લખાણ પર જાઓ

દિલરાસ બાનો બેગમ

વિકિપીડિયામાંથી
દિલરાસ બાનો બેગમ
دلرس‌ بانو بیگم
સફવી શાહેઝાદી
દિલરાસ બાનો બેગમના લગ્ન દરમ્યાન નર્તકો
જન્મc. 1622
મૃત્યુ8 ઓક્ટોબર 1657 (ઉંમર 34–35)
ઔરંગાબાદ, ભારત
અંતિમ સંસ્કાર
બીબીનો મકબરો, ઔરંગાબાદ
જીવનસાથીઔરંગઝેબ
વંશજઝેબુન્નીસા
ઝીનતુન્નીસા
ઝુબદતુન્નીસા
મુહંમદ આઝમશાહ
સુલતાન મુહંમદ અકબર
નામો
દિલરાસ બાનો
રાજવંશસફવી (જન્મ દ્વારા)
તૈમૂરી (લગ્ન દ્વારા)
પિતાશાહનવાઝ સફવી
માતાનૌરસ બાનો બેગમ
ધર્મશીયા ઇસ્લામ

દિલરાસ બાનો બેગમ (ફારસી: دلرس‌ بانو بیگم‎, ઉર્દૂ: دلرس بانو بیگم) (c. 1622 – 8 ઓક્ટોબર 1657) મુઘલ રાજવંશના છેલ્લા મહત્વના બાદશાહ ઔરંગઝેબના[૧] પહેલા અને મુખ્ય પત્ની હતા.[૨][૩][૪][૫] તેઓ પોતાનું મરણોત્તર શીર્ષક, રાબીયા ઉદ્દૌરાની ("તે યુગના રાબીયા") તરીકે પણ ઓળખાય છે. ઔરંગાબાદમાં આવેલો બીબીનો મકબરો, જે તાજ મહેલ (ઔરંગઝેબની મા અથવા દિલરાસ બેગમની સાસુ મુમતાજ મહેલનો મકબરો)ની આવૃત્તિથી મળતી આવતી હોય છે, તેમની આરામગાહ તરીકે તેમના પતિનો હુકમ પર બાંધવામાં આવ્યો હતો.

દિલરાસ મિર્ઝા બદીઉઝ્ઝ્માન સફવી અને નૌરસ બાનો બેગમના દીકરી હતા, અને આ રીતે તેઓ સફવી રાજવંશના શાહેઝાદી હતા. 1637માં તેમના લગ્ન તત્કાલીન મુઘલ શાહેઝાદા મુહિઉદ્દીન (રાજ્યાભિષેક પછી "ઔરંગઝેબ" તરીકે જાણીતા) સાથે થયા હતા અને તેમના પાંચ સંતાનો જન્મ્યા હતા; જેમાં મુહંમદ આઝમશાહ[૬] (મુઘલ સામ્રાજ્યના કામચલાઉ વારસ), હોશિયાર કવિયત્રી ઝેબુન્નીસા (ઔરંગઝેબના પસંદીદા દીકરી),[૭] શાહેઝાદી ઝીનતુન્નીસા (શીર્ષક: પાદશાહ બેગમ), અને સુલતાન મુહંમદ અકબર (બાદશાહના સર્વપ્રિય દીકરા).[૮]

વર્ષ 1657માં સંભવતઃ પ્રસૂતિ ચેપો કારણે તેમનું અવસાન થયું.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Aurangzeb". Encyclopædia Britannica. મેળવેલ 18 January 2013.
  2. Eraly, Abraham (2007). The Mughal World: Life in India's Last Golden Age. Penguin Books India. પૃષ્ઠ 147.
  3. Chandra, Satish (2002). Parties and politics at the Mughal Court, 1707-1740. Oxford University Press. પૃષ્ઠ 50.
  4. Koch, Ebba (1997). King of the world: the Padshahnama. Azimuth Ed. પૃષ્ઠ 104.
  5. Nath, Renuka (1990). Notable Mughal and Hindu women in the 16th and 17th centuries A.D. New Delhi: Inter-India Publ. પૃષ્ઠ 148.
  6. Sir Jadunath Sarkar (1925). Anecdotes of Aurangzib. M.C. Sarkar & Sons. પૃષ્ઠ 21.
  7. Krynicki, p. 73
  8. Sir Jadunath Sarkar (1919). Studies in Mughal India. W. Heffer and Sons. પૃષ્ઠ 91.