બુર્કીની લડાઈ

વિકિપીડિયામાંથી
બુર્કીની લડાઈ
૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધનો ભાગ નો ભાગ
તિથિ ૮-૧૧ સપ્ટેમ્બર ૧૯૬૫
સ્થાન બુર્કી, લાહોર, પાકિસ્તાન
31°2′52″N 74°5′6″E / 31.04778°N 74.08500°E / 31.04778; 74.08500Coordinates: 31°2′52″N 74°5′6″E / 31.04778°N 74.08500°E / 31.04778; 74.08500
પરિણામ ભારતનો નિર્ણાયક વિજય[૧]
યોદ્ધા
ભારત ભારત પાકિસ્તાન પાકિસ્તાન
સેનાનાયક
ભારત હર કૃષ્ણ સિબલ

ભારત અનંત સિંઘ

પાકિસ્તાન રાજા અઝીઝ ભટ્ટી   
શક્તિ/ક્ષમતા
૧ પાયદળ ડિવિઝન[૨][૩]

૧ બખ્તરીયા રેજિમેન્ટ

૧૫૦ રણગાડીઓ (૩ રેજિમેન્ટ)

૧૭મી પંજાબ રેજિમેન્ટની બે કંપની
૧૦ એફ-૮૬ સેબરજેટ

મૃત્યુ અને હાની
૪ રણગાડીઓ[૪] ૮૪ રણગાડીઓ[૪]


બર્કીની લડાઈ એ ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય પાયદળ અને પાકિસ્તાની બખ્તરીયા દળ વચ્ચે લડવામાં હતી. બુર્કીનું ગામ એ લાહોરની દક્ષિણ-પૂર્વ દિશામાં ભારતની સરહદ પાસે સ્થિત છે.[૫] તે લાહોર સાથે ઇચ્છોગિલ નહેર પરના પુલ વડે સડક માર્ગે જોડાયેલ છે. લડાઈ દરમિયાન બંને પક્ષો બળાબળની તુલનાએ સમાન હતા અને પાકિસ્તાની સૈન્ય નહેરની બંને તરફ ખાઇઓ, બંકરો અને અન્ય રક્ષણાત્મક આડમાં નિયુક્ત હતું જેની સાથે ભારતીય પાયદળ સંઘર્ષમાં ઉતર્યું હતું. પાકિસ્તાનીઓને મોટી સંખ્યામાં રણગાડીઓ અને લડાયક વિમાનોનો આધાર હતો. ૧૧ સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ બુર્કી કબ્જે કરવામાં સફળતા મળતાં ભારતનો નિર્ણાયક વિજય થયો.

પશ્ચાદભૂ[ફેરફાર કરો]

૧૫ ઓગષ્ટના રોજ ઓપરેશન જિબ્રાલ્ટર નિષ્ફળ જતાં તેની  અંતર્ગત ભારતની પુરવઠા હરોળને ખતમ કરવા દાખલ કરાયેલ ઘૂસણખોરો ઘેરાઈ જતાં તેમના પરથી દબાણ દૂર કરવા પાકિસ્તાનએ ૧૭ ઓગષ્ટના રોજ ઓપરેશન ગ્રાન્ડ સ્લામની શરુઆત કરી.[૬] તે સમયે ભારતે પાકિસ્તાનનું કાશ્મીર મોરચેથી ધ્યાન હટાવવા લાહોર તરફ હુમલો કરી અને બીજો મોરચો ખોલ્યો.[૬] આ મોરચા પર ભારતીય ભૂમિસેના ત્રણ માર્ગો પર આગળ વધી જેમાં અમૃતસર-લાહોર, ખાલરા-બુર્કી-લાહોર અને ખેમકરણ-કસુર માર્ગ સામેલ હતા.[૭]

ભારતીય બખ્તરીયા દળોની સહાય વડે ભારતીય પાયદળ વીજવેગે આગળ વધ્યું અને તૈયારી વિનાના પાકિસ્તાની દળોને લાહોરને ઘેરી  લેવાના લક્ષ્ય સાથે ઝડપથી પીછેહઠ કરવા મજબૂર કર્યા. આશ્ચર્યનો લાભ લઈ અને ભારતીય દળોએ ખાલરાથી બુર્કી થઈ અને લાહોર જતા માર્ગના વિસ્તારમાં મોટા હિસ્સા પર કબ્જો કરી લીધો. તે દરમિયાન પાકિસ્તાને તે વિસ્તારમાં રહેલ દળોને એકઠા કરી અને ગુમાવેલો વિસ્તાર પાછો મેળવવા ત્રણ દિશામાંથી વળતો હુમલો કર્યો. આમ, બુર્કીની લડાઈ ખાલરા-બુર્કી-લાહોર માર્ગ પર લડવામાં આવી.[૭]

