લખાણ પર જાઓ

રાહુલ બોસ

વિકિપીડિયામાંથી
રાહુલ બોસ
જન્મ૨૭ જુલાઇ ૧૯૬૭ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Cathedral and John Connon School
  • Sydenham College Edit this on Wikidata
વ્યવસાયRugby union player, ફિલ્મ અભિનેતા Edit this on Wikidata

રાહુલ બોસ (બંગાળી: রাহুল বসু ,હિંદી: राहुल बौस, ઉર્દૂ: رہُل بوس; જન્મ 27 જૂલાઇ, 1967) ભારતના એક અભિનેતા, પટકથા લેખક, દિગ્દર્શક, સામાજિક કાર્યકર, અને રગ્બી યુનિયનના ખેલાડી છે.

બોસે પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ અને ઝનકાર બીટ્સ જેવી હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ટાઇમ એશિયા મેગેઝિને તેમને ઇંગ્લિશ, ઓગસ્ટ અને મિ. એન્ડ મિસીઝ ઐયર જેવી સમાંતર ફિલ્મોમાં કાર્યને કારણે "ઇન્ડિયન આર્ટહાઉસ સિનેમાના[] સુપરસ્ટાર"નું બિરૂદ આપ્યું હતું. તેઓ તેમના સામાજિક કાર્યોને કારણે પણ જાણીતા છે: તેમણે 2004 બોક્સિંગ ડે સુનામિ બાદના રાહતના કાર્યોમાં ભાગ લીધો હતો અને તેઓ ભેદભાવ વિરોધી એનજીઓ(NGO), ધી ફાઉન્ડેશનના સ્થાપક પણ છે.[] બોસ ભારતની આંતરરાષ્ટ્રીય રગ્બી ટીમ, ધી નેશનલ ઓરેન્જ ઇન્ડિયન રગ્બી ટીમના પૂર્વ સભ્ય પણ છે.

પૂર્વજીવન

[ફેરફાર કરો]

રાહુલ બોસ 27 જૂલાઇ, 1967ના રોજ રૂપેન અને કુમુદ બોસને ત્યાં હિન્દુ કાયસ્થ[સંદર્ભ આપો] કુટુંબમાં જન્મ્યા હતા. તેઓ પોતાને "અડધા બંગાળી, એક ચતુર્થાંશ પંજાબી અને એક ચતુર્થાંશ મહારાષ્ટ્રીયન" ગણાવે છે.[] તેમણે બેંગલોર, કર્ણટકમાં બાળપણ વિતાવ્યું અને ત્યાર બાદ તેઓ કુટુંબ સાથે મુંબઇ તબદીલ થયા. તેમણે છ વર્ષની ઉંમરે શાળામાં નાટક, ટોમ, ધી પાઇપર્સ સન માં મુખ્ય ભૂમિકા ભજવીને પ્રથમ વાર અભિનય કર્યો હતો. બાળક તરીકે તેમણે રમતોમાં રસ લીધો હતો અને તેમની માતાએ બોક્સિંગ અને રગ્બી યુનિયનમાં ભાગ લેવડાવ્યો હતો.[] તેઓ ક્રિકેટ પણ રમતા હતા અને તેમણે ક્રિકેટર મન્સૂર અલિ ખાન પટૌડી પાસેથી તાલિમ લીધી હતી.[]

તેઓ મુંબઇની કેથેડ્રલ જોહ્ન કોનન સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી છે. ઘણી અમેરિકન યુનિવર્સિટીઓ દ્વારા નકારાયા બાદ, બોસે સિડેન્હામ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. કોલેજ કાળ દરમિયાન તેઓ શાળાની રગ્બી ટીમ માટે રમતા હતા અને વેસ્ટર્ન ઇન્ડિયા ચેમ્પિયનશીપ્સની સ્પર્ધામાં બોક્સિંગમાં સિલ્વર મેડલ જીત્યા હતા. 1987માં તેમની માતાના નિધન બાદ, બોસે રિડીફ્યુઝન ખાતે કોપી રાઇટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. બોસે તેમની પ્રથમ ફિલ્મ, ઇંગ્લિશ, ઓગસ્ટ ની રજૂઆત બાદ પૂર્ણ સમયના અભિનેતા બનવા માટે એડવર્ટાઇઝીંગ ક્રિએટીવ ડિરેક્ટર તરીકેની નોકરી છોડી દીધી હતી.[]

સ્ટેજ અને ફિલ્મ કારકીર્દિ

[ફેરફાર કરો]

શરૂઆતની કારકીર્દિ: 1993-2003

[ફેરફાર કરો]

