મિયાં ફૂસકી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મિયાં ફૂસકી
મિયાં ફૂસકી વિનોદમાળા character
પ્રથમ દેખાવ૧૯૪૫
સર્જકજીવરામ જોષી
પ્રકાશકઝગમગ ગુજરાત સમાચાર
ભાષાગુજરાતી
માહિતી
લિંગપુરુષ
જીવનસાથીબીબી
અન્ય પાત્રોતભા ભટ્ટ, દલા શેઠ

મિયાં ફૂસકી ગુજરાતી બાળ સાહિત્ય માટે જીવરામ જોષીએ સર્જેલું કાલ્પનિક પાત્ર છે.[૧] તે મોટાભાગે તેમના મિત્ર તભા ભટ્ટ સાથે જોવા મળે છે. બંને પાત્રો જીવરામ જોષીના કાશી નિવાસ દરમિયાન તેઓને મળેલા કે જોયેલા લોકોથી પ્રેરિત છે. તેમણે આ પાત્રો પર ૩૦ થી વધુ વાર્તાઓ લખી છે. તે અત્યંત લોકપ્રિય બની હતી અને તેના પરથી નાટકો, ટેલિવિઝન ધારાવાહિકો અને ચલચિત્ર પણ બન્યા છે.

ઉદ્‌ભવ અને ઇતિહાસ[ફેરફાર કરો]

જીવરામ જોષી ગુજરાતી ભાષાના બાળ સાહિત્યકાર હતા જેમણે ઘણા લોકપ્રિય કાલ્પનિક પાત્રો રચ્યા હતા. તેઓ ગુજરાત સમાચારના અઠવાડિક બાળસામયિક ઝગમગના તંત્રી હતા. ૧૯૪૫માં તેમણે મિયાં ફૂસકીની વાર્તાઓ ઝગમગમાં લખવાની શરૂ કરી, જે બે પેઢીઓ સુધી ચાલુ રહી. તેમણે મિયાં ફૂસકીની ૩૦ કરતાં વધુ વાર્તાઓ લખી.[૨][૩]

જીવરામ જોષી તેમના પાત્રોનું સર્જન આ રીતે વર્ણવે છે,

હું કાશીમાં રહેતો હતો ત્યારે એક મિયાંને જોઈને મને મિયાં ફૂસકીનું પાત્ર ઘડવાની પ્રેરણા મળી હતી. કાશીમાં નરસિંહ ચોતરા મહોલ્લામાં મંદિરની પાછળ આવેલા ઘરમાં અલી નામના અત્યંત રમૂજી સ્વભાવના દૂબળાપાતળા મિયાં રહેતા હતા. એ એક્કો ચલાવતા. હંમેશા હસતા અને બીજાને ખડખડાટ હસાવતા. એમનો મશ્કરો સ્વભાવ અને દેખાવ જોઈને મને ફત્તુ મિયાં નામનું પાત્ર ઘડવાની પ્રેરણા મળી. દૂબળાપાતળા દાઢીધારી ફત્તુ મિયાં લેંઘો અને બંડીનો પોશાક પહેરતા. માથે ટોપી રાખતા. આ મિયાંના સ્વભાવની એક ખાસિયત હતી કે એ બહાદુર હોવાના બણગાં ફૂંકતા, પરંતુ અંદરખાને અત્યંત બીકણ હતા. એટલે મિયાં સાથે ફૂસકી નામ જોડી દેવા વાર્તા લખી નાખી.

પછીથી તેમણે હિંદુ-મુસ્લિમ એકતાના હેતુથી તભા ભટ્ટ નામનું પાત્ર ઉમેર્યું. કાશીના બ્રાહ્મણ પંડિતો પરથી તેમણે તભા ભટ્ટનું પાત્ર રચ્યું હતુંં.[૪]

પાત્રો અને વાર્તા[ફેરફાર કરો]

મિયાં ફૂસકી અને તેમના મિત્ર તભા ભટ્ટ વાર્તાના મુખ્ય પાત્રો છે. મિયાં ફૂસકી ઉંચા અને પાતળા છે જ્યારે તભા ભટ્ટ ઠીંગણા અને ફાંદવાળા છે. મિયાં ફૂસકી મુસ્લિમ છે અને લેંઘો, ઝભ્ભો અને ટોપી પહેરે છે. તભા ભટ્ટ હિંદુ બ્રાહ્મણ છે અને તે પરંપરાગત પાઘડી, ખેસ અને ધોતી પહેરે છે. મિયાંની પત્ની બીબી અને તેમના વેપારી મિત્ર દલા શેઠ એ વાર્તાઓમાં વારંવાર આવતા અન્ય પાત્રો છે.

