મહાવીર પ્રસાદ દ્વિવેદી

વિકિપીડિયામાંથી
મહાવીર પ્રસાદ દ્વિવેદી
૧૯૬૬ની ભારતીય ટપાલ ટિકિટ પર દ્વિવેદી
૧૯૬૬ની ભારતીય ટપાલ ટિકિટ પર દ્વિવેદી
જન્મ(1864-05-15)15 May 1864
દૌલતપુર, રાયબરેલી જિલ્લો, ઉત્તર-પશ્ચિમી પ્રાંત, બ્રિટીશ ભારત.
મૃત્યુ21 December 1938(1938-12-21) (ઉંમર 74)
વ્યવસાયલેખક, અનુવાદક
ભાષાહિન્દી
રાષ્ટ્રીયતાભારતીય

મહાવીર પ્રસાદ દ્વિવેદી (૧૫ મે ૧૮૬૪ – ૨૧ ડિસેમ્બર ૧૯૩૮) ભારતીય હિન્દી લેખક અને સંપાદક હતા. આધુનિકકાળ, અથવા હિન્દી સાહિત્યનો આધુનિક સમયગાળો ચાર તબક્કામાં વહેંચાયો છે, અને તેઓ બીજા તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે, જેને દ્વિવેદી યુગ (૧૮૯૩-૧૯૧૮) તરીકે ઓળખવામાં આવે છે, આ અગાઉ ભારતેન્દુ યુગ (૧૮૬૮-૧૮૯૩) હતો, ત્યારબાદ છાયાવાદ યુગ (૧૯૧૮-૧૯૩૭) અને સમકાલીન સમયગાળાનો (૧૯૩૭-હાલ સુધી) સમાવેશ થાય છે.

જીવન પરિચય[ફેરફાર કરો]

તેમનો જન્મ ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લામાં, દૌલતપુર ગામમાં ૫ મે ૧૮૬૪ના રોજ કન્યાકુબ્જા બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા રામ સહાય દ્વિવેદી ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સેનામાં સૈનિક હતા, બાદમાં મુંબઈમાં વલ્લભ સંમેલનના નેતાઓ માટે મંદિરના પૂજારી તરીકે કામ કર્યું હતું.[૧]

દ્વિવેદીએ પોતાના ઘરે સંસ્કૃતમાં અને દૌલતપુર ગામની શાળામાં હિન્દી અને ઉર્દૂમાં પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું. તેર વર્ષની ઉંમરે તેમને રાયબરીલીની જિલ્લા શાળામાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેમણે એક વર્ષ સુધી અંગ્રેજી અને પર્શિયન ભાષાનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ ચાર વર્ષ સુધી પૂર્વા, ફતેહપુર અને ઉનાઓની શાળાઓમાં અભ્યાસ કર્યો હતો.[૧]

કારકિર્દી[ફેરફાર કરો]

૧૮૮૦ના દાયકામાં ઝાંસીમાં ભારતીય રેલવે વિભાગમાં સેવા દરમિયાન દ્વિવેદીએ લેખક અને સાહિત્યકાર તરીકે વ્યાપક ખ્યાતિ મેળવી હતી. તેમણે તેમના અનુવાદો તેમજ સાહિત્ય સંદર્ભ અને વિચાર વિમર્શ સહિતના વિવેચનાત્મક કાર્યો પ્રકાશિત કર્યા હતા.

૧૯૦૩માં દ્વિવેદી હિન્દી માસિક સરસ્વતી માં જોડાયા અને તેમના લેખન અનુભવોથી પ્રાપ્ત શાસ્ત્રીય અને સમકાલીન બંને સાહિત્યના જ્ઞાન સાથે સામયિકનું સંપાદન કરવામાં સક્ષમ હતા. સંપાદક (૧૯૦૩-૨૦) તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન સરસ્વતી સૌથી લોકપ્રિય હિન્દી સામયિક બન્યું.

તેમને અન્ય એક નોંધપાત્ર હિન્દી કવિ અને લેખક મૈથિલીશરણ ગુપ્તના માર્ગદર્શક ગણવામાં આવે છે.

સર્જન[ફેરફાર કરો]

  • કાવ્ય મંજુષા
  • કવિતાકલાપ
  • સુગંધ
  • મેરે જીવન કી યાત્રા
  • સાહિત્ય સંદર્ભ

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ Mody, Sujata S. "Dwivedi, Mahavir Prasad". Oxford Dictionary of National Biography (online આવૃત્તિ). Oxford University Press. doi:10.1093/ref:odnb/97284. (Subscription or UK public library membership required.)