પાકિસ્તાનનો મુખ્ય લક્ષ્યાંક તેમની બખ્તરીયા દળ અને પુરવઠા હરોળ પહોંચી વળે ત્યાં સુધીમાં ભારતીય પાયદળને પીછેહઠ કરવા મજબૂર કરવાનું હતું. લડાઈમાં અગાઉ ગુમાવેલો વિસ્તાર પાછો મેળવવાનું પણ લક્ષ્યાંક હતું. ભારતીય સેનાનું લક્ષ્ય બુર્કી ગામ પર કબ્જો કરી અને બખ્તરીયા દળો અને પુરવઠા હરોળ સહાય માટે પહોંચે ત્યાં સુધી તે જાળવી રાખવાનું હતું.

લડાઈ[ફેરફાર કરો]

ખાલરાથી ભારતે હુમલાની શરુઆત કરી અને જાહમાન નામના ગામ પાસે પાકિસ્તાની પ્રથમ ચોકી કબ્જે કરી. પાયદળનું નેતૃત્વ મેજર જનરલ હર કૃષ્ણ સિબલ અને બખ્તરિયા દળનું નેતૃત્વ લેફ્ટ કર્નલ અનંત સિંઘ કરી રહ્યા હતા. પાકિસ્તાની દળોએ બુર્કી સુધી પીછેહઠ કરી અને તેમણે માર્ગમાંના દરેક ગામમાં નાની પાકિસ્તાની ટુકડી તૈનાત કરી જેનું કાર્ય આગળ વધી રહેલ ભારતીય સેનાનો વિરોધ કરી અને તેને ધીમી પાડવાનું હતું.[૮] ૮ સપ્ટેમ્બરના રોજ જ પાકિસ્તાની સેનાએ ત્રણ દિશામાંથી વળતા હુમલાની શરુઆત કરી અને ભારતીય દળો પર તોપમારો કર્યો. તેના કારણે ભારતીય આગેકૂચ ધીમી પડી પણ અટકી નહિ. ત્યારબાદ પાકિસ્તાને તેની ૧લી બખ્તરીયા ડિવિઝન વડે વળતો હુમલો કર્યો. બુર્કી પાસે ભારતીય પાયદળ અને પાકિસ્તાની બખ્યરીયા દળ વચ્ચે લડાઈ થઈ અને ૧૦ સપ્ટેમ્બર સુધીમાં પાકિસ્તાને મોટી સંખ્યામાં રણગાડીઓ ગુમાવી હતી.

ભારતીય પાયદળ ૧૮મી અશ્ચદળ રેજિમેન્ટના આગમન સુધી પાકિસ્તાની બખ્તરિયા દળને રોકી રાખવામાં સફળ રહી હતી. ૧૦ સપ્ટેમ્બરના રોજ પાયદળે બખ્તરિયા રેજિમેન્ટની સહાયથી મુખ્ય હુમલાની શરુઆત કરી. પાકિસ્તાને મોટી સંખ્યામાં રણગાડી પ્રથમ બે દિવસમાં જ ગુમાવી હોવાથી બુર્કીનું રક્ષણ કરી રહેલ સૈનિકો પાસે નામમાત્રનો બખ્તરિયા દળનો ટેકો હતો.[૧] કેટલાક પાકિસ્તાની લડાયક વિમાનો પાકિસ્તાની દળોની સહાય માટે ઉપલબ્ધ હતાં. જોકે, પાયદળ સામે બોમ્બર વિમાનોના સ્થાને લડાયક વિમાનોનો ઉપયોગ અને બોમ્બ અને પ્રક્ષેપાત્રોના સ્થાને વિમાન પર મુકેલ મશીન ગનનો ઉપયોગ અસરકારક ન રહ્યો. વિમાનોની ઓછી સંખ્યા અને ખાઇ અને અન્ય રક્ષણાત્મક આડોની આસાન ઉપલબ્ધતાને કારણે હવાઈ હુમલાઓ જોઈતી અસર ન દાખવી શક્યા.[૧] તેના પરિણામે ભીષણ લડાઈના અંતે ભારતીય સેનાએ બુર્કી ગામને કબ્જે કર્યું અને સમગ્ર યુદ્ધ દરમિયાન તેને જાળવી રાખ્યું. [[ચિત્|thumb|પાકિસ્તાનના લાહોર જિલ્લાના એક કબ્જે લીધેલ પોલીસ ચોકી બહાર શીખ રેજિમેન્ટના ભારતીય સૈનિકો[૯]]]

