પ્રીતિ અદાણી
પ્રીતિ ગૌતમ અદાણી | |
---|---|
જન્મની વિગત | ૧૯૬૫ મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત |
શિક્ષણ | બી.ડી.એસ. |
શિક્ષણ સંસ્થા | ગવર્નમેંટ ડેન્ટલ કૉલેજ, અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી |
વ્યવસાય |
|
પદ | ચેરપર્સન, અદાણી ફાઉન્ડેશન |
જીવનસાથી | ગૌતમ અદાણી |
સંતાનો | કરણ અદાણી, જીત અદાણી (પુત્રો) |
સંબંધીઓ | પરિધી અદાણી (પુત્રવધુ) પ્રણવ અદાણી (ભાણિયો) |
પ્રીતિ ગૌતમ અદાણી (જન્મ: ૧૯૬૫) એક ભારતીય દાનવીર અને અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા છે.[૧] [૨] તેઓ ગુજરાત રાજ્યના અગ્રણી મહિલા શિક્ષણશાસ્ત્રીઓમાંના એક છે.[૩]
પ્રારંભિક જીવન અને શિક્ષણ
[ફેરફાર કરો]પ્રીતિ અદાણીનો જન્મ ૧૯૬૫માં મુંબઈમાં એક ગુજરાતી કુટુંબમાં થયો હતો. તેમણે ગવર્નમેંટ ડેન્ટલ કૉલેજ, અમદાવાદમાંથી ડેન્ટલ સર્જરીમાં (દંત ચિકિત્સા) સ્નાતકની પદવી મેળવી.[૪] તેમણે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સાથે લગ્ન કર્યા છે.
કારકિર્દી
[ફેરફાર કરો]કારકિર્દીના પ્રારંભિક દિવસો દરમિયાન, તેમણે દંત ચિકિત્સક તરીકે વ્યવસાયની શરૂઆત કરી હતી. વર્ષ ૧૯૯૬માં, તેમને અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ઈ. સ. ૨૦૦૧ માં, ભૂજ ભૂકંપ પછી, તેમણે મુન્દ્રામાં અદાણી ડી.એ.વી. શાળા શરૂ કરી. પછીથી શાળાનું નામ બદલીને અદાણી પબ્લિક સ્કૂલ રાખવામાં આવ્યું. જૂન ૨૦૦૯ માં, તેમણે અને તેમના પતિએ ભદ્રેસર (મુન્દ્રા નજીક) અને અમદાવાદમાં અદાણી વિદ્યા મંદિરની સ્થાપના કરી.[૫] અદાણી વિદ્યા મંદિર વંચિત બાળકોને મફત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપે છે.[૬] તેમના નેતૃત્વમાં, અદાણી જૂથનું ૨૦૧૮-૧૯નું સી.એસ.આર. બજેટ એક વર્ષમાં રૂ. ૯૫ કરોડથી વધીને ૧૨૮ કરોડ રૂપિયા થયું.[૭] [૮]
પુરસ્કારો
[ફેરફાર કરો]- એફ. આઈ. સી. સી. આઈ. - ફ્લો મહિલા દાનવીર એવોર્ડ (૨૦૧૦–૧૧).[૯]
- ગુજરાત લો સોસાયટી યુનિવર્સિટી દ્વારા માનદ ડોક્ટરેટ પદવી.[૧૦]
અંગત જીવન
[ફેરફાર કરો]પ્રીતિ અદાણીએ અદાણી ગ્રુપના વર્તમાન ચેરમેન ગૌતમ અદાણી સાથે લગ્ન કર્યા છે.[૧૧] તેમને બે પુત્રો છે - કરણ અદાણી[૧૨] અને જીત અદાણી.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Adani Vidya Mandirs win Samagra Shiksha awards". The Times of India (અંગ્રેજીમાં). February 21, 2020. મેળવેલ 2021-03-08.
- ↑ "Leading by example". Ahmedabad Mirror (અંગ્રેજીમાં). August 22, 2019. મેળવેલ 2021-03-08.
- ↑ "A few good women". The Financial Express (અંગ્રેજીમાં). 2010-11-01. મેળવેલ 2021-03-08.
- ↑ Kohli, Namrata (2019-03-13). "A business can only thrive if it is sensitive to its society: Priti Adani". Business Standard India. મેળવેલ 2021-03-08.
- ↑ "Goodness at the grassroots: Dr Priti G Adani explains how Adani Foundation is changing lives". Free Press Journal (અંગ્રેજીમાં). મેળવેલ 2021-03-08.
- ↑ Ranjan, Abhinav (2017-05-08). "This Ahmedabad school offers free education to poor children". www.indiatvnews.com (અંગ્રેજીમાં). મેળવેલ 2021-03-08.
- ↑ "Our projects aligned with nation-building: Priti Adani". Business Standard India. Press Trust of India. 2019-09-10. મેળવેલ 2021-03-08.
- ↑ "Our projects aligned with nation-building Priti Adani". The Week (અંગ્રેજીમાં). મેળવેલ 2021-03-08.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Women Philanthropist Awards 2010-11, FICCI" (PDF). Federation of Indian Chambers of Commerce & Industry. મેળવેલ 8 March 2021.
- ↑ "Dr. Priti Adani receives Doctorate for her contribution to CSR". Outlook India. મેળવેલ 2021-03-08.
- ↑ "Ratio of working women in India lower than in Afghanistan, Bangladesh: Priti Adani". The Indian Express (અંગ્રેજીમાં). 2019-08-29. મેળવેલ 2021-03-08.
- ↑ Saxena, Aditi. "Adani household in celebration mode, Karan & Paridhi to become first-time parents". The Economic Times. મેળવેલ 2021-03-08.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- અદાણી ફાઉન્ડેશન પર પાનું સંગ્રહિત ૨૦૨૨-૦૬-૦૫ ના રોજ વેબેક મશિન