ભોજેશ્વર મંદિર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ભોજેશ્વર મંદિર
Bhojeshwar Temple, Bhojpur.jpg
ભોજેશ્વર મંદિર
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોરાયસેન જિલ્લો
દેવી-દેવતાશિવ
તહેવારમહાશિવરાત્રિ
સંચાલન સમિતિભારતીય પુરાતત્વીય વિભાગ
સ્થાન
સ્થાનભોજપુર
રાજ્યમધ્ય પ્રદેશ
દેશભારત
ભોજેશ્વર મંદિર is located in Madhya Pradesh
ભોજેશ્વર મંદિર
મધ્યપ્રદેશમાં સ્થાન
અક્ષાંસ-રેખાંશ23°06′01″N 77°34′47″E / 23.1003°N 77.5797°E / 23.1003; 77.5797
સ્થાપત્ય
સ્થાપના તારીખ૧૧મી સદી
ઉંચાઇ463 m (1,519 ft)

ભોજેશ્વર મંદિર (કે ભોજપુર મંદિર) મધ્ય પ્રદેશનાં પાટનગર ભોપાલથી ૨૦ કિલોમીટર દૂર સ્થિત ભોજપુર ગામમાં આવેલું એક અધુરું હિંદુ મંદિર છે. આ મંદિર બેતવા નદીના કિનારે વિન્ધ્ય પર્વતમાળાઓ વચ્ચેની એક પહાડી પર આવેલું છે. મંદિરનું બાંધકામ અને તેના શિવલિંગની સ્થાપના ધારના પ્રસિધ્ધ રાજા ભોજ (ઈ. ૧૦૧૦ - ૧૦૬૩)એ કરી હતી. તેમનાં નામ પરથી આ મંદિર "ભોજેશ્વર મંદિર" કે "ભોજપુર મંદિર" કહેવાય છે.[૧] આ મંદિર "ઉત્તર ભારતનું સોમનાથ" તરીકે પણ ઓળખાય છે. અહીંના શિલાલેખોમાંથી ૧૧મી સદીનાં હિંદુ મંદિર બાંધકામની સ્થાપત્યકળાની માહિતી પ્રાપ્ત થાય છે અને જણાય છે કે મંદિરનો ગુંબજ ભારતીય સ્થાપત્યમાં ઇસ્લામનાં આગમનથી પહેલાં વાપરવામાં આવ્યો હતો. આ અધુરા મંદિર સંપન્ન કરવાની યોજના નજીકની પથ્થરશિલાઓ પર લખાયેલ છે. તે નક્શાઓ અને રેખાકૃતિઓ મુજબ અહીં એક પ્રભાવશાળી મંદિર પરિસર બનાવાની યોજના હતી. મંદિર પરિસરને ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ વિભાગ દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક તરીકે જાહેર કરાયું છે અને મંદિરનું સમારકામ કાર્ય કરાયું હતું.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Willis, Michael (૨૦૦૧). "Inscriptions from Udayagiri: locating domains of devotion, patronage and power in the eleventh century". South Asian Studies. ૧૭ (૧): ૪૧–૫૩. Check date values in: |year= (મદદ)
  2. "Alphabetical List of Monuments – Madhya Pradesh". Archaeological Survey of India. Retrieved ૧૦ મે ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]