપરાય છે.[સંદર્ભ આપો]
મૂલ્યાંકન અને સંભાળ
[ફેરફાર કરો]પીરોજના મૂલ્યને આંકવા માટે તેની નક્કરતા અને તેના રંગની સમૃદ્ઘતા પર ખાસ ભાર મૂકવામાં આવે છે, જો કે પીરોજના રંગની પસંદગી વ્યક્તિગત પસંદ, નાપસંદ પર આધાર રાખે છે, છતાં મોટેભાગે ઘેરા આકાશી થી રોબીનના ઇંડા જેવા વાદળી રંગનો પીરોજ લોકો વધુ પસંદ કરે છે (ઇંડાનો સંદર્ભ અમેરિકન રોઇનના ઇંડા પર લેવામાં આવ્યો છે).[૭] જોકે પીરોજ ભલે કોઇ પણ રંગનો હોય પણ તે અતિશય નાજુક અને ચૂનાના પથ્થર જેવો ન હોવો જોઇએ તેની પર પ્રક્રિયા થયા બાદ પણ આવા ઓછી ગુણવત્તાવાળા પદાર્થ (જે રીતે મોટા ભાગના પીરોજ હોય છે)નો રંગ બદલાઇ જવા કે તેના ઝાંખા પડવાની શક્યતા રહે છે અને તેનો ઉપયોગ ઝવેરાત બનાવવામાં નથી થઇ શકતો.
પીરોજ જેમાંથી મળે છે તે મૂળ પથ્થર કે ખડક પર કેટલીકવાર મોટા ડાઘા કે એક કથ્થઇ કે કાળી રેખાઓનો જાળ જોવા મળે છે. આ રેખાઓની જાળ પૂરક હોય તો આ પથ્થરનું મૂલ્યમાં તે વધારો કરે છે, પણ આવું ભાગ્યે જ બનતું હોય છે. આવા પદાર્થને કેટલીકવાર સ્પાઇડરવેબ મેટ્રિક્સ તરીકે વર્ણવામાં આવે છે પણ તેનું મૂલ્ય દક્ષિણપશ્ચિમ સંયુક્ત રાજ્યો અને દૂરના પૂર્વીય રાષ્ટ્રોમાં વધુ જોવા મળે છે પણ તેને નજીકના પૂર્વીય રાષ્ટ્રોમાં એટલું પસંદ નથી કરવામાં આવતું, અહીં કોઇ પણ ડાઘ અને રેખા ન હોય તેવા પથ્થરને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જોકે એક સમાન રંગ અને મઠારેલા ટુકડાઓની ગુણવત્તાનો આધાર માટે કારીગરની કામ કરવાની ગુણવત્તા પણ એટલી જ મહત્વપૂર્ણ છે, અને તેમાં પૉલિશની ગુણવત્તા અને પથ્થરની સપ્રમાણતા પણ જોડાયેલી છે. પ્રમાણબદ્ધ પથ્થરો કે જે માનક ઝવેરાતના માપદંડના ચોકઠાને ટેકો પૂરો પાડતા હોય તેની પણ ખૂબ માંગ હોય છે. પરવાળા અને તેના જેવા અન્ય અપારદર્શક રત્નોની જેમ પીરોજની કિંમત તેના વજનને બદલે મીલીમીટર પ્રમાણેના ભૌતિક કદ મુજબ માપવામાં આવે છે.
