લખાણ પર જાઓ

રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ રાણા

વિકિપીડિયામાંથી
રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ રાણા
ગુજરાત પ્રદેશ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી
પદ પર
૧૯૯૮ – ૨૦૦૧
પદ પર
૨૦૦૧ – ૨૦૦૪
અંગત વિગતો
જન્મ (1956-05-22) 22 May 1956 (ઉંમર 68)
ભાવનગર, ગુજરાત
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી
જીવનસાથીઇલા રાણા
સંતાનો૧ પુત્ર
નિવાસસ્થાનભાવનગર
૨૫ ફેબ્રુઆરી, ૨૦૦૬
સ્ત્રોત: [૧]

રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ રાણા (જન્મ ૨૨ મે ૧૯૫૬) ભારતીય રાજકારણી છે, જેઓ ૧૯૯૬થી ૨૦૧૪ સુધી ભારતીય સંસદના નીચલા ગૃહ લોક સભામાં સભ્ય રહ્યા હતા.

તેઓ સરદારસિંહજી રાણાના ‍‍‍‍(૧૮૭૦-૧૯૫૭) પ્રપૌત્ર છે, જેઓ ભારતીય રાજકીય કાર્યકર, પેરિસ ઇન્ડિયન સોસાયટીના સ્થાપક સભ્ય અને ભારતીય હોમ રુલ સોસાયટીના ઉપ-પ્રમુખ હતા.

રાજકીય કારકિર્દી

[ફેરફાર કરો]

તેમણે ભાવનગર મતવિસ્તારનું લોક સભામાં પાંચ વખત પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સભ્ય છે અને ૧૯૯૮થી ૨૦૦૪ સુધી પ્રદેશ પ્રમુખ રહ્યા હતા. તેમણે ૨૦૧૪ લોક સભાની ચૂંટણી લડી ન હતી.[૧]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Modi denies Lok Sabha ticket to his critics Rajendrasinh Rana in Gujarat". Mail Today. 21 March 2014. મેળવેલ 5 Aug 2014.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]