લખાણ પર જાઓ

પી. ખરસાણી

વિકિપીડિયામાંથી
પ્રાણલાલ ખરસાણી
જન્મની વિગત (1926-06-19) 19 June 1926 (ઉંમર 97)
ભાટવાડા, કલોલ, ગાંધીનગર
મૃત્યુ20 May 2016(2016-05-20) (ઉંમર 89)
વ્યવસાયચલચિત્ર અભિનેતા અને રંગભૂમિ કલાકાર

પી. ખરસાણી (૧૯જૂન ૧૯૨૬ – ૨૦ મે ૨૦૧૬) એ જાણીતા ગુજરાતી ચલચિત્ર અભિનેતા અને રંગભૂમિ કલાકાર હતા. તેમણે હાસ્ય અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણાં ચલચિત્રોમાં અભિનય કર્યો છે.

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ કલોલના ભાટવાડા ગામમાં ૧૯ જૂન ૧૯૨૬ના રોજ થયો હતો.[૧][૨] તેમનું પૂરું નામ પ્રાણલાલ દેવજીભાઈ ખરસાણી હતું.[૩] તેઓ મુખ્યત્વે હાસ્ય ભૂમિકાઓ માટે જાણીતા હતા. આ ઉપરાંત તેમણે કેટલાક ચરિત્રપાત્રો પણ ભજવ્યા હતા. તેઓ ૧૯૫૮ થી ૨૦૦૮ સુધી અને થિયેટરમાં ૬૦ વર્ષ સુધી ફિલ્મોમાં સક્રિય રહ્યા હતા.[૧] તેમણે લગભગ સો જેટલી ગુજરાતી ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલો ઉપરાંત ૭૫ થી વધુ નાટકોમાં અભિનય કર્યો હતો.[૨][૪] આ ઉપરાંત તેમણે કેટલાંક નાટકોનું લેખન અને દિગ્દર્શન પણ કર્યું હતુ.[૫][૬]

તેમના સંસ્મરણો પી. ખરસાણી નો વેશ જૂન ૨૦૧૫માં પ્રકાશિત થયા હતા.[૪][૬][૭]

૯૧ વર્ષની જૈફ વયે એમનું અવસાન અમદાવાદ ખાતે ૨૦ મે ૨૦૧૬ના રોજ થયું હતું.[૩]

સન્માન[ફેરફાર કરો]

ખરસાણીને અનેક પુરસ્કારો અને સન્માનો મળ્યા હતા.[૪] તેમને ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી સતત ત્રણ વર્ષ સુધી મુંબઈ સરકાર તરફથી શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ, ૧૯૮૯માં ગુજરાત રાજ્ય સરકાર તરફથી ગૌરવ પુરસ્કાર, ૧૯૯૬માં પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ, ૧૯૯૭માં ગુજરાત ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી એવોર્ડ આપવામાં આવ્યો હતો. ૨૦૧૩માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. અસ્મિતા પર્વ દરમિયાન મોરારીબાપુના હસ્તે નટરાજ પુરસ્કાર એનાયત થયો હતો.[૬][૮]

નાટકો[ફેરફાર કરો]

પત્તાની જોડ, મળેલા જીવ, પડદા પાછળ, હું કાંઈક કરી બેસીશ, માફ કરજો આ નાટક નહીં થાય, અખિલ બ્રહ્માંડમાં એક સ્ત્રી તું ખરી, પાંચ મિનિટની પરણેતર, રણછોડે રણ છોડ્યું, રાજાને ગમે તે રાણી, માતાનો મોરચો સહિતના અનેક નાટકોમાં તેમણે કામ કર્યું હતું.

ચલચિત્રો[ફેરફાર કરો]

લાખો ફૂલાણી, ગોરલ ગરાસણી, નારી તું નારાયણી, નર્મદાને કાંઠે, પત્તાંની જોડ, ભાથીજી મહારાજ, મેના ગુર્જરી, નસીબની બલિહારી, પ્રીત પાંગરે ચોરી ચોરી, માડી જાયાનું મામેરુ, હાલો ભેરુ અમેરિકા જેવી ૧૦૦ ચલચિત્રોમાં તેમણે અભિનય કર્યો હતો.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "હરતી ફરતી કલાની યુનિવર્સિટી સમાન પી. ખરસાણીનું નિધન". NavGujarat Samay. 20 May 2016. મૂળ માંથી 22 મે 2016 પર સંગ્રહિત. મેળવેલ 22 May 2016. CS1 maint: discouraged parameter (link)
  2. ૨.૦ ૨.૧ "લોકપ્રિય ગુજરાતી કલાકાર પી. ખરસાણીનું નિધન, જાણો તેમની 10 અજાણી વાતો". Sandesh. 20 May 2016. મૂળ માંથી 24 જૂન 2016 પર સંગ્રહિત. મેળવેલ 20 May 2016.
  3. ૩.૦ ૩.૧ "ગુજરાતી ફિલ્મોના હાસ્ય કલાકાર પી. ખરસાણીનું 91 વર્ષની વયે નિધન". ચિત્રલેખા. ૨૦ મે ૨૦૧૬. મૂળ માંથી 2016-05-23 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ મે ૨૦૧૬.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ "Veteran Gujarati actor P Kharsani passes away". The Times of India. 21 May 2016. મેળવેલ 22 May 2016. CS1 maint: discouraged parameter (link)
  5. Gujarat (India) (1984). Gujarat State Gazetteers: Ahmadabad District Gazetteer. Directorate of Government Print., Stationery and Publications, Gujarat State. પૃષ્ઠ 771.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ "Gujarati Film star P Kharsani Pass away". Sambhaav News. 20 May 2016. મૂળ માંથી 4 જૂન 2016 પર સંગ્રહિત. મેળવેલ 22 May 2016. CS1 maint: discouraged parameter (link)
  7. "પી. ખરસાણી પર કચ્છમાં બનશે ડોક્યુમેન્ટરી". Kutchmitra. 21 May 2016. મૂળ માંથી 6 ઑગસ્ટ 2016 પર સંગ્રહિત. મેળવેલ 22 May 2016. Check date values in: |archive-date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  8. "Morari Bapu to fete Pak singer Ghulam Ali". The Times of India. 14 April 2016. મેળવેલ 22 May 2016. CS1 maint: discouraged parameter (link)