પ્રવરા નદી

વિકિપીડિયામાંથી
પ્રવરા
નદી
પ્રવરા નદી પરનો ધોધ
દેશ ભારત
રાજ્ય મહારાષ્ટ્ર
જિલ્લો અહેમદનગર
ઉપનદીઓ
 - ડાબે વાકી નદી, મ્હાળુંગી નદી
 - જમણે મુલા નદી
શહેરો સંગમનેર, નેવાસા
સ્થળ સીમાચિહ્નો ભંડારદારા
સ્ત્રોત પશ્ચિમ ઘાટ
 - ઉંચાઇ ૭૫૦ m (૨,૪૬૧ ft)
 - અક્ષાંસ-રેખાંશ
મુખ ગોદાવરી નદી
 - સ્થાન પ્રવરા સંગમ, અહમદનગર, નાહિક, મહારાષ્ટ્ર, ભારત
 - ઉંચાઇ ૫૩૧ m (૧,૭૪૨ ft)
 - અક્ષાંસ-રેખાંશ
લંબાઈ ૨૦૮ km (૧૨૯ mi)
Basin ૬,૫૩૭ km2 (૨,૫૨૪ sq mi)

પ્રવરા નદી મહારાષ્ટ્રરાજ્યના અહમદનગર જિલ્લામાંથી પસાર થતી એક નદી છે. આ નદીમાં મુળા, આઢળા, મ્હાળુંગી જેવી ઉપનદીઓ મળે છે અને આ નદી આગળ જતાં ગોદાવરી નદીમાં ભળી જાય છે.

પ્રવરા નદીના કિનારા પર અકોલા, સંગમનેર, કોલ્હાર, નેવાસા વગેરે મુખ્ય ગામો વસેલા છે. આ નદીનો ઉદ્ગમ રતનવાડી ગામ પાસેથી થઈ પ્રવરાસંગમ પાસેથી વહીને ગોદાવરી નદીમાં ભળી જાય છે. પ્રવરા નદીના પ્રવાહને ભંડારદરા બંધ પાસેથી ઓઝર સુધી નહેર (કેનાલ) ગણવામાં આવે છે. આ નદીમાંથી અલગ અલગ કાંઠેથી બે નહેરો નીકળે છે.

નહેરો[ફેરફાર કરો]

નહેરનું નામ ડાબા કાંઠા નહેર જમણા કાંઠા નહેર
લંબાઈ (કિ.મી.) ૭૭ ૪૫
ક્ષમતા (ઘન આઇ/સેકન્ડ) ૨૬.૩૬ ૬.૮૨
પિયત વિસ્તાર (હેકટર) ૫૯૬૨૫ ૨૯૮૬૬
પિયત વિસ્તારમાં ખેતીની જમીન (હેકટર) ૪૦૦૯૦ ૨૩૬૫૦

બંધ[ફેરફાર કરો]

પ્રવરા નદી પર ભંડારદરા બંધ અને નિળવંડે બંધ એમ બે સિંચાઈ યોજનાઓ કાર્યરત છે.