લખાણ પર જાઓ

મનોજ જોષી

વિકિપીડિયામાંથી
મનોજ જોષી
જન્મની વિગત૩ સપ્ટેમ્બર ૧૯૬૫
નાગરિકતાભારતીય
શિક્ષણબેચલર ઓફ આર્ટસ (બી.એ)
વ્યવસાયઅભિનેતા , હાસ્ય કલાકાર
સક્રિય વર્ષો૧૯૯૮-હાલ
જીવનસાથીચારૂ જોષી
સંતાનોધર્મજ જોષી , રૂદ્ર જોષી
સંબંધીઓરાજેશ જોષી (ભાઈ)
સન્માનોપદ્મશ્રી

મનોજ જોષી એ એક ભારતીય અભિનેતા અને હાસ્ય કલાકાર છે. તેઓ મુખ્યત્વે ગુજરાતી અને હિંદી સિનેમામાં સક્રિય છે. તેમણે મરાઠી રંગમંચથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ગુજરાતી અને હિન્દી રંગમંચ પર પણ અભિનય કર્યો હતો. તેમણે ૧૯૯૮ પછી ૭૦ થી પણ વધુ ચલચિત્રોમાં કામ કર્યુ છે. જેમાં તેણે ઘણા પાત્રો કોમેડીના પણ ભજવ્યા છે.

તેણે ચાણક્ય, એક મહેલ હો સપનો કા, રાઉ (મરાઠી), સંગદિલ, કભી સોતન કભી સહેલી, મુરા રસ્કા માઇ લા (મરાઠી) સહિતની ટેલોવિઝન શ્રેણીઓમાં અભિનય કર્યો છે. સરફરોશ (એસ આઇ બજ્જુ)માં તેમના ભાઈ સાથે પદાર્પણ કર્યુ હતું.

૨૦૧૮ માં મનોજ જોષી ને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

અંગત જીવન[ફેરફાર કરો]

તેમના પિતા નવનીત જોષી હતા. તેમના ભાઇ રાજેશ જોષી પણ અભિનેતા હતા. રાજેશ જોષી ૧૯૯૮માં અવસાન પામ્યા. મનોજ જોષી ગુજરાતના , હિંમતનગર નજીક અડપોદરા ગામના વતની છે.

ચલચિત્રો[ફેરફાર કરો]

