ભારતીય તત્વજ્ઞાન

વિકિપીડિયામાંથી

ભારતીય તત્વજ્ઞાનભારતીય ઉપખંડની પ્રાચીન દાર્શનિક પરંપરાઓને સંદર્ભિત કરે છે અને તેમાં ભારતમાં ઉત્પન્ન થયેલી તમામ વિચારધારાઓનો સમાવેશ થાય છે. મુખ્ય રીતે તેને રૂઢિચુસ્ત અથવા સુધારવાદી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અથવા તો આસ્તિક અથવા નાસ્તિક તરીકે તે ઉલ્લેખિત થાય છે. આ વર્ગીકરણ ત્રણ વૈકલ્પિક અને એક માપદંડ પર આધાર રાખીને થાય છે: શું તે વેદ માં માને છે? શું તે બ્રહ્મ અને આત્મા જેવા સિદ્ધાંતોમાં માને છે? અથવા તે પુનર્જન્મ કે દેવોમાં માને છે?[૧][૨]

ભારતીય હિંદુ તત્વજ્ઞાનમાં રૂઢિચુસ્તમાં છ શાળાઓ છે: ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, મિમાંસા અને વેદાંત. જ્યારે પાંચ મુખ્ય સુધારવાદી શાળાઓ - જૈન, બૌદ્ધ, આજીવિક, અજ્ઞાન અને ચાર્વાક. જો કે વર્ગીકરણની અન્ય પદ્ધતિઓ પણ છે; ઉદાહરણ રૂપે સંત વિદ્યારણ્ય શૈવ સંપ્રદાય અને રસેશ્વરની સોળ શાળાઓ ઓળખાવે છે અને તેને અલગ અલગ રીતે વર્ગીકૃત કરે છે.[૩][૪]

ભારતીય તત્વજ્ઞાનના મુખ્ય વિચારોને ઔપચારિક રીતે ૧૦૦૦ ઈ.સ. પૂર્વથી લઈને સામાન્ય યુગની પ્રારંભિક સદીઓમાં ગોઠવવામાં આવ્યા હતા. વિવિધ વૈચારિક શાળાઓ વચ્ચેની સ્પર્ધા અને તેમનાં વિચારોનું એકીકરણ તેમના રચનાત્મક વર્ષો દરમિયાન, ખાસ કરીને ૮૦૦ ઈ.સ. પૂર્વ અને ૨૦૦ ઈ.સ. ની વચ્ચે ખૂબ તીવ્ર હતું. કેટલાક વિચારો અને દર્શનો જેવા કે જૈન, બુદ્ધ, યોગ, શૈવ અને વેદાંત આ સમયમાં નાશ થવાથી બચી ગયા પરંતુ અજ્ઞાન, ચાર્વાક અને આજીવિક હવે અસ્તિત્વમાં નથી.

પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય દર્શનશાસ્ત્રના ગ્રંથોમાં થયેલી વ્યાપક ચર્ચાઓમાં મીમાંસા (તત્વમીમાંસા, બ્રહ્મ, આત્મા, શૂન્યતા, અનંતતા) અને અન્ય તત્વોનો સમાવેશ થાય છે.[૫][૬][૭]

સામાન્ય વિચારો[ફેરફાર કરો]

ભારતીય તત્વજ્ઞાન ધર્મ, કર્મ, સંસાર, પુનર્જન્મ, દુઃખ, ત્યાગ, ધ્યાન જેવી ઘણી વિભાવનાઓ સમાન રૂપમાં ધરાવે છે, જેમાં લગભગ તમામ આધ્યાત્મિક પદ્ધતિઓ દ્વારા વ્યક્તિના મુક્તિના અંતિમ લક્ષ્ય (મોક્ષ, નિર્વાણ) પર ધ્યાન કેન્દ્રિત થયું છે.[૮] તેમાંની ઘણી ખરી વિચારપદ્ધતિઓ જીવના અસ્તિત્વ અને અંતિમ લક્ષ્ય વિશે ભેદ ધરાવે છે. તેમના પ્રાચીન સિધ્ધાંતો અન્ય પ્રાચીન સંસ્કૃતિઓ કરતા વૈવિધ્યસભર તત્વજ્ઞાન ધરાવે છે. જૈન અને બુદ્ધ તત્વજ્ઞાન જીવ, આત્મા અને પુનર્જન્મમાં માને છે પણ બ્રહ્મમાં નથી માનતું. જ્યારે ચાર્વાક તત્વજ્ઞાનએ આમાંથી એકેયને નથી માનતું. આમ તેઓ ભિન્ન છે.[૯]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. John Bowker, Oxford Dictionary of World Religions, p. 259
 2. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
 3. Cowell and Gough, p. xii.
 4. Nicholson, pp. 158-162.
 5. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
 6. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
 7. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,;
  ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
 8. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,
 9. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,