લખાણ પર જાઓ

બોરા ગુફાઓ

વિકિપીડિયામાંથી
બોરા ગુફાઓ బొర్రా గుహలు
(બોર્રા ગુહાલુ-Borra Guhalu)
અક્ષાંશ-રેખાંશ 18°10′N 83°0′E / 18.167°N 83.000°E / 18.167; 83.000
દેશ ભારત
સ્થાપના ૧૮૦૭
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

બોરા ગુફાઓ (અંગ્રેજી ભાષા: The Borra Caves), અથવા બોર્રા ગુહાલુ (Borra Guhalu) (તેલુગુ: బొర్రా గుహలు) ભારત દેશના દક્ષિણ ભાગના પૂર્વકાંઠા પર પૂર્વઘાટમાં આંધ્ર પ્રદેશ રાજ્યના વિશાખાપટનમ જિલ્લામાં અનંતગિરિના પર્વતોમાં (દરિયાઈ સપાટીથી ૮૦૦ થી ૧૩૦૦ મીટર જેટલી ઊંચાઈ પર) આવેલી અરાકુની ખીણમાં બોરા ગામ પાસે આવેલ છે.

તેલુગુ ભાષામાં 'બોર્રા' એટલે જમીનમાં ખોદેલું અને 'ગુહાલુ' એટલે ગુફા એવો અર્થ થાય છે. આ ગુફાઓ ભારત દેશમાં વધુ ઊંચાઈ પર (૭૦૫ મીટર) આવેલી સૌથી મોટી ગુફાઓ પૈકીની એક છે.[][] આ ગુફાઓ કાર્સ્ટિક (Karstic) જાતના ચૂનાના પથ્થરોમાં ૮૦ મીટર જેટલી અંદર કોરીને બનાવવામાં આવેલ છે, જે ભારત ખાતે સૌથી વધુ ઊંડાઈ સુધી કોતરવામાં આવેલ ગુફા ગણાય છે[][].

ઈતિહાસ

[ફેરફાર કરો]

આ ગુફાઓની શોધ ઈ. સ. ૧૮૦૭ના વર્ષમાં ભારતીય પુરાતત્વ ખાતામાં કાર્ય કરતા વિલિયમ કિંગ જ્યોર્જે કરી હતી.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Astrobiology & Geomicrobiology". Division Microbial Systems Ecology, Department of Microbiology, Technische Universität München, Germany. મૂળ સંગ્રહિત માંથી 13 મે 2008 પર સંગ્રહિત. મેળવેલ 14 February 2009.
  2. "Borra Caves Country : India State : Andhra Pradesh City : Araku Valley". મેળવેલ 14 February 2009.
  3. Engineering and Environmental Impacts of Sinkholes and Karst by Barry F. Beck, Adrianne Hagen, Florida Sinkhole Research, pages 392. Taylor & Francis. 1 January 1989. ISBN 978-90-6191-987-2. મેળવેલ 14 February 2009.
  4. "Borra Caves Info Board". મેળવેલ 14 February 2009.
  5. "Borra Caves". WWW showcaves. મેળવેલ 14 February 2009.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]