પ્રહલાદ બ્રહ્મભટ્ટ

વિકિપીડિયામાંથી
પ્રહલાદ બ્રહ્મભટ્ટ
જન્મ(1908-08-22)22 August 1908
અમદાવાદ, ગુજરાત, બ્રિટીશ ભારત
મૃત્યુ15 December 1997(1997-12-15) (ઉંમર 89)
અમદાવાદ
વ્યવસાય
  • નવલકથાકાર
  • ટૂંકી વાર્તા લેખક
  • જીવનચરિત્રકાર
  • પત્રકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય

પ્રહલાદ દામોદરદાસ બ્રહ્મભટ્ટ (૨૨ ઓગસ્ટ ૧૯૦૮ – ૧૫ ડિસેમ્બર ૧૯૯૭) ગુજરાતી ભાષાના નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, જીવનચરિત્રકાર અને પત્રકાર હતા, જેઓ તેમની સામાજિક નવલકથાઓ માટે જાણીતા હતા. તેમણે ૯૦થી વધુ નવલકથાઓ લખી હતી, જેમાંથી કેટલીક નવલકથાઓ પરથી ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

જીવન[ફેરફાર કરો]

પ્રહલાદ બ્રહ્મભટ્ટનો જન્મ ૨૨ ઓગસ્ટ ૧૯૦૮ના રોજ અમદાવાદ ખાતે થયો હતો.[૧] તેમણે સંદેશ અખબારમાં પત્રકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી, અને ત્યાર બાદ 'સેવક' સામયિકમાં સંપાદક તરીકે અને જનસત્તા દૈનિકમાં સહ-સંપાદક તરીકે જોડાયા હતા.[૨] તેમનું અવસાન ૧૫ ડિસેમ્બર ૧૯૯૭ના રોજ અમદાવાદમાં થયું હતું.[૨]

સર્જન[ફેરફાર કરો]

પ્રહલાદ બ્રહ્મભટ્ટે ૯૦થી વધુ નવલકથાઓ લખી હતી. તેમની કેટલીક નવલકથાઓ પરથી ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.[૧] તેમની નોંધપાત્ર નવલકથાઓમાં 'અધૂરી પ્રીત', 'તૃષા અને તૃપ્તિ' (૯૬૧), 'માટીના માનવી' (૧૯૬૨), 'એક પંથ : બે પ્રવાસી' (૧૯૬૩), 'મોભે બાંધ્યાં વેર' (૧૯૭૦), 'ઝેરના પારખા' (૧૯૭૬), 'રેતીનું ઘર' (૧૯૭૯), 'તૂટેલા કાચનો ટુકડો' (૧૯૮૫), 'મનના બંધ કમાડ' (૧૯૮૮)નો સમાવેશ થાય છે. તેમની નવલકથા 'તૃષા અને તૃપ્તિ' તેની આત્મકથાત્મક શૈલી અને પાત્રાલેખન માટે જાણીતી છે.[૨][૩]

તેમની ટૂંકી વાર્તાઓ 'ઉમા' (૧૯૩૮), 'અધૂરા ફેરા' (૧૯૪૬) અને 'જિંદગીના રુખ' (૧૯૬૪) શીર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવી છે.[૩] તેમણે અનેક જીવનચરિત્રો લખ્યા હતા, જેમાં નોંધપાત્ર એવા ભગતસિંહ પર આધારિત 'લાહોરનો શહીદ ભગતસિંહ', સુભાષચંદ્ર બોઝ પર આધારિત 'નેતાજી' અને બોઝના સહયોગીઓ પર આધારિત 'નેતાજીના સાથીદારો'નો સમાવેશ થાય છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Dutt, K.C. (1999). Who's who of Indian Writers, 1999: A-M. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 194. ISBN 978-81-260-0873-5.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ દવે, રમેશ ર., સંપાદક (2021). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ: ગાંધીયુગીન-અનુગાંધીયુગીન ગદ્યસર્જકો (1895-1935). VI. ચીમનલાલ ત્રિવેદી; પ્રારૂલ કંદર્પ દેસાઈ (પુનઃમુદ્રણ આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ 158. OCLC 52268627.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ટોપીવાળા, ચંદ્રકાન્ત; સોની, રમણ; દવે, રમેશ ર., સંપાદકો (1990). ગુજરાતી સાહિત્ય કોશ : અર્વાચીનકાળ. II. અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ 527. OCLC 26636333.