વસંત પરીખ
વસંત વ્રજલાલ પરીખ (૧૪ ફેબ્રુઆરી, ૧૯૨૯ – ૧૬ માર્ચ ૨૦૦૭) ગુજરાત રાજ્યના રાજકારણી, સામાજિક કાર્યકર, લેખક, આંખના સર્જન અને આયુર્વેદિક ડૉક્ટર હતા.[૧]
જીવન પરિચય
[ફેરફાર કરો]પરીખનો જન્મ ૧૪ ફેબ્રુઆરી, ૧૯૨૯ના રોજ વડનગર ખાતે વૈષ્ણવ પરિવારમાં થયો હતો.[૨] દોઢ વર્ષની ઉંમરે માતાપિતાના અવસાન બાદ તેમનો ઉછેર તેમના કાકા અને કાકીએ કર્યો હતો.[૩] તેમણે જામનગર આયુર્વેદ કોલેજમાં આયુર્વેદનો અભ્યાસ કર્યો હતો અને ટૂંકા ગાળા માટે સરકારી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે સેવા આપી હતી. બાદમાં બોમ્બે ખાતે ઉચ્ચ અભ્યાસ કરી તેઓ આંખના સર્જન બન્યા હતા. ડો.દ્વારકાદાસ જોશી સાથે મળીને તેમણે વડનગરમાં નાગરિક મંડળ હોસ્પિટલની સ્થાપના કરી હતી, જ્યાં તેમણે જીવનભર સેવા આપી હતી.[૧][૨][૪] તેમણે પોતાની બહેનની યાદમાં ટીબી હોસ્પિટલ શરૂ કરી હતી.[૩]
તેઓ ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય રહ્યા હતા, તેઓ ખેરાલુ મતવિસ્તારમાંથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શંકરજી ઓખાજી ઠાકોરને હરાવીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. તેમને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય ગુરુઓમાંના એક માનવામાં આવે છે. તેમણે સૌથી ઓછામાં ઓછા (તે સમયના રૂ. ૬૦૦૦) ખર્ચ સાથે ચૂંટણી જીતી હતી.[૧][૨][૫][૪] તેમને એક વોટ, એક નોટ સૂત્ર માટે શ્રેય આપવામાં આવે છે, જેનો અર્થ થતો હતો કે, મને મત આપો તેમજ ચૂંટણી પ્રચાર માટે એક રૂપિયાનું દાન આપો કારણ કે તેમની પાસે ચૂંટણી લડવા માટે પૈસા ન હતા.[૧][૪] તેઓ ધરોઈ બંધના મુખ્ય સમર્થક હતા અને બંધ નિર્માણ માટેના અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓએ બંધ માટે વડનગરની ગાંધીનગરની નવ દિવસની પદયાત્રા કરી હતી અને આખરે ૧૯૭૧માં બંધ મંજૂર થયો હતો.[૧][૨][૩][૬] ૧૯૭૨ અને ૧૯૯૫ની વિધાનસભાની ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો.[૩]
તેમણે ૧૯૮૪ માં તેમની પત્ની રત્નપ્રભા મણીઆર સાથે મળીને કરુણા સેતુ ટ્રસ્ટની સ્થાપના કરી હતી.[૭] તેમણે ૪૨ પુસ્તકો લખ્યાં હતાં.[૨] ૧૬ માર્ચ ૨૦૦૭ના રોજ વડનગર ખાતે તેમનું અવસાન થયું હતું.[૧][૪]
વડનગરની વસંત-પ્રભા હોસ્પિટલનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ રાવલ, રાજેન્દ્ર (2011). The Historical Heritage City -Vadnagar. દર્ષિતા પ્રકાશન. pp. 167–169.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "Summary of Dr. Vasant Parikh's life". કરુણા સેતુ ટ્રસ્ટ. મૂળ માંથી 2022-12-12 પર સંગ્રહિત. મેળવેલ 2022-12-12.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ Ramavat, Shishir (2016-01-27). "જશને બદલે જૂતાં: ચોખ્ખા માણસે હારવા માટે તૈયાર રહેવું!". Sandesh. મેળવેલ 2022-02-14.
{{cite web}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ "Modi's guru first coined 'one vote, one note' slogan". The Times of India. Rajkot. 21 January 2014. મેળવેલ 21 January 2014.
{{cite news}}
: Check date values in:|accessdate=
and|date=
(મદદ) - ↑ "Statistical Report on General election, 1967 to the Legislative Assembly of Gujarat - Election Commission of India" (PDF). મેળવેલ 21 January 2014.
{{cite web}}
: Check date values in:|accessdate=
(મદદ) - ↑ "વિના ધરોઈ ધરતી રોઈ / જાણો સરકાર સામે લડીને ધરોઈ ડેમ મંજુર કરાવનાર લોકપ્રિય ધારાસભ્ય ડો.વસંતભાઈ પરીખ વિશે". GSTV. 2023-10-25. મૂળ માંથી 2023-10-26 પર સંગ્રહિત. મેળવેલ 2023-10-28.
{{cite web}}
: Check date values in:|access-date=
,|date=
, and|archive-date=
(મદદ) - ↑ "કરુણા સેતુ ટ્રસ્ટ". મૂળ માંથી 2022-12-12 પર સંગ્રહિત. મેળવેલ 2022-12-12.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ)