મિર્ઝા બદી-ઉઝ-ઝમાન સફવી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
શાહનવાઝ ખાન
સફવી સામ્રાજ્યના શહેઝાદા
અવસાન14 માર્ચ , 1659
અજમેર, રાજસ્થાન, હિન્દુસ્તાન
અંતિમ સંસ્કાર
Spouseનૌરસ બાનો બેગમ
વંશજદિલરાસ બાનો બેગમ
સકીના બાનો બેગમ
મિર્ઝા મુહંમદ અહેસાન સફવી
મિર્ઝા મુઆઝમ સફવી
ત્રણ અન્ય દીકરીઓ
Full name
બદી-ઉઝ-ઝમાન સફવી
Houseસફવી રાજવંશ
પિતામિર્ઝા રુસ્તમ સફવી
ધર્મશીયા ઇસ્લામ

બદીઉજ્જમાન સફવી શાહનવાઝ ખાન (અવસાન: 1659), મિર્ઝા દક્કન તરીકે પણ જાણીતા, ઈરાન (પર્શિયા)ના સફવી રાજવંશના શહેઝાદા અને શાહજહાંનાં શાસનકાળ દરમ્યાન મુઘલ દરબારમાં એક શક્તિશાળી અમીર હતા. તેઓ ઔરંગઝેબ આલમગીર અને તેમના નાના ભાઈ શહેઝાદા મુરાદ બક્ષના શ્વસુર પણ હતા.

શરૂઆતનું જીવન[ફેરફાર કરો]

શાહનવાઝ ખાનના પિતા મિર્ઝા રુસ્તમ સફવી હતા.[૧] તેમના પરદાદા એસ્માઇલ સફવી હતા, જેમણે ઈરાનમાં સફવી સામ્રાજ્યની બુનિયાદ રાખી.[૨]

અંગત જીવન[ફેરફાર કરો]

શાહનવાઝ ખાનના લગ્ન નૌરસ બાનો બેગમ સાથે થયા,[૩] જે મિર્ઝા મુહંમદ શરીફની દીકરી હતી. શાહનવાઝ ખાનના બે દીકરાઓ અને પાંચ દીકરીઓ હતા. એક દીકરી દિલરસ બાનો બેગમના લગ્ન 1637માં ઔરંગઝેબ આલમગીર સાથે થયા જ્યારે બીજી દીકરી સકીના બાનો બેગમના લગ્ન 1638માં મુરાદ બક્ષ સાથે થયા હતા.[૪]

મુઘલ દરબારમાં[ફેરફાર કરો]

શાહનવાઝ ખાનને શાહજહાં દ્વારા ગુજરાતના સૂબેદાર તરીકે નિયુક્ત થયા હતા. આ ઉપરાંત, તેઓને શહેઝાદા મુરાદ બક્ષના આતાલીક તરીકે પણ નિયુક્ત થયા હતા. તે વખત શાહજહાં દક્કનમાં રહેતા હતા.[૫]

1658માં તખ્તમાટેના યુધ્ધ દરમ્યાન શાહનવાઝ ખાને ઔરંગઝેબને ઠેકાણે દારાશિકોહની હિમાયત કરી હતી, તેને કારણે 1658માં ઔરંગઝેબના હુકમ પર તેઓ બુરહાનપુર કિલ્લામાં કેદ કરવામાં આવ્યા. સાત મહિનાઓ પછી શાહનવાઝ ખાનને રિહાઈ મળી હતી. તે પછી ઔરંગઝેબની દીકરી, ઝૈબ-ઉન-નિસાની સિફારિશ પર શાહનવાઝ ફરીથી ગુજરાતના સૂબેદાર તરીકે નિયુક્ત થયા હતા.[૬]

અવસાન[ફેરફાર કરો]

14 માર્ચ 1659ના રોજ[૬] શાહનવાઝ ખાનનું અવસાન થયું હતું. ઔરંગઝેબ આલમગીરના હુકમ પર તેઓ અજમેર દરગાહમાં દફન કરવામાં આવ્યા હતા.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Koch, Ebba (1997). King of the world: the Padshahnama. Azimuth Ed. p. 104. Check date values in: |year= (મદદ)
  2. Annie Krieger-Krynicki (2005). Captive princess: Zebunissa, daughter of Emperor Aurangzeb. Oxford University Press. p. 1, 84, 92. Check date values in: |year= (મદદ)
  3. Indian Historical Records Commission (1921). Proceedings of the ... Session, Volume 3. The Commission. p. 18. Check date values in: |year= (મદદ)
  4. Waldemar, Hansen (1986). The Peacock Throne: The Drama of Mogul India. Motilal Banarsidass. p. 124. Check date values in: |year= (મદદ)
  5. Imperial Identity in the Mughal Empire: Memory and Dynastic Politics in Early Modern South and Central Asia. I.B.Tauris. 2015. p. 186. ISBN 0857732463. Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |last૧= ignored (મદદ); Check date values in: |date= (મદદ)
  6. ૬.૦ ૬.૧ Sir Jadunath Sarkar (1925). Anecdotes of Aurangzib. M.C. Sarkar & Sons. p. 35. Check date values in: |year= (મદદ)