પીરોજ પર વિવિધ રીતે પ્રક્રિયા કરવામાં આવે છે, જેમાંની કેટલીક વધુ કાયમી અને પ્રાથમિક હોય છે. જોકે પીરોજ પર આવી પ્રક્રિયાઓ કરવી જોઇએ કે નહીં તે વાત પર હંમેશા વિવાદ રહ્યો છે, પણ સાર્વત્રિક રીતે તેમાં થોડા કે વધુ પ્રમાણમાં છૂટછાટ લેવામાં આવે છે: થોડા પ્રમાણ માં મીણ કે ઓયલીંગથી પીરોજનો રંગ અને ચળકાટમાં વધારો થાય છે, જો ઊંચા ગુણવત્તાવાળા પીરોજ હશે તો તે ખુબ જ ઓછી માત્રામાં મીણ કે તેલને ચૂસશે અને આવા પીરોજ માટે આવી કાયમી પદ્ધતિઓ પર આધાર રાખવાની જરૂર નહી પડે. કોઇ પણ પ્રક્રિયા ન કરી હોય તેવા પીરોજનું મૂલ્ય હંમેશા વધારે હોય છે. જોડીને કે પુનરચનાવાળા પદાર્થની કિંમત ઓછી હોય છે.
પીરોજ એક ફૉસ્ફેટ ખનિજ છે, જે સ્વાભાવિક રીતે નમણો અને દ્રાવકોથી સંવેદનશીલ પદાર્થ છે પર્ફ્યૂમ અને અન્ય સૌંદર્ય પ્રસાધનો પીરોજના રંગને ઝાંખો કે બદલી શકે છે, અને આ વાત મોટાભાગની વ્યાપારિક રીતે ઝવેરાતને સાફ કરવાના પ્રવાહીઓ પર પણ લાગે છે. સૂર્ય પ્રકાશ સાથે લાંબો સમય સંપર્કમાં રહેવાના કારણે પીરોજ સૂકાઇ જાય છે કે તેનો રંગ બદલાઇ જાય છે. આથી પીરોજના ઝવેરાતોની સંભાળ લેવી જરૂરી છે: હેર સ્પ્રે અને સનસ્ક્રીન જેવા સૌંદર્યપ્રસાધનોનો ઉપયોગ આવા ઝવેરાતોને પહેરવાના પહેલા કરવો જોઇએ. અને સમુદ્રતટ અને અન્ય સૂર્ય સ્નાન જેવા વાતાવરણના સમયે તેને ન પહેરવો જોઇએ. તેના ઉપયોગ બાદ, પીરોજને હળવે હાથે સુંવાળા કપડાથી સાફ કરી તેને પોતાના પાત્રની અંદર મૂકવો જોઇએ જેથી અન્ય સખત રત્નો તેના પર કોઇ ઉઝરડા ના પાડી શકે. પીરોજને હવાચુસ્ત પાત્રમાં રાખવાથી પણ તેની પર પ્રતિકૂળ અસર થઇ શકે છે.
નોંધ
[ફેરફાર કરો]- ↑ Hurlbut, Cornelius S.; Klein, Cornelis, 1985, Manual of Mineralogy, 20th ed., John Wiley and Sons, New York ISBN 0-471-80580-7
- ↑ "Turquoise:turquoise mineral information and data". mindat.org. મેળવેલ 2006-10-04.
- ↑ http://rruff.geo.arizona.edu/doclib/hom/turquoise.pdf Handbook of Mineralogy
- ↑ http://books.google.com/books?id=-46X8VXHA_UC&pg=PA419&dq=turquoise+stone+central+asia&ei=I9mzS5alH5HwzAS7n5iNDA&hl=tr&cd=1#v=onepage&q=turquoise%20stone%20central%20asia&f=false
- ↑ મીનરલ ઓફ નેવાડા - નેવાડા બ્યુરો ઓફ માઇન સ્પેશિયલ પબ. 31 કાગળો 78-81; 443-445
- ↑ "Turquoise Crystal Localities". Element 51. મેળવેલ 2006-09-23.
- ↑ ૭.૦ ૭.૧ ""Turquoise – The Gemstone of Tibet ", Article by Gemmologist Martin Watson". મૂળ માંથી 2007-03-19 પર સંગ્રહિત. મેળવેલ 2007-06-01.
- ↑ "China Exhibition". Washington D.C.: National Gallery of Art. 1999. મૂળ માંથી 2006-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2006-09-23.
- ↑ "U.S. Geological Survey article on Turquoise". મેળવેલ 2007-06-01.
- ↑ ""Turquoise", Article by Journalist Joseph A. Harriss". મૂળ માંથી 2005-04-22 પર સંગ્રહિત. મેળવેલ 2007-06-01.
- ↑ પ્યુરીસ્ટ સીટસન
સંદર્ભો
[ફેરફાર કરો]- બ્રિટિશ સંગ્રહાલય (2000). એટ્ઝેક ટર્કોઇઝ મોસીક . નવેમ્બર 15, 2004 ના રોજ ફરથી પ્રદર્શિત કરવામાં આવી www.thebritishmuseum.ac.uk દ્વારા
- ડીટ્રીચ, આર. વી. (2004). ટર્કોઇઝ . રીટ્રાઇવ નવેમ્બર 20, 2004 ફ્રોમ www.cst.cmich.edu/users/dietr1rv/turquoise.htm
- પર્શિયન ટર્કોઇઝ માઇન [૧] સંગ્રહિત ૨૦૧૯-૦૬-૨૬ ના રોજ વેબેક મશિન
- હર્લબુટ, કોર્નીલીસ એસ.; કેલીન, કોર્નેલીસ, 1985, મેન્યૂઅલ ઓફ માઇનરોલોજી , 20th ed., જોહ્ન વીલી એન્ડ સન્સ, ન્યૂયોર્ક આઇએસબીએન 0-471-80580-7
- કિંગ, આર.જે (2002) ટર્કોઇઝ . જીઓલોજી ટુડે 18 (3), pp. 110–114. રીટ્રાઇવ નવેમ્બર 24, 2004, ફોમ: full
- પોગુર જી.ઇ. (1915). ધ ટર્કોઇઝ: અ સ્ટડી ઓફ ઇટ્ઝ હિસ્ટ્રી, માઇનોલોજી, જીઓલોજી, એથોલોજી, આર્કીઓલોજી, મેથોલોજી, ફોલ્કોર, એન્ડ ટેકનોલોજી . નેશનલ એકેડમી ઓફ સાયન્સ, ધ રીઓ ગ્રાન્ડ પ્રેસ, ગ્લોરીટા, ન્યૂ મેક્સિકો. આઇએસબીએન 81-7304-025-7
- સચડ્લ્ટ, એચ. (1996). ગોલ્ડસ્મીથના આર્ટ: 5000 યર્સ ઓફ જેવલરી અને હોલોવેર . અર્મોલ્ડચે આર્ટ પબ્લિશર, શુટગર્ટ, ન્યૂયોર્ક. આઇએસબીએન 1-56025-858-6
- સુચમન, ડબલ્યુ. (2000). ગ્રામસ્ટોન ઓફ ધ વર્લ્ડ , ફરીથી પ્રકાશિત કરેલ પ્રકાશન. સ્ટીરલીંગ પબ્લીશીંગ. આઇએસબીએન 0-907061-05-0
- યુએસજીએસ (2002). ટર્કોઇઝ . ઓન ઓવરવ્યૂ ઓફ પ્રોડક્શન ઓફ સ્પેસિફિક યુ.એસ. ગ્રામસ્ટોન . યુ.એસ. બ્યુરો ઓફ માઇન સ્પેશઅલ પબ્લિકેશન 14-19. રીટ્રાઇવ નવેમ્બર 15, 2004 from http://minerals.usgs.gov/minerals/pubs/commodity/gemstones/sp14-95/turquoise.html
- વેબસ્ટર, આર. (2000). જેમ્સ: ધેર સોર્સિસ, ડિસક્રિપશન સોર્સ ધેર સોર્સ, ડિક્રિપશન એન્ડ આઇડેન્ટીફિકેશન (5th ed.), pp. 254–263. બટરવર્થ-હેનેમન્ન ગ્રેટ બ્રિટન. આઇએસબીએન 0-7506-1674-1