બોસે બોમ્બે સ્ટેજ પર રાહુલ ડી'કુન્હાના ટોપ્સી ટર્વી અને આર ધેઅર ટાઇગર્સ ઇન ધી કોંગો? માં અભિનયની શરૂઆત કરી હતી. ડી'કુન્હાના કાકી દિગ્દર્શક દેવ બેનેગલની ફિલ્મ ઇંગ્લિશ, ઓગસ્ટ ના કાસ્ટિંગ ડિરેક્ટર હતા અને તેમણે બોસે મુખ્ય ભૂમિકા ભજવવી જોઇએ તેવું સૂચન કર્યું હતું. સ્ક્રીન ટેસ્ટ લીધા બાદ, બેનેગલે તેને સરકારી અધિકારી અગસ્ત્ય સેનની ભૂમિકા માટે પસંદ કર્યા હતા.[] ઉપમન્યુ ચેટર્જીની ધી નોવેલ ઓફ ધી સેમ નેમ પર આધારિત, ઇંગ્લિશ, ઓગસ્ટ પ્રથમ હિંગ્લીશ ફિલ્મ હતી અને તે 20થ સેન્ચ્યુરી ફોક્સ દ્વારા ખરીદવામાં આવેલી પ્રથમ ફિલ્મ બની ત્યારે બોસને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઇ અને તેણે આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારંભોમાં ઘણા પુરસ્કારો જીત્યા.[]

ઇંગ્લિશ, ઓગસ્ટ બાદ, બોસે ટેલિવિઝનમાં કામ મેળવ્યું; તેમને ભારતની પ્રથમ અંગ્રેજી ભાષાની ટેલિવિઝન શ્રેણી, એ માઉથફૂલ ઓફ સ્કાય માં ભૂમિકાની ઓફર કરવામાં આવી અને બીબીસી વર્લ્ડના Style! માં પણ તેમને સહરજૂઆતકારની ભૂમિકા ભજવી. લૈલા રૂઆસ સાથે. 1998માં તેઓ કૈઝાદ ગુસ્તાદની બોમ્બે બોય્ઝ માં નસીરૂદ્દિન શાહ સાથે દેખાયા અને દેવ બેનેગલની બીજી ફિલ્મ, સ્પ્લિટ વાઇડ ઓપન માં ભૂમિકા ભજવી. ભટકતા પાણીના વેપારી તરીકેની તેમની ભૂમિકા માટે તૈયારી કરવા, બોસ મુંબઇની ઝૂંપડપટ્ટીમાં બે સપ્તાહ સુધી રહ્યા અને ડ્રગના વેપારીનો અભ્યાસ કર્યો.[] તેમની સામાજિક જવાબદારીની જાગૃતિની શરૂઆત તરીકે તેમણે 2002ના ગુજરાત હુલ્લડો સાથે આ સમયની માગ કરી.[] સ્પ્લિટ વાઇડ ઓપન જાતીય સતામણીના વર્ણન માટે ભારતમાં વિવાદિત હોવા છતાં,[૧૦][૧૧] બોસને તેના અભિનય બદલ 2000ના સિંગાપોર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ખાતે શ્રેષ્ઠ એશિયન અભિનેતા માટેને સિલ્વર સ્ક્રિન એવોર્ડ મળ્યો.[] તેમણે વિદેશમાં ઇંગ્લેન્ડમાં લિસેસ્ટર હેમાર્કેટ ખાતે પણ અભિનય કર્યો હતો જ્યાં તેમણે ટીમ મુરારિના નાટક, ધી સ્ક્વેર સર્કલ ની અંગ્રેજી આવૃત્તિમાં ભૂમિકા ભજવી હતી.[૧૨][૧૩]

1997માં, બોસને સલમાન રશ્દીની નવલકથા મિડનાઇટ્સ ચિલ્ડ્રન ની બીબીસી આવૃત્તિમાં સલિમ સિનાઇની ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યા હતા. ભારત અને શ્રી લંકાની સરકારોએ તેના ફિલ્મીંગની મંજૂરી ન આપતા પ્રોજેક્ટ અંતે રદ કરવામાં આવ્યો હતો.[૧૪] બોસને ઇંગ્લિશ, ઓગસ્ટ માં જોયા બાદ, દિગ્દર્શક ગોવિંદ નિહલાનીએ તેમની મુખ્ય ધારાની ફિલ્મ તક્ષક માં અજય દેવગન સામે ખલનાયકની ભૂમિકા માટે પસંદ કર્યા હતા. આ ફિલ્મ નાણાકીય દ્રષ્ટિએ સફળ થઇ ન હોવા છતાં[૧૫] બોસને હકારાત્મક આવકાર મળ્યો હતો.[૧૬]

2001માં, બોસે એવરીબઝી સેઝ આઇ એમ ફાઇન સાથે પ્રથમ ફિલ્મ દિગ્દર્શીત કરી હતી. રેહમાન એન્જિનિયર અને કોએલ પુરીની મુખ્ય ભૂમિકા તથા બોસની સહાયક ભૂમિકા સાથેની આ ફિલ્મ માટે બધાને સમીક્ષકોએ મિશ્ર પ્રત્યાઘાતો મળ્યા હતા, પરંતુ બોસને 2003ના પામ સ્પ્રિંગ્ઝ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ખાતે દિગ્દર્શક તરીકેની પ્રથમ ફિલ્મ માટે જોહ્ન સ્ક્લેસિંગર પુરસ્કારમાં બીજા ક્રમે રહ્યા હતા.[૧૭] 2002માં, બોસે અપર્ણા સેનની આર્ટ ફિલ્મ મિ. એન્ડ મિસીઝ ઐયર માં કોંકણા સેન શર્મા સાથે અભિનય કર્યો. કોમવાદી હિંસાની ટીકા કરતી આ ફિલ્મ, વિવેચનાત્મક રીતે સફળ રહી અને ત્રણ નેશનલ ફિલ્મ એવોર્ડ સાથે ઘણા આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારંભોમાં વિવિધ પુરસ્કારો જીત્યા.[૧૮][૧૯]

પ્રચલિત પ્રવાહની સફળતા અને ક્ષેત્રીય સિનેમા: 2003–આજ સુધી

[ફેરફાર કરો]

2003માં, બોસ ઝનકાર બિટ્સ સાથે બોલિવુડની પ્રચલિત સિનેમામાં પ્રવેશ્યા, જેમાં તેમણે બેમાંથી એક મિત્રની ભૂમિકા ભજવી હતી જેઓ આર.ડી. બર્મનના ચાહક હોય છે અને સંગીતની સ્પર્ધા જીતવાની ઇચ્છા ધરાવતા હોય છે. સફળ સાઉન્ડટ્રેક્સને કારણે, ઝનકાર બિટ્સ આશ્ચર્યજનક રીતે શહેરી મલ્ટીપ્લેક્સિસમાં[૨૦][૨૧] સફળ નિવડી હતી અને તેણે સંગીત માટે ઘણા પુરસ્કારો પણ જીત્યા હતા.[૨૨] તે જ વર્ષે, બોસ બોલિવુડની અન્ય ફિલ્મ મુંબઇ મેટિની માં દેખાયા હતા જે યુકેમાં પણ રજૂ થઇ હતી. તેમણે ચમેલિ ફિલ્મમાં પણ કરિના કપૂર સામે ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઇ ન હતી, પરંતુ તેણે ઘણા ફિલ્મફેર અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા હતા.

બોસે જાન્યુઆરી 2006માં રજૂ થયેલી તેમની બીજી ફિલ્મ 15 પાર્ક એવન્યુ માં કોંકણા સેન શર્મા સાથે જોડી બનાવી હતી. અપર્ણા દ્વાર દિગ્દર્શીત અને અંગ્રેજીમાં નિર્મિત, 15 પાર્ક એવન્યુ વિવિધ આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમારંભોમાં રજૂ કરવામાં આવી હતી અને ભારતમાં રજૂ કરવા માટે હિન્દીમાં ડબ કરવામાં આવી હતી.[૨૩]

ત્યાર પછીની ફિલ્મ રોમેન્ટિક કોમેડી પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ હતી, જેનાથી બોસ ફરી પ્રચલિત બોલિવુડ ફિલ્મો તરફ પાછા ફર્યા. આ ફિલ્મમાં બોસના વચનથી અણગમો ધરાવતા મુંબઇના ડીજે સિદ અને તેમની પંજાબી ગર્લફ્રેન્ડ, ત્રિષા વચ્ચેના અસ્થિર સંબંધો દર્શાવવામાં આવ્યા છે, જેના મલ્લિકા શેરાવતે ભૂમિકા ભજવી છે. ટીકાકારોએ બોસની વર્ણન કરવાની શૈલીની નોંધ લીધી હતી, જેમાં બ્રેકીંગ ધી ફોર્થ વોલનો સમાવેશ થતો હતો, જે ભારતીય સિનેમામાં સામાન્ય રીતે ઉપયોગમાં ન લેવાતું સાધન છે.[૨૪] આ ફિલ્મે મલ્ટિપ્લેક્સમાં[૨૫] સારો પ્રારંભ કર્યો હતો અને સામાન્ય નાણાકીય સફળતા મેળવી હતી, અંતે તે 2006ની ટોચની કમાણી કરનારી ફિલ્મોમાં સ્થાન પામી હતી.[૨૬] બોસ અને શેરાવત બંનેને તેમની કામગીરી માટે સારા પ્રતિભાવો સાંપડ્યા હતા અને ફિલ્મની સફળતાએ સિક્વલ, શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ને પ્રોત્સાહન આપ્યું હતું, જેનું શુટીંગ 2010માં શરૂ થશે.[૨૭] શેરાવત અને બોસે ફરી વખત બોલિવુડની અન્ય કોમેડી, માન ગયે મુગલ-એ-આઝમ માં એકસાથે કામ કર્યું, જે વ્યાપારી અને વિવેચનાત્મક બંને રીતે નિષ્ફળ રહી હતી.[૨૮]

2006માં, બોસે બંગાળી ફિલ્મના ત્રણના જૂથ, અનિરૂદ્ધ રોય ચૌધરીની અનુરનન માં પણ ભૂમિકા ભજવી. અનુરનન ને વિવિધ સમારંભોમાં સારો પ્રતિભાવ મળ્યો હતો અને બંગાળમાં તે સફળતાપૂર્વક ત્રણ મહિના સુધી ચાલી હતી. ત્યાર બાદ તે હિન્દીમાં ડબ કરવામાં આવી રાષ્ટ્રીય સ્તેર રજૂ થઇ.[૨૯] બોસની બીજી બંગાળી ફિલ્મ, કાલપુરૂષ એપ્રિલ 2008માં રજૂ થઇ હતી. કાલપુરૂષ માં પિતા-પુત્રના સંબંધો દર્શાવવામાં આવ્યા હતા અને ફિલ્મ માટે લેખક-દિગ્દર્શક બુદ્ધદેવ દાસગુપ્તાને શ્રેષ્ઠ ફિલ્મ માટેનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. વર્ષ 2009માં બોસે અંતહીન માં ફરી ચૌધરી સાથે કામ કર્યું જેમાં ઓનલાઇન સંબંધોની વાર્તાનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. અનુરનન ની જેમ અંતહીન પશ્ચિમ બંગાળમાં વ્યાપારી રીતે રજૂ થઇ હતી અને મહિન્દ્રા ઇન્ડો-અમેરિકન આર્ટ્સ કાઉન્સિલ ફિલ્મ ફેસ્ટીવલ (એમઆઇએસીસી) અને ધી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયા (આઇએફએફઆઇ) સહિતના વિવિધ ફિલ્મ સમારંભોમાં રજૂ કરવામાં આવી હતી.[૩૦][૩૧]

બોસે 2008માં પ્રચલિત અને આર્ટહાઉસ બંને પ્રકારની ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું, જેમાં અગ્રેજી ભાષાની ફિલ્મ, બિફોર ધી રેઇન્સ નો સમાવેશ થાય છે. બિફોર ધી રેઇન્સ યુએસ અને યુકેમાં રજૂ કરાઇ હતી અને ફિલ્મને મિશ્ર પ્રતિભાવો મળ્યા હોવા છતાં બોસની કામગીરીના ઘણા વિવેચકોએ વખાણ કર્યા હતા. બોસ અમેરિકન ફિલ્મ એ ફ્યુ ગુડ મેન પર આધારિત મિલિટરી કોર્ટ રૂમ ફિલ્મ શૌર્ય માં પણ દેખાયા હતા. બોસના અભિનયની પ્રસંશા થઇ હતી; વિવેચક તરન આદર્શે જણાવ્યું હતું "આ કામગીરી તેની સૌથી સારા અભિનયમાની એક હતી".[૩૨] દિલ કબડ્ડી નામની ફિલ્મમાં તેમણે કોંકણા સેન શર્મા સાથે ત્રીજી વખત દેખાયા હતા, આ સમયે તેઓ લગ્ન બાદની સમસ્યાઓ દર્શાવતા પતિ અને પત્નીની ભૂમિકામાં હતા.[૩૩]

તેઓ વર્ષ 2010ની શરૂઆતમાં મોહસિન હામિદની નવલકથા મોથ સ્મોક પર આધારિત ફિલ્મનું શુટીંગ શરૂ કરવાના હતા,[૩૪] પરંતુ ફિલ્મના રોકાણકારો પાછા પડતા પ્રોજેક્ટ મુલતવી રાખવામાં આવ્યો હતો.[૩૫] અપર્ણા સેન સાથેની ત્રીજી ફિલ્મ ધી જાપાનીઝ વાઇફ એપ્રિલ 2010માં રજૂ થવાની શક્યતા છે.[૩૬][૩૭][૩૮] બોસના અન્ય આગામી પ્રોજેક્ટ્સમાં હોરર ફિલ્મ ફાયર્ડ , મુંબઇ ચકાચક , આઇ એમ અને કુછ લવ જૈસા નો સમાવેશ થાય છે.

રમત ક્ષેત્રે કારકીર્દિ

[ફેરફાર કરો]

1998માં, બોસ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ, એશિયન રગ્બી ફુટબોલ યુનિયન ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટેની પ્રથમ ભારતીય રાષ્ટ્રીય રગ્બી ટીમના એક ભાગ હતા.[૩૯] તેઓ સ્ક્રમ-હાફ અને રાઇટ-વિંગર બંને સ્થિતિઓ પરથી રમત રમ્યા હતા.[૪૦] ડેઇલી ન્યૂઝ એન્ડ એનાલિસીસ સાથેની મુલાકાતમાં, બોસે એવી જાહેરાત કરી હતી કે તેઓ 2009ની સિઝનમાં ટીમમાં પાછા ફરી રહ્યા નથી.[૪૧]

સક્રિયતા

[ફેરફાર કરો]

બોસે 2004 બોક્સિંગ ડે સુનામી બાદ આંદામાન અને નિકોબાર આઇલેન્ડમાં રાહત કાર્યોમાં મદદ કરી હતી. તેના પરિણામે, બોસે તેમના એનજીઓ, ધી ફાઉન્ડેશન દ્વારા આંદામાન અને નિકોબાર સ્કોલરશિપનો પ્રારંભ કર્યો હતો. આ સ્કોલરશિપ કાર્યક્રમ આંદામાન અને નિકોબાર આઇલેન્ડના પછાત બાળકોને શિક્ષણની સહાય આપે છે.[૪૨]

બોસ અક્ષરા સેન્ટર, બ્રેકથ્રુ, સિટીઝન્સ ફોર જસ્ટીલ એન્ડ પીસ અને સ્પેસ્ટીક્સ સોસાયટી ઓફ ઇન્ડિયા જેવી વિવિધ સખાવતી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત, તેઓ 2007માં ઓક્સફામ ગ્લોબલ એમ્બેસેડર બનાનારા પ્રથમ ભારતીય હતા.[૪૩] તેઓ મુંબઇની 51 સખાવતી સંસ્થાઓ અને એનજીઓની મુખ્ય સંસ્થા ગ્રુપ ઓફ ગ્રુપ્સના સ્થાપક અને ચેરમેન છે.[૪૪] તેઓ અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન, ધી વર્લ્ડ યુથ પીસ મુવમેન્ટ[૪૫] અને પ્લેનેટ એલર્ટના પણ એમ્બેસેડર છે.[૪૬] તેમણે નર્મદા બચાવો આંદોલનને પણ સમર્થન આપ્યું હતું અને તેમણે નર્મદા ડેમનું બાંધકામ રોકવાના પણ પ્રયત્નો કર્યા હતા.[૪૭][૪૮] તેમણે તેરે ડેસ હોમ્સ ઓડિયો બુક ગુદગુદી કરના, ગલે લગાના; સ્પર્શ કે નિયમ સીખિયે (અંગ્રેજી: ટિકલ એન્ડ હગ્ઝ: લર્નીંગ ધ ટચીંગ રૂલ્સ ), માટે રેકોર્ડીંગ કર્યું હતું, જેની રચના બાળકોને જાતીય સતામણીની બચાવવા માટે કરવામાં આવી હતી.[૪૯]

બોસે ઓક્સફોર્ડ અને 2004ની યુથ પીસ સમિટ ખાતે જાતિ સમાનતા અને માનવીય હકો અંગે વ્યાખ્યાનો આપ્યા હતા.[] 2009માં, ક્લાઇમેટ એક્શન નેટવર્કના નેજા હેઠળ કેનેડામાં ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ અંગે વક્તવ્યો આપ્યા હતા[૫૦] અને કોપનહેગન ક્લાઇમેટ ચેન્જ સમિટ ખાતે વિરોધીઓ સાથે પ્રદર્શનો કર્યા હતા.[૫૧]

અંગત જીવન

[ફેરફાર કરો]

રાહુલ બોસ અગાઉ કોએલ પૂરી સાથે જોવા મળતા હતા, જેમને તેમના દ્વારા દિગ્દર્શીત ફિલ્મ એવરબડી સેઝ આઇ એમ ફાઇન માં ભૂમિકા આપી હતી. આ જોડી 2004ની ફિલ્મ વ્હાઇટ નોઇઝ માં પણ સાથે દેખાઇ હતી.[૫૨][૫૩]

ફિલ્મની સફર

[ફેરફાર કરો]
વર્ષ ફિલ્મ-ચલચિત્ર ભૂમિકા અન્ય વિગતો
1994 ઇંગ્લિશ, ઓગસ્ટ અગસ્ત્ય સેન
1995 એ માઉથફુલ ઓફ સ્કાય સરકાર, પવન ટીવી
1996 બોમગે ધી લેફ્ટી
1998 બોમ્બે બોય્ઝ રિકાર્ડો ફર્નાન્ડિઝ
1999 સ્પ્લિટ વાઇડ ઓપન કટ પ્રાઇસ
તક્ષક સન્ની
2001 એવરીબડી સેઝ આઇ એમ ફાઇન! રેગ
2002 મિ. એન્ડ મિસીઝ ઐયર રાજા
2003 ઝનકાર બીટ્સ ઋષિ
એક દિન 24 ઘન્ટે વિરેન્દ્ર
મુંબઇ મેટિની દેબાશિષ "દેબુ" ચેટર્જી
ચમેલી અમન કપૂર
2004 વ્હાઇટ હાઉસ કરન દેઓલ
2005 ધી ફોલ ટૂંકી ફિલ્મ
સ્ક્રમ ઇન ધી મડ વીથ રાહુલ બોસ પોતે ટીવી દસ્તાવેજી ફિલ્મ
સિલસિલે નીલ
15 પાર્ક એવન્યુ જોયદીપ "જોજો" રોય
Ctrl+Alt+Del કબિર
2006 અનુરનન રાહુલ ચેટર્જી
પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ સિદ્ધાર્થ "સિદ" બોસ
ધી અધર સાઇડ ઓફ બોલિવુડ પોતે દસ્તાવેજી ચિત્રપટ
2007 ચેઇન ખુલી કી મેઇન ખુલી વરૂણ
2008 બિફોર ધી રેઇન્સ ટી. કે. નીલમ
શૌર્ય મેજર સિદ્ધાંત ચૌધરી
માન ગયે મુગલ-એ-આઝમ અર્જુન
દીલ કબડ્ડી ઋષિ
ટહાન ઝફર
કાલપુરૂષ સન
2009 અંતાહીન અભિક ચૌધરી
ધી વ્હીસ્પરર્સ સિદ
2010 ફાયર્ડ
મુંબઇ ચકાચક સંપૂર્ણ
ઘોસ્ટ ઘોસ્ટ ના રહા ફિલ્મિંગ
આઇ એમ જય પૂર્ણ
ધી જાપાનીઝ વાઇફ સ્નેહામોય ચેટર્જી 9 એપ્રિલ, 2010ના રોજ રજૂ થશે[૩૬]
કુછ લવ જૈસા પૂર્ણ
બાઇટ્સ એન્ડ પિસીસ અરિંદમ પૂર્ણ
ક્લિક એન્ડ મેરી જાહેર

પાર્શ્વ ગાયન

[ફેરફાર કરો]
વર્ષ ફિલ્મ-ચલચિત્ર ગીત
2006 અનુરનન "આકાશે છોરાનો મેઘેર"

લેખક/દિગ્દર્શક

[ફેરફાર કરો]
વર્ષ ફિલ્મ-ચલચિત્ર નોંધ
2001 એવરીબડી સેઝ આઇ એમ ફાઇન!
2009 ધી વ્હીસ્પરર્સ સ્ક્રિપ્ટ
વર્ષ શિર્ષક ભૂમિકા
1989 ટોપ્સી ટર્વી
1993 આર ધેઅર ટાઇગર ઇન ધી કોંગો?
1996 આર્ટ માર્ક
1999 ધી સ્ક્વેર સર્કલ લક્ષ્મી/લક્ષ્મણ
સિસ્કેપ્સ વીથ શાર્ક્સ એન્ડ ડાન્સર

પુરસ્કારો

[ફેરફાર કરો]

!'

  • 2005 - મહેશ ભટ્ટ પ્રવક્તા પુરસ્કાર
  • 2007 - "આર્ટિસ્ટ ફોર ચેન્જ" કર્મવીર પુરસ્કાર એવોર્ડ[૫૪]
  • 2008 - IBN સિટીઝન જર્નાલિસ્ટ એવોર્ડ[૫૫]
  • 2009 - આઇડીયા ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી ગ્રીન એવોર્ડ[૫૬]
  • 2009 - સામાજિક ન્યાય અને કલ્યાણ માટે યુથ આઇકોન પુરસ્કાર[૫૭]
  • 2010 - લોકપ્રિય વ્યક્તિ દ્વારા અલભ્ય કાર્ય માટે ગ્રીન ગ્લોબ ફાઉન્ડેશન પુરસ્કાર[૫૮]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ World Youth Peace Summit (2003), Rahul Bose: Actor/Producer/Humanitarian, http://www.wyps.org/profile3.php, retrieved 2008-08-05 
  2. Ayaz, Shaikh (23 November 2006), Rapid fire with Rahul Bose, http://www.dnaindia.com/report.asp?NewsID=1065705, retrieved 2008-08-05 
  3. Vivek Fernandes (25 July 2002). "'ESIF is deep, dark, sexual, funny...'". Rediff. મેળવેલ 2 December 2009.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ "Rahul Bose: Split wide open". Times of India. Asia Africa Intelligence Wire. 31 August 2003. મેળવેલ 16 December 2008. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)
  5. Gupta, Richa (21 June 2007). "Bose, up close". The Indian Express. મેળવેલ 16 December 2008. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)
  6. "Hard work is never enough". Times of India. 13 September 2003. મેળવેલ 11 September 2009.
  7. Chatterjee, Saibal (29 November 1995). "On With The Offbeat". Outlook. મેળવેલ 2 December 2009.
  8. Bhattacharya, Roshmila (26 September 2003). "Like a Virgin". Screen Weekly. મેળવેલ 11 September 2009.
  9. Anuradha Sengupta (21 October 2007). "http://ibnlive.in.com/news/being-rahul-bose-nothing-runofthemill-please/50884-8-p1.html". IBN. મૂળ માંથી 22 સપ્ટેમ્બર 2011 પર સંગ્રહિત. મેળવેલ 31 December 2009. External link in |title= (મદદ)
  10. Peer, Basharat (31 March 2001). "'Not for me a process that is illegal!'". Rediff. મેળવેલ 11 September 2009.
  11. Desai, Jigna (2004). "Sex in the Global City: The Sexual and Gender Politics of the New Urban, Transnational and Cosmopolitan Cinema in English". Beyond Bollywood: the cultural politics of South Asian diasporic film. Routledge. પૃષ્ઠ 197–8. ISBN 0415966841. મેળવેલ 10 September 2009.
  12. Chris Arnot (10 November 2009). "Bollywood it ain't". Guardian. મેળવેલ 7 December 2009.
  13. "Going Solo". Indian Express. 16 February 2000. મેળવેલ 7 December 2009.
  14. Rushdie, Salman (2002). Step across this line: collected nonfiction 1992-2002. Random House. પૃષ્ઠ 77. ISBN 0679463348. CS1 maint: discouraged parameter (link)
  15. "Second coming". Indian Express. 6 April 2000. મેળવેલ 5 December 2009.[હંમેશ માટે મૃત કડી]
  16. Bella Jaisinghani (9 December 1999). "Dark horse". Indian Express. મેળવેલ 2 December 2009.
  17. Uma DaCunha (27 February 2003). "Mani, Madhuri and Rahul Bose..." Screen Weekly. મેળવેલ 2 December 2009.
  18. Patrick Frater (11 September 2002). "India's Madhu takes international rights on Mr And Mrs Iyer". Screen Daily. મેળવેલ 2 December 2009.
  19. "Devgan, Konkona bag National Film Awards". Rediff. 26 July 2003. મેળવેલ 2 December 2009.
  20. Roshmila Bhattacharya (4 July 2003). "Small Wonders". Screen Weekly. મેળવેલ 7 December 2009.
  21. Sushmita Biswas (10 December 2005). "The new melody moguls". Calcutta Telegraph. મૂળ માંથી 8 જાન્યુઆરી 2009 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2009.
  22. "Cinema unplugged, music unleashed". Indian Express. 17 January 2008. મેળવેલ 7 December 2009.
  23. Subhash K. Jha (5 January 2006). "15 Park Avenue to be dubbed in Hindi". Sify. મેળવેલ 7 December 2009.
  24. Raja Sen (15 September 2006). "Mallika's hot in Pyaar Ke Side Effects". Rediff. મેળવેલ 7 December 2009.
  25. Taran Adarsh (22 September 2006). "Tough competition!". Bollywood Hungama. મૂળ માંથી 20 જુલાઈ 2012 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2009. Check date values in: |archive-date= (મદદ)
  26. "Box Office 2006". BoxOffice India. મૂળ સંગ્રહિત માંથી 25 મે 2012 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2009.
  27. Taran Adarsh (15 September 2006). "Pyaaar Ke Side Effects - Movie Review". IndiaFM. મૂળ માંથી 20 ઑક્ટોબર 2012 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2009. Check date values in: |archive-date= (મદદ)
  28. "Rahul's going great!". Times of India. 28 August 2008. મેળવેલ 7 Novmeber 2009. Check date values in: |access-date= (મદદ)
  29. Alaka Sahani (23 January 2008). "Rumblings of success". Indian Express. મૂળ માંથી 1 ડિસેમ્બર 2008 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2009.
  30. "I want to do an action film, says Rahul Bose". Press Trust of India. 28 November 2009. મૂળ માંથી 21 માર્ચ 2012 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2009.
  31. "'Bombay Summer' rules New York film fest, bags three awards". Deccan Herald. 20 November 2009. મેળવેલ 7 December 2009.
  32. Taran Adarsh (4 April 2008). "Shaurya". Bollywood Hungama. મેળવેલ 7 December 2009.
  33. Sneha Mahadevan (21 November 2008). "The game of life!". Screen. મેળવેલ 7 December 2009.
  34. Sharma, Ritesh (26 June 2009). "Interview: Rahul Bose". Glamsham.com. મૂળ માંથી 30 જાન્યુઆરી 2010 પર સંગ્રહિત. મેળવેલ 7 December 2009.
  35. Jha, Subhash K. (4 August 2009). "Rahul Bose puts direction plans on hold". Times of India. મેળવેલ 7 December 2009.
  36. ૩૬.૦ ૩૬.૧ "Aparna Sen's 'The Japanese Wife' to be released on April 9". Outlook India. 24 February 2010. મૂળ માંથી 18 જુલાઈ 2011 પર સંગ્રહિત. મેળવેલ 25 February 2010. Check date values in: |archive-date= (મદદ)
  37. "'The Japanese Wife' most splendid film of my life: Rahul Bose". Press Trust of India. Yahoo! News. 21 April 2009. મેળવેલ 7 December 2009.
  38. Joginder Tuteja (29 October 2009). "Horror, thriller, romance, drama - It's a new beginning for Rahul Bose". Bollywood Hungama. મેળવેલ 7 December 2009.
  39. Natarajan, H (17 November 1998). "Bose leads Bombay Boys to Singapore". The Indian Express. મૂળ માંથી 11 ઑક્ટોબર 2020 પર સંગ્રહિત. મેળવેલ 16 December 2008. Cite has empty unknown parameter: |coauthors= (મદદ); Check date values in: |archive-date= (મદદ)
  40. "Rage for RUGBY". The Hindu. 10 May 2004. મૂળ માંથી 22 નવેમ્બર 2004 પર સંગ્રહિત. મેળવેલ 16 December 2008. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)
  41. Bhowmik, Aveek (9 June 2008). "Rahul Bose's rage for Rugby". Daily News & Analysis. મેળવેલ 16 December 2008. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)
  42. Rahul Bose launches scholarship scheme, 22 November 2006, http://timesofindia.indiatimes.com/articleshow/521529.cms, retrieved 8 May 2008 
  43. Rahul Bose appointed Oxfam's global ambassador, 31 July 2007, archived from the original on 3 ડિસેમ્બર 2008, https://web.archive.org/web/20081203122240/http://economictimes.indiatimes.com/articleshow/2245882.cms, retrieved 5 August 2008 
  44. "Citizens' groups, NGOs chalk out action plan for elections". Express News Service. 20 March 2009. મૂળ માંથી 2 ઑક્ટોબર 2012 પર સંગ્રહિત. મેળવેલ 7 April 2009. Check date values in: |archive-date= (મદદ)
  45. Singh, Shalini (20 January 2007), 'Being outraged isn’t enough', archived from the original on 12 જાન્યુઆરી 2009, https://web.archive.org/web/20090112213315/http://www.tehelka.com/story_main25.asp?filename=Cr012007Being_outraged.asp, retrieved 5 August 2008 
  46. "India's Swades Movement to Combat Climate Change, "Planet Alert" Launches with an 18 Hour Radio-thon across 45 Cities on June 5th, World Environment Day". Radio and Music.com. 6 June 2009. મેળવેલ 10 June 2009.
  47. "Take a break!". Times of India. 10 August 2005. મેળવેલ 16 December 2008.
  48. Mukherjee, Amrita (5 June 2006). "Aamir is 25 times more famous than me: Rahul". Times of India. મેળવેલ 16 December 2008. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)
  49. "When to shun that tickle, hug". Times of India. 24 September 2009. મેળવેલ 28 September 2009.
  50. Urvashi Sarka (8 November 2009). "Ace player, actor and activist". The Hindu. મેળવેલ 7 November 2009.[હંમેશ માટે મૃત કડી]
  51. "Rahul Bose and Danish model join hands". Indiatimes. 13 December 2009. મેળવેલ 14 December 2009.[હંમેશ માટે મૃત કડી]
  52. "No hot moments with Sameera: Rahul Bose". 2004. મૂળ માંથી 27 જાન્યુઆરી 2005 પર સંગ્રહિત. મેળવેલ 16 December 2008. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)
  53. "Short and sexy bollywood heroes". Times of India. 21 August 2007-09-21. મેળવેલ 16 December 2008. Cite has empty unknown parameter: |coauthors= (મદદ); Check date values in: |date= (મદદ)
  54. "The Changing Climate". Businessworld. ABP Group. 30 November 2007. મૂળ માંથી 10 ઑક્ટોબર 2008 પર સંગ્રહિત. મેળવેલ 1 December 2008. Cite has empty unknown parameter: |coauthors= (મદદ); Check date values in: |archive-date= (મદદ)
  55. "IBN network gives away citizen journalist awards". Thaindian News. 17 October 2008. મૂળ માંથી 19 ઑક્ટોબર 2008 પર સંગ્રહિત. મેળવેલ 4 November 2008. Cite has empty unknown parameter: |coauthors= (મદદ); Italic or bold markup not allowed in: |publisher= (મદદ); Check date values in: |archive-date= (મદદ)
  56. "Jodhaa Akbar bags top honours at Indian 'Oscars'". Asian News. 18 June 2009. મૂળ માંથી 21 જૂન 2009 પર સંગ્રહિત. મેળવેલ 19 June 2009.
  57. "Rahul, Priyanka, Hrithik bag youth icon awards". Times of India. 27 September 2009. મૂળ માંથી 1 ઑક્ટોબર 2009 પર સંગ્રહિત. મેળવેલ 28 September 2009. Check date values in: |archive-date= (મદદ)
  58. "Akshay's son wins Green Globe Foundation Award". NDTV. 6 February 2010. મૂળ માંથી 10 ફેબ્રુઆરી 2010 પર સંગ્રહિત. મેળવેલ 8 February 2010.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]