ભરતસિંહ માધવસિંહ સોલંકી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ભરતસિંહ માધવસિંહ સોલંકી
ભરતસિંહ સોલંકી
પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
પદાધિકારી
ગૃહીત પદ
૨૦૧૫
પદભારનો સમયગાળો
૨૦૦૬ – ૨૦૦૮
પેયજળ અને સેનિટેશન મંત્રી ‍(સ્વતંત્ર હવાલો)
પદભારનો સમયગાળો
ઓક્ટોબર ૨૦૧૨ – મે ૨૦૧૪
રેલ્વે મંત્રી, રાજ્ય કક્ષા
પદભારનો સમયગાળો
જાન્યુઆરી ૨૦૧૧ – ઓક્ટોબર ૨૦૧૨
ઉર્જા મંત્રી, રાજ્ય કક્ષા
પદભારનો સમયગાળો
જૂન ૨૦૦૯ – જાન્યુઆરી ૨૦૧૧
સાંસદ
પદભારનો સમયગાળો
૨૦૦૪ – ૨૦૧૪
મતક્ષેત્ર આણંદ લોક સભા વિસ્તાર
સાંસદ
પદભારનો સમયગાળો
૧૯૯૫ – ૨૦૦૪
મતક્ષેત્ર બોરસદ
અંગત માહિતી
જન્મ ૨૬ નવેમ્બર, ૧૯૫૩
બોરસદ, આણંદ, ગુજરાત
રાજકિય પક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
સંબંધો માધવસિંહ સોલંકી (પિતા)
શૈક્ષણિક લાયકાત બી.ઇ. (સિવિલ)
હસ્તાક્ષર
વેબસાઈટ અધિકૃત વેબસાઇટ

ભરતસિંહ સોલંકી (જન્મ: નવેમ્બર ૨૬, ૧૯૫૩) ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ૨૫ માં પ્રમુખ છે. આ ઉપરાંત તેઓ ભારત દેશની ૧૪મી લોકસભાના સભ્ય રહી ચુક્યા છે. તેમણે વર્ષ ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી ગુજરાત રાજ્યના આણંદ સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના પિતા માધવસિંહ સોલંકી પણ રાજકારણમાં લાંબી કારકિર્દી ગુજારી ચુક્યા છે.

ભરતસિંહ સોલંકી યુપીએ - ૨ સરકાર દરમિયાન કેબિનેટમાં પેયજળ અને સેનિટેશન મંત્રી પણ રહી ચુક્યા છે. આ અગાઉ તેઓ કેન્દ્રની યુપીએ સરકારમાં રાજ્ય કક્ષાના ઉર્જામંત્રી રહી ચુક્યા છે. તેઓ વર્ષ ૨૦૦૪ થી ૨૦૦૬ દરમિયાન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી પણ રહી ચુક્યા છે.

૨૦૦૪ અને ૨૦૦૯માં બે વખત આણંદ લોક સભાની બેઠક જીત્યા બાદ ૨૦૧૪માં તેઓ ભાજપના દિલિપભાઇ પટેલ સામે ચૂંટણીમાં હારી ગયા હતા.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Lotus garden: BJP wins all 26 Lok Sabha seats in Gujarat". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા. ૧૭ મે ૨૦૧૪. Retrieved ૧૭ મે ૨૦૧૪. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]