બનારસી દાસ

વિકિપીડિયામાંથી
બનારસી દાસ
૧૧મા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી
પદ પર
૨૮ ફેબ્રુઆરી ૧૯૭૯ – ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦
પુરોગામીરામ નરેશ યાદવ
અનુગામીરાષ્ટ્રપતિ શાસન
અંગત વિગતો
જન્મ(1912-07-18)18 July 1912
ઉતરાવલી, સંયુક્ત પ્રાંતો આગ્રા અને અવધ, બ્રિટીશ ભારત
મૃત્યુ3 August 1985(1985-08-03) (ઉંમર 73)
ભારત
રાજકીય પક્ષજનતા પક્ષ

બાબુ બનારસી દાસ (૮ જુલાઈ ૧૯૧૨ - ૩ ઓગસ્ટ ૧૯૮૫) તરીકે જાણીતા બનારસી દાસ ભારતીય રાજકારણી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. તેઓ જનતા પાર્ટીના ઉમેદવાર હતા.

કારકિર્દી[ફેરફાર કરો]

બનારસી દાસ એક સ્વાતંત્ર્ય સેનાની હતા. ભારતની આઝાદીની લડત દરમિયાન તેઓ ઘણી વખત જેલમાં ગયા હતા. તેઓ ૧૯૭૭માં ઉત્તર પ્રદેશ વિધાનસભામાં હાપુડ અથવા ખુર્જાથી જનતા પાર્ટીના સભ્ય તરીકે બંને બેઠકો પર ચૂંટાયા હતા.[૧] તેઓ ૨૮ ફેબ્રુઆરી ૧૯૭૯ થી ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦ સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. જ્યારે જનતા પક્ષનું વિભાજન થયું ત્યારે તેઓ ચરણસિંહના જૂથમાં જોડાયા હતા. તેઓ ૧૯૮૦ની વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા.[૨]

અંગત જીવન[ફેરફાર કરો]

બનારસી દાસનો જન્મ ઉત્તર પ્રદેશના બુલંદશહેરના ઉતરાવલીમાં થયો હતો. બનારસી દાસ પરિણીત હતા અને તેમને પાંચ પુત્રો અને પાંચ પુત્રીઓ હતી. તેમના બે પુત્રો તેમના પગલે રાજકારણના ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા. સૌથી મોટા પુત્ર હરેન્દ્ર અગ્રવાલ વિધાન પરિષદના ભૂતપૂર્વ સભ્ય હતા અને ભારતીય રાજકારણમાં સક્રિય છે. સૌથી નાના પુત્ર સ્વ. ડૉ. અખિલેશ દાસ ગુપ્તા[૩] રાજ્ય સભાના પૂર્વ સાંસદ અને બહુજન સમાજ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી હતા અને મનમોહન સિંહ સરકારમાં રાજ્યમંત્રી હતા.[૪]

વિરાસત[ફેરફાર કરો]

દાસને દર્શાવતી એક ભારતીય ટપાલ ટિકિટ ૨૦૧૩ માં બહાર પાડવામાં આવી હતી. લખનઉની બાબુ બનારસી દાસ યુનિવર્સિટી અને ઉત્તર પ્રદેશના બાબુ બનારસી દાસ ઇન્ડોર સ્ટેડિયમનું નામ તેમના માનમાં આપવામાં આવ્યું છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Uttar Pradesh Assembly Election Results in 1977".
  2. "Uttar Pradesh Assembly Election Results in 1980".
  3. Detailed Profile – Dr. Akhilesh Das Gupta – Members of Parliament (Rajya Sabha) – Who's Who – Government: National Portal of India સંગ્રહિત ૨૦૧૮-૧૧-૦૮ ના રોજ વેબેક મશિન. Archive.india.gov.in. Retrieved on 8 November 2018.
  4. Cong MP quits party, attacks Rahul `coterie`. Sify.com. Retrieved on 8 November 2018.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]