રાજપરા રજવાડું (હાલાર)
રાજપરા (મૂળ રાજપુરા) એ એક ગામ છે અને પહેલાં પશ્ચિમ ભારતના ગુજરાતના સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ પરનું એક સલામી વગરનું હિંદુ રાજપૂત રજવાડું હતું.
ઇતિહાસ
[ફેરફાર કરો]રાજપરા પાંચમાં વર્ગનું સલામી વગરનું રજવાડું અને હાલાર પ્રાંતનો તાલુકો હતું, જે જાડેજા રાજપૂત સરદારો દ્વારા જ્યેષ્ઠાધિકારથી શાસન ચાલતું હતું. તે કોટડા-સાંગાણી રાજ્યની એક શાખા, જેના પ્રથમ ઠાકુર તેગુજીરાજ, વંશના સ્થાપક, કોટડા-સાંગાણીના સાંગોજીનો બીજો પુત્રને, કેટલાક અન્ય ગામો જાગીરમાં મેળવ્યાં હતા.
૧૯૦૧માં તેમાં વધુ બાર ગામડાઓનો સમાવેશ થતો હતો, જેમાં ૩૯ ચોરસ કિલોમીટર વિસ્તાર આવરી લેવાયો હતો, જેમાં ૧૯૦૧ માં ૧,૮૬૨ (૧૯૨૧ માં ૨,૨૬૮) ની સંયુક્ત વસ્તી હતી. રાજ્યની કુલ આવક (૧૯૦૩-૦૪, મોટાભાગે જમીનની; પાછળથી ૨૭,૦૦૦ રૂપિયા) હતી, 3,૧૬૩ રૂપિયાનો કર બ્રિટિશ અને જૂનાગઢ રજવાડાને ચૂકવતું હતું.
રાજપુરા એ તે સમયમાં સૌથી ભવ્ય રજવાડાઓમાનું એક હતું. રાજપરીવારનો રંગમહેલ તેની આસપાસ પ્રાકૃતિક દ્રશ્ય ધરાવતો હતો, તે રાજપુરા તાલુકાની વહીવટી કચેરી તરીકે પણ ફરજ બજાવતું હતું.
ઠાકુરો
[ફેરફાર કરો]- તોગુજીરાજ સાંગોજીરાજ [તોગાજી], પ્રથમ ઠાકુર
- મેરુજીરાજ તોગુજીરાજ
- અસાજીરાજ મેરુજીરાજ
- લાધાજીરાજ આશાજીરાજ
- વાઘજીરાજ લધાજીરાજ--નિસંતાન અવસાન થયું
- લાધાજીરાજ આશાજીરાજ
- અસાજીરાજ મેરુજીરાજ
- મેરુજીરાજ તોગુજીરાજ
- ભીમજીરાજ લધાજીરાજ---વાઘજીરાજના ભાઈ (અ.૧૮૮૪)
- આશાજીરાજ ભીમજીરાજ--(જ.૧૮૪૬) ૨૫ એપ્રિલ ૧૮૮૪ માં ગાદી મેળવી.
- લખાજીરાજ અસજીરાજ(જ.30 જુલાઈ ૧૮૬૯) ૨૭ ડિસેમ્બર ૧૯૦૩માં ગાદી મેળવી.
- પૃથ્વીરાજસિંહ લખાજીરાજ, ૧૯૧૩માં ગાદીએ આવ્યા.
- નિર્મલસિંહજી પૃથ્વીરાજસિંહજી (યુવરાજ સાહેબ પૃથ્વીરાજજી લખાજીરાજના પુત્ર)
- વર્તમાનમાં વર્તમાન રાજવીજયસિંહજી શિવભદ્રસિંહજી (જ.૯ માર્ચ ૧૯૬૬) --(યુવરાજ સાહેબ શિવભદ્રસિંહજી નિર્મલસિંહજીના પુત્ર) નો
- વર્તમાન યુવરાજસાહેબ કીર્તિરાજસિંહજી રાજવિજયસિંહજી જાડેજા નો જન્મ ૪ સપ્ટેમ્બર ૧૯૯૧ના રોજ થયો.