ભુંતર
Appearance
ભુંતર | |
---|---|
શહેર | |
અક્ષાંશ-રેખાંશ: 31°52′N 77°09′E / 31.86°N 77.15°E | |
દેશ | ભારત |
રાજ્ય | હિમાચલ પ્રદેશ |
જિલ્લો | કુલ્લુ |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૪,૪૭૫ |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
ભૂંટર એક શહેર અને નગર પંચાયત છે, જે ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ હિમાચલ પ્રદેશ રાજ્યના કુલ્લૂ જિલ્લામાં આવેલ છે. અહીં આ વિસ્તારનું હવાઈમથક (કુલ્લુ-મનાલી હવાઈમથક) આવેલ છે, જે ભૂંતર એરપોર્ટ તરીકે પણ ઓળખાય છે. આ કુલ્લુ-મનાલી એરપોર્ટ કુલ્લુ, મનાલી આવતા પર્યટકોને હવાઈ સેવા પૂરી પાડે છે.[૧]
વસ્તી
[ફેરફાર કરો]વર્ષ ૨૦૦૫ની ભારત દેશની વસતી ગણતરી અનુસાર[૨] ભૂંતરની કુલ વસ્તી ૫૨૬૦ હતી. જેમાં પુરુષોની વસ્તી ૫૫ % અને સ્ત્રીઓની વસ્તી ૪૫ % છે. ભૂંતર ખાતે સરેરાશ સાક્ષરતા દર ૮૦% છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૫૯.૫ % કરતાં વધારે છે. આમાં પુરુષ સાક્ષરતા દર ૮૪ % અને સ્ત્રી સાક્ષરતા દર ૭૬ % છે. ૧૧% વસ્તીની ઉંમર ૬ વર્ષ કરતાં ઓછી છે. ભૂંતર ખાતે એક એરપોર્ટ છે, જે દિલ્હી જેવા મોટા શહેરોને અહીંના વિસ્તાર કસોલ, મણિકર્ણ, મનાલી, કુલ્લૂ સાથે વિમાનસેવા દ્વારા જોડે છે.