પ્રબલગઢ

વિકિપીડિયામાંથી
પ્રબલગઢ
મહારાષ્ટ્રનો ભાગ
રાયગડ જિલ્લો, મહારાષ્ટ્ર
Prabal machi.jpg
કલાવંતી અને પ્રબલગઢ
પ્રબલગઢ is located in ભારત
પ્રબલગઢ
પ્રબલગઢ
પ્રબલગઢ is located in મહારાષ્ટ્ર
પ્રબલગઢ
પ્રબલગઢ
અક્ષાંશ-રેખાંશ18°58′24″N 73°13′27″E / 18.97333°N 73.22417°E / 18.97333; 73.22417
પ્રકારપહાડી કિલ્લો
ઊંચાઈ૭૦૦ મીટર
સ્થળની માહિતી
આધિપત્ય ભારત ભારત સરકાર
નિયંત્રણFlag of the Maratha Empire.svg મરાઠા સામ્રાજ્ય (૧૬૫૭)
ભારત ભારત સરકાર (૧૯૪૭-)
જાહેરજનતા માટે ખૂલ્લુંહા

પ્રબલગઢ (જે મુરાંજન, પ્રધાનગઢ અથવા પ્રબલમાચી તરીકે પણ ઓળખાય છે‌‌‌‌‌‌) માથેરાન અને પનવેલ વચ્ચે મહારાષ્ટ્રના રાયગડ જિલ્લામાં આવેલો કિલ્લો છે.

પ્રબલગઢ કિલ્લો ૨,૩૦૦ ફીટ ‍‍‍(૭૦૦ મીટર)ની ઊંચાઇ પર પશ્ચિમ ઘાટમાં સ્થિત છે. આ કિલ્લો છત્રપતિ શિવાજી મહારાજ વડે કબ્જે કરાયો ત્યાં સુધી મુરાંજન તરીકે ઓળખાતો હતો અને ત્યાર પછી મરાઠાઓ દ્વારા પ્રબલગઢ તરીકે નામકરણ કરાયો હતો[૧] ઇશાર્દગઢનો કિલ્લો તેનો જોડિયો કિલ્લો છે.[૨] પ્રબલગઢની બાજુમાં ઉત્તરે કલાવંતીનો સીધા ચઢાણ ધરાવતો કિલ્લો આવેલો છે.

ભૂગોળ[ફેરફાર કરો]

કલાવંતી દુર્ગ/કિલ્લો

પ્રબલગઢ માથેરાન અને પનવેલની વચ્ચે પ્રબલ ઉચ્ચ પ્રદેશમાં આવેલો છે અને મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઇવે પરથી સરળતાથી જોઇ શકાય છે. ઉલ્હાસ નદી કિલ્લાની દક્ષિણ બાજુથી પસાર થાય છે અને ગઢી નદી તેની પશ્ચિમમાંથી વહે છે.

ચંદેરી અને પેબ કિલ્લાઓ પશ્ચિમમાં આવેલા છે. દક્ષિણમાં માણિકગઢ અને ઉત્તરમાં કર્નાલા કિલ્લો આવેલો છે.

કલાવંતી (કલાવતી અથવા કલાવંતીનીચા સુલ્કા‌ તરીકે પણ જાણીતો‌‌) ૬૮૫ મીટર ઊંચો શિખર કિલ્લો પ્રબલ ઉચ્ચપ્રદેશના ઉત્તરી કિનારા પર માચી અને વાજેપુર ગામ નજીક આવેલો છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Kamal Shrikrishna Gokhale. Chhatrapati Sambhaji. Navakamal Publications.
  2. Gunaji, Milind (2010). Offbeat Tracks in Maharashtra. Popular Prakashan. પૃષ્ઠ 50–52. ISBN 9788179915783.
  3. Harish Kapadia (1 March 2004). Trek the Sahyadris. Indus Publishing. પૃષ્ઠ 57–58. ISBN 978-81-7387-151-1.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]