મિયાં ફૂસકી એકદમ સામાન્ય અને નવશિખિયા વ્યક્તિ છે. તેઓ એવી પરિસ્થિતિમાં મૂકાય છે, જ્યાં તેઓ મૂર્ખતાભર્યું અને હાસ્યાપદ વર્તન કરે છે પરંતુ, પરિણામ હંમેશા તેમની તરફેણમાં આવે છે. તભા ભટ્ટ તેમને તેમના પરાક્રમોમાં સાથ આપે છે. મિયાં તેમની ચતુરાઈથી મુશ્કેલીભરી પરિસ્થિતિઓમાંથી માર્ગ કાઢી લે છે.[૨]

પ્રતિસાદ[ફેરફાર કરો]

આ વાર્તાઓ બાળકોને અત્યંત પસંદ હતી તેમજ મોટેરાંઓ દ્વારા પણ વખાણાઈ હતી. તે ગુજરાતમાં હજુ પણ લોકપ્રિય છે.[૫] મિયાં ફૂસકીનો સંવાદ અમે કોણ ? સિપાઈ બચ્ચા ઘણો લોકપ્રિય બન્યો હતો.[૬] તેમના અન્ય પાત્રો પણ બાળસાહિત્યમાં સીમાચિહ્નરૂપ ગણાય છે.[૭][૮]

ગુજરાતી લેખક ચંદ્રકાંત બક્ષીએ લખ્યું હતું કે,[૭]

ગુજરાતી ભાષાનો કક્કો જીવતો રહેશે ત્યાં સુધી બાળસાહિત્યમાં મિયાં ફૂસકી અને જીવરામ જોષી જીવતા રહેશે.

રૂપાંતરો[ફેરફાર કરો]

મિયાં ફૂસકીની વાર્તાઓનું નાટ્ય, ટેલિવિઝન ધારાવાહિકો અને ચલચિત્રમાં રૂપાંતર થયું છે. જીવરામ જોષીના પુત્ર ભાર્ગવ જોષીએ વાર્તાઓમાંથી મિયાં ફૂસકી અને તભા ભટ્ટ નામનું નાટક બનાવ્યું હતું. અસિતકુમાર મોદીએ સંદિપ પટેલના દિગ્દર્શનમાં ડીડી ગિરનાર પર મિયાં ફૂસકી ટીવી ધારાવાહિક રજૂ કરી હતી.[૯] ૧૯૮૭માં મિયાં ફૂસકી ૦૦૭ નામનું ચલચિત્ર રજૂ થયું હતું, જેમાં જોની વોકર અને કિશોર ભટ્ટ મુખ્ય પાત્રોમાં હતા. આ ચલચિત્રનું દિગ્દર્શન મનહર રસકપુરે કરેલું, જ્યારે નિર્માતા મુકેશ પંડ્યા હતા.[૧૦][૧૧][૧૨]

વાર્તાઓ[ફેરફાર કરો]

આ વાર્તાઓ સૌપ્રથમ ઝગમગ માં ૧૯૪૫માં શરૂ થઇ હતી. પછીથી સંદેશ બાલસાથી ગ્રંથમાળામાં ૧૯૪૬માં, ભારતી સાહિત્ય સંઘ દ્વારા ૧૯૫૧માં, ઝગમગ પ્રકાશન વડે ૧૯૫૩માં અને આર. આર. શેઠની કંપની વડે ૧૯૬૩માં પુસ્તક સ્વરૂપે પ્રગટ થઇ હતી.[૩]

મિયાં ફૂસકી વિનોદમાળા હેઠળ પ્રકાશિત પુસ્તકો:

 • મિયાં ફૂસકી : બાપનું સપનું
 • મિયાં ફૂસકી : ભજિયાંનો ભાવ
 • મિયાં ફૂસકી : ભૂતિયો કાગળ
 • મિયાં ફૂસકી : ચોરનો કૂવો
 • મિયાં ફૂસકી : દલા શેઠનો કૂવો
 • મિયાં ફૂસકી : દલા શેઠની ભવાઇ
 • મિયાં ફૂસકી : ભુવાનું ભૂત
 • મિયાં ફૂસકી : જાદુઇ વાટકો
 • મિયાં ફૂસકી : કાનો વાંદરો
 • મિયાં ફૂસકી : ખુદાની પોટલી
 • મિયાં ફૂસકી : લંકા જલાવી
 • મિયાં ફૂસકી : મિયાં મિજબાની
 • મિયાં ફૂસકી : થઇ ફજેતી
 • મિયાં ફૂસકી : ઉંઘણશી રાજા
 • મિયાં ફૂસકી : વિલાયતી સાહેબ
 • મિયાં ફૂસકી અને ડગલો
 • મિયાં ફૂસકી અને કાચબો
 • મિયાં ફૂસકી અને નંદુડો ચોર
 • મિયાં ફૂસકી અને તભા ભટ્ટ : દડમશા
 • મિયાં ફૂસકી : કોતરમાં
 • મિયાં ફૂસકીનું મકાન
 • મિયાં ફૂસકી વકીલ થયા
 • મિયાં ફૂસકી: ફટ્ટુની ફૂસકી
 • મિયાં ફૂસકી અને ભૂત
 • મિયાં ફૂસકી અને શાદીનો રંગ
 • મિયાં ફૂસકીના ઘા

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "International Companion Encyclopedia of Children's Literature". Google Books. ૧૬ માર્ચ ૨૦૧૬. Retrieved ૩૧ માર્ચ ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)
 2. ૨.૦ ૨.૧ "જીવરામ જોશી, ગુજરાતી સાહિત્ય પરિષદ". ગુજરાતી સાહિત્ય પરિષદ. Retrieved ૩૧ માર્ચ ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)
 3. ૩.૦ ૩.૧ Trivedi, Shraddha (૧૯૯૯). "Miya Fuski". Gujarati Vishwakosh (Gujarati Encyclopaedia). ૧૬. Ahmedabad: Gujarati Vishwakosh Trust. p. ૫૪. Check date values in: |year= (મદદ)
 4. The Indian P.E.N. ૧૯૫૫. p. ૩૩૯. Check date values in: |year= (મદદ)
 5. "બાળદિન ઊજવીએ પરંતુ બાળસાહિત્યની ગુણવત્તા ન સુધારીએ એ કેમ ચાલે?". Gujarati Midday. ૧૪ નવેમ્બર ૨૦૧૧. Retrieved ૩૧ માર્ચ ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)
 6. "રોમાંચ અને તાજગી આપે વાંચન". divyabhaskar. ૯ એપ્રિલ ૨૦૧૧. Retrieved ૩૧ માર્ચ ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)
 7. ૭.૦ ૭.૧ "મિયાંફુસકી – જીવરામ જોષી". Readgujarati.com. ૨૫ મે ૨૦૦૭. Retrieved ૩૧ માર્ચ ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)
 8. "મુંબઈ સમાચાર". Mumbai Samachar. Retrieved ૩૧ માર્ચ ૨૦૧૬. Check date values in: |accessdate= (મદદ)
 9. Malini, Navya (૨૯ જુલાઇ ૨૦૧૪). "Will literary adaptations make a comeback on TV?". The Times of India. Retrieved ૩૧ માર્ચ ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)
 10. Encyclopedia of Indian Cinema. Taylor & Francis. ૧૦ જુલાઇ ૨૦૧૪. p. ૧૯૯૪. ISBN 978-1-135-94325-7. Unknown parameter |author૧= ignored (મદદ); Unknown parameter |author૨= ignored (મદદ); Check date values in: |date= (મદદ)
 11. DeshGujarat (૧૫ નવેમ્બર ૨૦૦૭). "1960 Gujarati film Mehandi Rang Lagyo". DeshGujarat. Retrieved ૩૧ માર્ચ ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)
 12. "ગુજરાતી ફિલ્મોમાં સફળતા, લોકપ્રિયતા અને વૈવિધ્યનું પ્રતીક મનહર રસકપૂર". divyabhaskar. ૪ જાન્યુઆરી ૨૦૧૬. Retrieved ૩૧ માર્ચ ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]