પેથાપુર રજવાડું

વિકિપીડિયામાંથી
પેથાપુર રજવાડું
રજવાડું of બ્રિટિશરાજ
૧૩મી સદી–૧૯૪૦
વિસ્તાર 
• ૧૯૦૧
29 km2 (11 sq mi)
વસ્તી 
• ૧૯૦૧
5616
ઇતિહાસ 
• સ્થાપના
૧૩મી સદી
• વડોદરા રજવાડા સાથે જોડાણ
૧૯૪૦
પછી
વડોદરા રજવાડું

પેથાપુર રજવાડું એ ભારતમાં બ્રિટીશરાજ દરમ્યાન બોમ્બે પ્રેસિડેન્સીની મહીકાંઠા એજન્સી હેઠળ આવતું એક નાનું રજવાડું હતું.[૧] આ રજવાડું હાલના ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના ક્ષેત્રમાં આવેલું હતું.[૨] આ સ્થાન તેના બીબા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે.[૩]

ઇતિહાસ[ફેરફાર કરો]

૧૩મી સદીમાં, પેથાપુરના રાજા પેથાસિંહ શેરથા નગર પર રાજ કરતા હતા. પરમાર પેથાસિંહના મૃત્યુ પછી, પાટણની ગુજરાત સલ્તનત આ સ્થળનો યુદ્ધના મેદાન તરીકે ઉપયોગ કરતી હતી. સુલતાન અહેમદ શાહે તેના પાટનગરને પાટણથી નવા શહેરમાં ખસેડવાનું નક્કી કર્યું અને અમદાવાદની સ્થાપના કરી. ઈ.સ. ૧૯૬૦ માં, વિહરમાન મુંબઈ રાજ્યનું બે જુદા જુદા રાજ્યો, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન થયું. અમદાવાદ ગુજરાતની રાજધાની બન્યું. ત્યાર બાદ ભૂતકાળમાં પેથાપુર રાજ્યનો એક ભાગ રહેતી જમીન પર ગુજરાત રાજ્યની નવી રાજધાની બનાવવામાં આવી.[૪]

આ રજવાડામાં રાજપૂતના વાઘેલા રાજવંશનું શાસન હતું.[૫] ૧ ફેબ્રુઆરી ૧૯૪૦ ના દિવસે પેથાપુર રાજ્ય ૧૯૪૦ની જોડાણ યોજના સ્વીકારી વડોદરા રજવાડામાં વિલિન થનાર પ્રથમ રજવાડું બન્યું.[૬] આ રજવાડાના છેલ્લા શાસક ફતેહસિંહ હતા, તેમનો જન્મ ૩ ઑક્ટોબર ૧૮૯૫ ના દિવસે થયો હતો. તેમણે ભારતને સ્વતંત્રતા મળી ત્યાં સુધી અહીં શાસન કર્યું, ૧ મે ૧૯૪૯ના દિવસે વડોદરાએ ભારતમાં જોડાવવાનો નિર્ણય કર્યો તે સાથે આ રજવાડું પણ ભારત દેશમાં વિલિન થઈ ગયું.[૭]

શાસકો[ફેરફાર કરો]

પેથાપુર રાજ્યના શાસકોને બાપુ અથવા ઠાકુર તરીકે સંબોધવામાં આવતા. [૮]

 • સૈકો. ૧૬૫૦ -. . . . - પુંજસિંહ
 • સૈકો. ૧૭૦૦ -. . . . - રણછોડસિંહ (પુત્ર)
 • ૧૭૦૦ થી ૧૮૦૦ - (અનુગામીઓની અજ્ઞાત સંખ્યા)
 • ૧૮૦૦ – પછી. . . . - અદેસિંહ
 • .... - ૧૮૬૧ - ભવાનસિંહ
 • ૧૮૬૧ - ૧૮૭૯ - હિંમતસિંહ (પુત્ર)
 • ૧૮૭૯ - ૧૮૯૬ - ગંભીર સિંહ (પુત્ર)
 • ૧૮૯૬ - ૧૯૪૮ - શ્રી ફતેહસિંહ (પુત્ર)

સંદર્ભ[ફેરફાર કરો]

 1. Imperial Gazetteer of India, v. 20, p. 127.
 2. Pethapur S.O Post Office – Gandhinagar, Gujarat
 3. Block Making at Pethapur Village
 4. Census of India, 2001: District census handbook. A & B. Village & town directory; Village panchayat & townwise primary census abstract v.1-25 in 28 v. [1]. Ahmadabad (2 pts.) (અંગ્રેજીમાં). Controller of Publications. 2004.
 5. Census of India, 1991: Gandhinagar [7] Jamnagar (અંગ્રેજીમાં). Government Photo Litho Press. 1993.
 6. McLeod, John; Sovereignty, power, control: politics in the States of Western India, 1916–1947; Leiden u.a. 1999; ISBN 90-04-11343-6; p. 160
 7. Steinberg, S. (2016-12-28). The Statesman's Year-Book: Statistical and Historical Annual of the States of the World for the Year 1949 (અંગ્રેજીમાં). Springer. ISBN 978-0-230-27078-7.
 8. "The Making of the Genealogy of the Jhallesvars: Interpreting Dynastic History in Western India". www.researchgate.net. 2020-11-23. મેળવેલ 2020-11-23.