મુંબા દેવી મંદિર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મુંબા દેવી મંદિર
Mumbadevi temple.jpg
મુંબા દેવી મંદિર, ભુલેશ્વર
ધર્મ
જોડાણહિંદુ
દેવી-દેવતામુંબા દેવી
સ્થાન
સ્થાનમુંબઇ
રાજ્યમહારાષ્ટ્ર
દેશભારત
મુંબા દેવી મંદિર is located in મુંબઈ
મુંબા દેવી મંદિર
મુંબઈમાં સ્થાન
અક્ષાંસ-રેખાંશ18°57′0″N 72°49′48″E / 18.95000°N 72.83000°E / 18.95000; 72.83000
સ્થાપત્ય
નિર્માણકારમાછીમારો
આર્થિક મદદપાંડુ શેઠ
સ્થાપના તારીખ૧૯૩૭
મંદિરો

મુંબા દેવી મંદિર મુંબઇમાં ભુલેશ્વર ખાતે આવેલ છે. મુંબઇ નામ મરાઠી ભાષામાં મુંબા આઈ એટલે કે મુંબા માતાના નામ પરથી આવ્યો છે. અહીં તેમની ખૂબ જ માન્યતા છે. આ મંદિર લગભગ ૪૦૦ વર્ષ જૂનું છે. મુંબઇ શરૂઆતમાં માછીમારોની વસ્તી હતી. તેમને અહીં કોલી કહે છે. કોલી લોકોએ અહીં બોરી બંદર ખાતે મુંબા દેવી મંદિરની સ્થાપના એટલા માટે કરી કે આ દેવીની કૃપાથી તેમને સમુદ્રમાં નુકસાન ના થયું. આ મંદિર તેના મૂળ સ્થાન પર ૧૭૩૭ના વર્ષમાં બન્યું હતું, જ્યાં આજે વિક્ટોરિયા ટર્મિનસની ઈમારત છે.[૧] પછી બ્રિટિશ શાસનમાં આ મંદિર મરીન લાઇન્સ-પૂર્વ વિસ્તારમાં બજાર વચ્ચે સ્થાપિત કર્યું હતું. ત્યારે મંદિરની ત્રણ બાજુ પર એક વિશાળ તળાવ હતું, જે હવે દાટી દેવામાં આવેલ છે. આ મંદિરની જમીન પાંડુ શેઠ તરફથી દાન કરવામાં આવી હતી અને આ મંદિરની દેખરેખ તેમના પરિવાર તરફથી જ કરવામાં આવતી હતી. પછી મુંબઇ હાઇ કોર્ટ દ્વારા મંદિર ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. હજુ પણ આ મંદિરની દેખરેખ આ ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવે છે.[૨]

અહીં મુંબા દેવીની નારંગી ચહેરાવાળી, ચાંદીના તાજથી શણગારેલ મૂર્તિ સ્થાપિત છે. આ ટ્રસ્ટ દ્વારા અહીં અન્નપૂર્ણા અને જગદંબા માતાની મૂર્તિઓ પણ મુંબા દેવીની આજુબાજુમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ મંદિરમાં દરરોજ છ વખત આરતી કરવામાં આવે છે. મંગળવારનો દિવસ અહીં શુભ માનવામાં આવે છે. અહીં માનતા માંગવા માટે અહીં રાખેલ કઠવા (લાકડું) પર સિક્કાને ખીલી ઠોકી ચોંટાડવામાં આવે છે. શ્રદ્ધાળુઓની ભીડ ખૂબ જ રહે છે. આ મંદિર લગભગ ૫૦ લાખ રૂ. વાર્ષિક ધોરણે આ મંદિરનાં જાળવણી કાર્યો અને ઉત્સવોમાં ખર્ચ કરે છે.

સંદર્ભ[ફેરફાર કરો]