રંભા (અપ્સરા)
રંભા | |
---|---|
શુક ને લલચાવવાનો પ્રયાસ કરતી રંભા; રાજા રવિ વર્માનું એક ચિત્ર. | |
જોડાણો | અપ્સરા |
રહેઠાણ | સ્વર્ગ |
જીવનસાથી | નલકૂવર |
રંભા (સંસ્કૃત: रम्भा) એ હિન્દુ પૌરાણિક કથાઓમાં સ્વર્ગની અગ્રણી અપ્સરાઓમાંની એક છે. નૃત્ય, સંગીત અને સૌંદર્યની કળામાં તેની સિદ્ધિઓમાં તે અજોડ હોવાને કારણે તેની પ્રશંસા કરવામાં આવે છે.
દંતકથા
[ફેરફાર કરો]જન્મ
[ફેરફાર કરો]મહાકાવ્ય મહાભારતના આદિ પર્વ અનુસાર રંભા અને તેની અપ્સરા બહેનો આલ્મ્બુશા, મિશ્રકેશી, વિધ્યુત્પર્ણ, તિલોત્તમા, અરુણા, રક્ષિતા, મનોરમા, સુબાહુ, કેશિની, સુરત અને સૂરજ એ ઋષિ કશ્યપ અને તેમની પત્ની પ્રધાની પુત્રીઓ છે.[૧] ભાગવત પુરાણમાં અપ્સરાઓની માતાનું નામ મુનિ છે.[૨]
કેટલાક પૌરાણિક શાસ્ત્રોમાં, એક અલગ વૃત્તાંત જોવા મળે છે, જે મુજબ સમુદ્ર મંથન દરમિયાન ક્ષિર સાગર (દૂધનો સમુદ્ર) માંથી રંભા અને અન્ય અપ્સરાઓનો ઉદભવ થયો હતો.[૩]
વિશ્વામિત્ર સાથે ભેટો
[ફેરફાર કરો]રંભા અને અન્ય અપ્સરાઓને દેવોના રાજા ઇન્દ્ર દ્વારા વારંવાર ઋષિમુનિઓને લલચાવવા અને આત્મ-ત્યાગ અને તપસ્યા દ્વારા દૈવી શક્તિઓ પ્રાપ્ત ન થાય તેની ખાતરી કરવા માટે મોકલવામાં આવે છે.[૩][૪]
મહાકાવ્ય રામાયણના બાળ કાંડમાં વર્ણન કરવામાં આવ્યું છે કે રંભાને ઇન્દ્ર દ્વારા વિશ્વામિત્રની તપસ્યામાં ખલેલ પહોંચાડવાની સૂચના આપવામાં આવી છે, જે એક ઋષિ છે, જેમને અગાઉ મેનકા નામની બીજી અપ્સરા દ્વારા લલચાવવામાં આવ્યા હતા. વિશ્વામિત્રને ખબર પડી કે ઇન્દ્રએ તેને લલચાવવા માટે બીજી એક અપ્સરા મોકલી છે, તેથી ગુસ્સે ભરાયેલા વિશ્વમિત્ર તેને દસ હજાર વર્ષ સુધી એક ખડકમાં રૂપાંતરિત થવાનો શ્રાપ આપે છે જ્યાં સુધી એક બ્રાહ્મણ તેને શ્રાપમાંથી મુક્ત ન કરે.[૩]
રાવણ દ્વારા બળાત્કાર
[ફેરફાર કરો]રંભાને યક્ષના રાજા કુબેરના પુત્ર નલકુવરના સાથીદાર તરીકે વર્ણવવામાં આવી છે.[૧]
રામાયણના ઉત્તરકાંડમાં લંકાના રાજા અને કુબેરના સાવકા ભાઈ રાવણે રંભાને એક પર્વત પર જોઈ અને તેના સૌંદર્યથી મોહિત થઈ ગયો. તેણે તેની વાસના પૂરી કરવા માટે તેની પાસે પ્રયત્ન કર્યો, પરંતુ તેણે પોતાની પુત્રવધૂ કહીને વિરોધ કર્યો. જો કે, રાવણ એમ કહીને તેની મજાક ઉડાવે છે કે અપ્સરા કોઈની માલિકીની નથી અને તેના પર બળાત્કાર કરવા આગળ વધે છે. આ ઘટના બાદ રંભાએ પોતાના પતિની શોધ કરી અને શું થયું તે જણાવ્યું.[૫]
"હે પ્રભુ, આ રાત્રે, દશગ્રીવ (રાવણ) ત્રિવિષ્ટાપ શિખર પર ચડાઈ કરી રહ્યો હતો; તેણે તેની સેના સાથે તે પર્વત પર છાવણી નાખેલી હતી અને જ્યારે હું તમને મળવા આવી હતી ત્યારે તેણે મને નિહાળી હતી, હે શત્રુવિજેતા! પેલા રાક્ષસે મને પકડી લીધી અને મને પૂછ્યું, "તું કોણ છે?" ત્યારે મેં તેને બધું જ કહી દીધું. ખરેખર બધું જ સત્ય હતું. પણ જ્યારે હું તેને વિનંતી કરું કે, હું તારી પુત્રવધૂ છું, ત્યારે તે મારી વાત સાંભળતો ન હતો. મારી આજીજી સાંભળવાની ના પાડતાં, તેણે મારા પર નિર્દયતાથી હુમલો કર્યો! મારો ફક્ત આટલો જ વાંક છે, ઓ મક્કમ પ્રતિજ્ઞાઓના સ્વામી, તેથી તમારે મને માફ કરવી જોઈએ. હે સખા, ખરેખર તો સ્ત્રી અને પુરુષ વચ્ચે સામર્થ્યની કોઈ સમાનતા જ નથી."
