રાણી રૂપમતીની મસ્જીદ
રાણી રૂપમતીની મસ્જીદ | |
---|---|
રાણી રૂપમતીની મસ્જીદ | |
ધર્મ | |
જોડાણ | ઇસ્લામ |
સ્થિતિ | Active |
સ્થાન | |
સ્થાન | મિર્ઝાપુર, અમદાવાદ |
નગરપાલિકા | અમદાવાદ મહાનગરપાલિકા |
રાજ્ય | ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 23°01′55″N 72°35′02″E / 23.0320233°N 72.5839783°E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | મસ્જીદ અને મકબરો |
સ્થાપત્ય શૈલી | ભારતીય -ઈસ્લામી વાસ્તુ |
આર્થિક સહાય | મહમદ બેગડો |
પૂર્ણ તારીખ | ૧૪૩૦-૧૪૪૦ |
લાક્ષણિકતાઓ | |
લંબાઈ | ૧૦૫ ફૂટ |
પહોળાઈ | ૪૬ ફૂટ |
ઊંચાઇ (મહત્તમ) | ૩૦ ફૂટ |
ગુંબજો | ૧૩ |
રાણી રૂપમતીની મસ્જીદ, અથવા રાણી રૂપવતીની મસ્જીદ અથવા મિર્ઝાપુર રાણીની મસ્જીદ એ ભારતના અમદાવાદના મિર્ઝાપુર વિસ્તારમાં આવેલી એક મધ્યયુગીન મસ્જિદ અને મકબરાનું સંકુલ છે.
ઇતિહાસ અને સ્થાપત્ય
[ફેરફાર કરો]આ મસ્જિદ મહંમદ બેગડાએ કદાચ અહેમદ શાહ પ્રથમના શાસનના પછીનાં વર્ષોમાં (૧૪૩૦-૧૪૪૦) માં બનાવ્યો હતો. તેનું નામ રાણી રૂપમતીના નામ પર રાખવામાં આવ્યું છે. કુતુબુદ્દીનના મૃત્યુ પછી મહમૂદ બેગડાએ તેની સાથે લગ્ન કર્યા હતા. [ સંદર્ભ આપો ] આ મસ્જિદ ૧૦૫ ફુટ લંબાઈ, ૪૬ ફૂટ પહોળાઈ અને ૩૨ ફૂટ ઊંચાઈ ધરાવે છે. એક ઊંચી કેન્દ્રીય કમાન, ત્રણ પ્રભાવશાળી ગુંબજ, પાતળા મીનારા, કોતરવામાં આવેલા બરામદા અને એક ઉત્કૃષ્ટ મેહરાબ આ મસ્જીદના વિષિષ્ટા લક્ષણો છે. તેના ત્રણ ગુંબજ સપાટ છત દ્વારા એક સાથે જોડાયેલા છે. મસ્જિદની બાજુએ આવેલા પ્રવેશદ્વાર બંને બાજુના બરામદામાં ખુલે છે અને એક જાળીદાર બારી આગળ તેનો અંત આવે છે. આ ગુંબજોને બાર સ્તંભોની હરોળ દ્વારા ટેકો આપવામાં આવે છે. મોટા ગુંબજોના આગળના અને પાછળના નાના ગુંબજને મસ્જિદના ચાર ખૂણા આધાર આપે છે. મસ્જીદનો મધ્ય ભાગ ઉંચાણવાળો છે જે નાના ઓટલાઓથી ઉપર ઉઠે છે અને જાળીવાળી બારી ધરાવે છે. આ ભાગ ઉપરના ગુંબજને આધાર આપે છે. ૧૮૧૯ ના કચ્છના ધરતીકંપમાં નુકશાન પામેલા હોવા છતાં, તેમના મિનારાઓનાં આધાર ભાગ, તેમના માળખા હજી પણ મસ્જિદની મુખ્ય સુંદરતા ટકાવી રાખે છે. આ તે ઇમારતોમાંથી એક છે જ્યાં કમાનવાળા ઇસ્લામિક અને સપાટ હિન્દુ શૈલીઓને જોડવાનો પ્રયાસ થયો હતો , આવા પ્રયાસો ભાગ્યે જ સફળતા પામ્યા હતા; કેન્દ્રીય કમાનની સાદાઈ ઉપલી કાંગરી અને બાજુના મીનારાની ભારે સમૃદ્ધિ સાથે વિરોધાભાસ પેદા કરે છે. મસ્જિદની નજીક એક સ્મારક છે, જેમાં મધ્યમાં વિશાળ અને બે બાજુ નાના ગુંબજ છે, જે રાણી રૂપમતી અને બીજી રાણીની કબરો ઉપર ઉભો છે. ગુંબજની અંદરનો ભાગ ખૂબ જ ખવાઈ ગયો છે. [૧] [૨]
ગેલેરી
[ફેરફાર કરો]-
મસ્જિદની યોજના અને ઊંચાઈ: સ્કેલ - ૫૦ ફુટ=૧ ઇંચ
-
ઉત્તરી બાજુની કમાન અને મસ્જિદની બારી
-
ઉત્તરીય મીનારાનો આધાર ભાગ
-
ઉત્તરીય મીનારાના પાયાના નીચલા ભાગમાં વિશિષ્ટ કોતરણી
-
ઉત્તરીય મીનારાના નીચલા ભાગમાં વિશિષ્ટ કોતરણી
-
બાજુમાં રાણીની સમાધિ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Gazetteer of the Bombay Presidency: Ahmedabad. Government Central Press. 1879. પૃષ્ઠ 278–279.
dastur khan mosque.
- ↑ Ward (1 January 1998). Gujarat–Daman–Diu: A Travel Guide. Orient Longman Limited. પૃષ્ઠ 34. ISBN 978-81-250-1383-9. આ લેખમાં પબ્લિક ડોમેનમાં રહેલા આ સ્ત્રોતમાંથી લખાણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.