વર્ષ ફિલ્મ પાત્ર ભાષા નોંધ
૧૯૯૯ સરફરોશ આઇ એસ બજ્જુ હિન્દી
૨૦૦૦ આગાઝ જોની ના નાના ભાઈ ડેની મેન્ડોઝા ના સહાયક તરીકે હિન્દી
૨૦૦૧ જાનેમન જાનેમન વેલજીભાઈ હિન્દી
૨૦૦૧ ચાંદનીબાર ચંદ્રકાંતભાઈ હિન્દી
૨૦૦૨ અબ કે બરસ હિન્દી
૨૦૦૧ દેવદાસ દ્વિજદાસ મુખર્જી હિન્દી
૨૦૦૨ સટ્ટા ઉદ્ધવ પવાર હિન્દી
૨૦૦૩ હંગામા સબ-ઇન્સપેક્ટર વાઘમારે હિન્દી
૨૦૦૩ જોગર્સ પાર્ક તારિક અહેમદ હિન્દી/અંગ્રેજી
૨૦૦૪ આન-મેન એટ વર્ક મણિક રાવ હિન્દી
૨૦૦૪ ધૂમ એસીપી શેખર કમલ હિન્દી
૨૦૦૪ જાગો વકીલ સત્ય પ્રકાશ સતવાણી હિન્દી
૨૦૦૪ હુલચુલ વકીલ હિન્દી
૨૦૦૫ પેજ-૩ બોસ્કો હિન્દી
૨૦૦૫ ગરમ મસાલા નાગેશ્વર હિન્દી
૨૦૦૫ શિખર અમૃત પાટીલ હિન્દી
૨૦૦૫ ક્યોં કી પી.કે નારાયણ હિન્દી
૨૦૦૬ ફિર હેરા ફેરી કચરા શેઠ હિન્દી
૨૦૦૬ ગોલમાલ:ફન અનલિમિટેડ હરિશચંદ્ર રામચંદ્ર મીરચંદાણી (હરામી) હિન્દી
૨૦૦૬ ચૂપ ચૂપ કે પૂજા ના પપ્પા હિન્દી
૨૦૦૬ વિવાહ ભગતજી હિન્દી
૨૦૦૬ ભાગમ ભાગ મનુભાઈ ગાંધી હિન્દી
૨૦૦૬ હમકો દિવાના કર ગયે રસિકભાઈ ગલગલીયા હિન્દી
૨૦૦૭ ટ્રાફિક સિગ્નલ શૈલેષ ઝા હિન્દી
૨૦૦૭ ગુરૂ ઘનશ્યામભાઈ હિન્દી
૨૦૦૭ ભૂલ ભુલૈયા બદ્રીનાથ ચતુર્વેદી હિન્દી
૨૦૦૮ મેરે બાપ પહેલે આપ ચિરાગ રાણે હિન્દી
૨૦૦૮ માન ગયે મુગલ-એ-આઝમ ઇન્સપેક્ટર પાટીલ હિન્દી
૨૦૦૮ ખલીબલી કે.કે હિન્દી
૨૦૦૯ બિલ્લુ દામોદર દુબે હિન્દી
૨૦૦૯ દે ધના ધન બ્રિજ મોહન ઓબેરોય હિન્દી
૨૦૧૦ મણીબેન.કોમ ભદ્રેશભાઈ હિન્દી
૨૦૧૦ કુસ્તી હિન્દી
૨૦૧૦ ખટ્ટા મીઠા ત્રિગુણ ફાટક હિન્દી
૨૦૧૧ દિલ તો બચ્ચા હે જી લેખક હિન્દી
૨૦૧૧ બિન બુલાયે બારાતી લોહા સિંહ હિન્દી
૨૦૧૧ રેડી ભરત કપૂર હિન્દી
૨૦૧૧ ફક્ત લઢ મ્હણા મરાઠી
૨૦૧૧ ધ ઓપર્ચ્યુનિસ્ટ હિન્દી
૨૦૧૨ ખિલાડી ૭૮૬ ચંપકલાલ હિન્દી
૨૦૧૨ દબંગ ૨ દુકાનદાર હિન્દી
૨૦૧૨ ગોળા બેરીજ વાર્તા કહેનાર મરાઠી
૨૦૧૨ ભારતીય પ્રધાનમંત્રી મરાઠી
૨૦૧૩ ચાલૂ મુખ્યમંત્રી હિન્દી
૨૦૧૩ પોલીસગીરી જાવેદ શેખ હિન્દી
૨૦૧૩ વેક અપ ઇન્ડિયા હિન્દી
૨૦૧૩ નારબાચી વાડી બે પાત્ર મરાઠી
૨૦૧૪ મિસ્ટર. જો.બી કર્વાલ્હો કમિશ્નર પાંડે હિન્દી
૨૦૧૪ હસી તો ફસી દેવેશ સોલંકી હિન્દી
૨૦૧૪ બે યાર વાય.બી. ગાંધી ગુજરાતી
૨૦૧૪ સ્પાર્ક હિન્દી
૨૦૧૫ ડોલી કી ડોલી દુબે જી હિન્દી
૨૦૧૫ આઈ લવ ન્યુ યર રણધીર નો મિત્ર હિન્દી
૨૦૧૫ કિસ કિસ કો પ્યાર કરૂં દીપિકા ના પપ્પા હિન્દી
૨૦૧૫ પ્રેમ રતન ધન પાયો પ્રીતમપુર ના વકીલ હિન્દી
૨૦૧૬ સનમ રે આકાશ ના બોસ હિન્દી
૨૦૧૬ થઇ જશે ચંદ્રકાંતભાઈ જોષી ગુજરાતી
૨૦૧૬ ઘાયલ વન્સ અગેઇન મંત્રી હિન્દી
૨૦૧૭ પપ્પા તમને નહી સમજાય હસમુખલાલ મહેતા ગુજરાતી
૨૦૧૭ તંબુરો કિરીટભાઈ ગુજરાતી
૨૦૧૭ જુડવા ૨ એલેક્સ મામા હિન્દી
૨૦૧૭ દશક્રિયા મરાઠી
૨૦૧૮ ઓડિયાન મૂથા મણિકન (મુથપ્પન) મલયાળમ
૨૦૧૮ લવયાત્રી નટુકાકા હિન્દી
૨૦૧૮ ફેરા ફેરી હેરા ફેરી હસમુખલાલ જોબનપુત્ર ગુજરાતી
૨૦૧૮ કાશી ઇન સર્ચ ઓફ ગંગા કાશી નો વકીલ હિન્દી
૨૦૧૮ નટસમ્રાટ ગુજરાતી
૨૦૧૮ આઈ.એમ.એ ગુજ્જુ રમેશ શાહ ગુજરાતી
૨૦૧૯ રામ કી જન્મભૂમિ પંડિત સદાનંદ શાસ્ત્રી હિન્દી
૨૦૧૯ વાહ ઝીંદગી જગત શાહ હિન્દી
૨૦૧૯ પી.એમ નરેન્દ્ર મોદી અમિત શાહ હિન્દી
૨૦૧૯ મેડ ઇન ચાઇના વિનોદભાઈ હિન્દી
૨૦૧૯ ચાસણી ગુજરાતી
૨૦૨૦ કુલી નં.૧ મેનેજર હિન્દી
૨૦૨૧ જેસ્સુ જોરદાર ગુજરાતી
૨૦૨૨ નાયિકા દેવી: ધ વોરિયર ક્વીન ગુજરાતી ફિલ્માંકન