રોષે ભરાયેલા નલકુવર રાવણને શ્રાપ આપે છે કે જો તે ક્યારેય વાસનાથી કોઈ સ્ત્રી વિરુદ્ધ હિંસા કરે તો તેનું માથું સાત ટુકડા થઈ જાય. રામની પત્ની સીતા, જેનું રાવણ પાછળથી બળજબરીથી અપહરણ કરે છે, તે માત્ર શ્રાપને કારણે રાવણની વાસનામાંથી બચી જાય છે. સીતાનું તેમનું અપહરણ રામના હાથે તેના મૃત્યુ તરફ દોરી જાય છે.[૧][૬]
શુક સાથે ભેટો
[ફેરફાર કરો]રંભાને કાવ્ય શૃંગારજ્ઞાનનિર્ણયા ('પ્રેમ અને જ્ઞાન વચ્ચેનો તફાવત')માં દર્શાવવામાં આવી છે, જ્યાં તેને શુક નામના એક યુવાન ઋષિને લલચાવવા માટે મોકલવામાં આવે છે, પરંતુ તેના બદલે તે તેની સાથે વાતચીત કરે છે. તે શુકને સમજાવવા માટે શૃંગારિક સ્વરનો ઉપયોગ કરે છે કે માણસનું જીવન પ્રેમ વિના નિરર્થક છે, જેના પર તે પ્રતિકાર કરે છે કે જો કોઈ માણસ સર્વોચ્ચ શાણપણ પ્રાપ્ત કરવામાં અસમર્થ હોય તો તેનું જીવન નકામું છે.[૭][૮]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ Mani, Vettam (1975). "Rambhā". Puranic encyclopaedia : a comprehensive dictionary with special reference to the epic and Puranic literature. Robarts - University of Toronto. Delhi : Motilal Banarsidass. પૃષ્ઠ 641-642. ISBN 978-0-8426-0822-0.
- ↑ Handique, Krishnakanta (2001). Apsarases in Indian Literature and the Legend of Urvaśī and Purūravas (અંગ્રેજીમાં). Decent Books. ISBN 978-81-86921-16-6.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ Walker, Benjamin (2019-04-09). Hindu World: An Encyclopedic Survey of Hinduism. In Two Volumes. Volume II M-Z (અંગ્રેજીમાં). Routledge. ISBN 978-0-429-62419-3.
- ↑ Kulaśreshṭha, Sushamā (1997). Erotics in Sanskrit & English Literature-I with Special Reference to Kālidāsa & Shakespeare (અંગ્રેજીમાં). Eastern Book Linkers. ISBN 978-81-86339-48-0.
- ↑ www.wisdomlib.org (2020-09-28). "Nalakuvara curses Ravana [Chapter 26]". www.wisdomlib.org (અંગ્રેજીમાં). મેળવેલ 2022-07-13.
- ↑ Austin, Christopher R. (2019-09-04). Pradyumna: Lover, Magician, and Scion of the Avatara (અંગ્રેજીમાં). Oxford University Press. ISBN 978-0-19-005413-7.
- ↑ Winternitz, Moriz (1985). History of Indian Literature (અંગ્રેજીમાં). Motilal Banarsidass Publ. ISBN 978-81-208-0056-4.
- ↑ Chandran, Mini; V.S, Sreenath (2021-02-18). An Introduction to Indian Aesthetics: History, Theory, and Theoreticians (અંગ્રેજીમાં). Bloomsbury Publishing. ISBN 978-93-89165-13-5.