પ્રત્યાઘાત[ફેરફાર કરો]

બુર્કીના કબ્જા બાદ ભારતીય દળો લાહોર પાસેના ડોગરાઇ તરફ આગળ વધતા રહ્યા. ૨૦ સપ્ટેમ્બરના રોજ ભારતીય સેના ડોગરાઇ કબ્જે કરવામાં સફળ રહી અને આમ થતાં લાહોર શહેર ભારતીય રણગાડીની ગોલંદાજીની પહોંચમર્યાદામાં આવી ગયું.[૧૦] જોકે, લાહોરને કબ્જે કરવા કોઈ પ્રયત્ન ન કરવામાં આવ્યો અને તેની પર કરવા ધારેલ હુમલો ન કરવામાં આવ્યો કેમ કે તેના બે દિવસ બાદ જ યુદ્ધ વિરામ દરખાસ્ત મંજૂર કરવાની હતી. વધુમાં, શાંતિકરાર બાદ શહેર જીત્યું હોય તો પણ પાછું પાકિસ્તાનને સોંપવાનું હોવાથી હુમલો ન કરાયો.[૧૧]

પુરસ્કાર[ફેરફાર કરો]

ભારતીય ભૂમિસેનાની ૫ ગુરખા રાઇફલ્સએ બુર્કીને કબ્જે કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી માટે તેમને યુદ્ધ સન્માન બુર્કી અને મોરચા સન્માન પંજાબ એનાયત કરવામાં આવ્યું.[૧૨]

બુર્કીના રક્ષણમાં પાકિસ્તાની દળોનું નેતૃત્વ કરી રહેલ મેજર રાજા અઝીઝ ભટ્ટીને નિશાન-એ-હૈદર પાકિસ્તાની પુરસ્કાર મૃત્યુપર્યંત એનાયત કરવામાં આવ્યો.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Singh, Gp Capt Ranbir. Memorable War Stories. Ocean Books Pvt Ltd.
  2. Singh, Gp Capt Ranbir. Major defence operations since 1947. Ocean Books. ISBN 81-88322-67-9.
  3. Gupta, Hari Ram. India-Pakistan war, 1965, Volume 1. Hariyana Prakashan, 1967. પૃષ્ઠ 154–157.
  4. ૪.૦ ૪.૧ Melville de Mellow (28 November 1965). "Battle of Burki was another outstanding infantry operation". Sainik Samachar.
  5. Gopal, Ram. Indo-Pakistan War and Peace, 1965. Pustak Kendra, 1967. પૃષ્ઠ 118.
  6. ૬.૦ ૬.૧ "Indo-Pakistan War of 1965". globalsecurity.org.
  7. ૭.૦ ૭.૧ Johri, Sitaram. The Indo-Pak conflict of 1965. Himalaya Publications, 1967. પૃષ્ઠ 129–130.
  8. Saxena, K. C. Pakistan: Her Relation with India 1947–1966. Vir Pub. House, 1966.
  9. Capture of Barki by 4 Sikh -pdf file
  10. fgdd. The New Encyclopædia Britannica. Encyclopædia Britannica, 2002. ISBN 978-0-85229-787-2.
  11. James Rapson, Edward; Wolseley Haig; Richard Burn; Henry Dodwell; Robert Eric Mortimer Wheeler; Vidya Dhar Mahajan. "Political Developments Since 1919 (India and Pakistan)". The Cambridge History of India. 6. S. Chand. પૃષ્ઠ 1013.
  12. "War memorial inaugurated". Tribune News service. 25 August 2010. મેળવેલ 7 April 2011.Check date values in: 25 August 2010 (help)