ધારાવાહિક[ફેરફાર કરો]

વર્ષ શીર્ષક પાત્ર ભાષા નોંધ
૧૯૯૦ ચાણક્ય શ્રીયક, શકતારનો પુત્ર હિન્દી
૧૯૯૮ વો અમિત હિન્દી
૧૯૯૮ એક્સ-ઝોન હિન્દી
૧૯૯૯-૨૦૦૩ આભાળમાયા શરદ જોષી મરાઠી
૧૯૯૯-૨૦૦૨ એક મહેલ હો સપનો કા અભય પુરષોતમ નાણાવટી હિન્દી
૨૦૦૦ યોર ઓનર હિન્દી
૨૦૦૧ જાનેમન જાનેમન હિન્દી
૨૦૦૨ ખિચડી હિન્દી
૨૦૦૨-૦૫ કહેતા હે દિલ મયૂર ભંડારી હિન્દી
૨૦૦૪-૦૫ યે મેરી લાઈફ હે રસિક મહેતા હિન્દી
૨૦૦૬ કસમ સે નિશિકાંત દીક્ષિત (મૃત વ્યક્તિ) હિન્દી
૨૦૧૦-૧૧ જીંદગી કા હર રંગ... ગુલાલ મોટા ભા હિન્દી
૨૦૧૫ ચક્રવર્તી અશોક સામ્રાટ ચાણક્ય હિન્દી
૨૦૧૫-૧૬ હોણાર સૂન મી હ્યા ઘર ચી રમાકાંત ગોખલે મરાઠી
૨૦૧૮-૧૯ મંગલમ દંગલમ સંજીવ સકલેચા હિન્દી
૨૦૨૦ યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ વકીલ શક્તિમાન ઝવેરી હિન્દી

પુરસ્કારો[ફેરફાર કરો]

૨૦૧૮માં ૬૯મા પ્રજાસતાક દિવસ પર પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો.