મોરની હિલ્સ
Appearance
Coordinates: 30°42′N 77°05′E / 30.700°N 77.083°E
મોરની હિલ્સ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હરિયાણા રાજ્યમાં આવેલા અંબાલા વિભાગના પંચકુલા જિલ્લામાં આવેલ એક જોવાલાયક સ્થળ છે. આ સ્થળ રાજ્યના મુખ્ય મથક ચંડીગઢથી આશરે ૪૫ કિલોમીટર તેમ જ જિલ્લા મથક પંચકુલાથી ૩૫ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે[૧]
આ સ્થળનું નામ પુરાતન કાળના કોઈ શાસકની પત્ની (રાણી)ના નામ પરથી પડ્યું છે, એમ કહેવાય છે. અહીં ચીડનાં વૃક્ષો તેમ જ નાના મોટા તળાવો અને ટેકરાઓની સુંદરતા માણવા દર વર્ષે ઘણા પર્યટકો આવે છે. આ થળ સમુદ્રની સપાટીથી ચાર હજાર ફૂટ જેટલી ઊંચાઈએ આવેલું છે. આ વિસ્તારમાં વન્ય પ્રાણી અભયારણ્ય પણ આવેલું છે. અહીં વન વિભાગ દ્વારા આયુર્વેદિક વનસ્પતિ ઉદ્યાન (હર્બલ ગાર્ડન) પણ બનાવવામાં આવેલ છે.
ગેલરી
[ફેરફાર કરો]-
હરિયાણા પર્યટન વિભાગનો રિસોર્ટ
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Morni hills" સંગ્રહિત ૨૦૧૩-૦૬-૨૭ ના રોજ વેબેક મશિન. Haryana Tourism. 2008. Retrieved 26 July 2013.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- મોરની હિલ્સ સંગ્રહિત ૨૦૧૩-૧૦-૩૦ ના રોજ વેબેક મશિન (TripAdvisorની વેબસાઇટ પર)
વિકિમીડિયા કૉમન્સ પર Morni Hills and Tikkar Taal વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.