વસઈનો કિલ્લો
વસઈનો કિલ્લો | |
---|---|
પાલઘર જિલ્લો, મહારાષ્ટ્ર | |
વસઇનો કિલ્લો, આગળનો ભાગ | |
અક્ષાંશ-રેખાંશ | 19°19′50.4″N 72°48′50.8″E / 19.330667°N 72.814111°E |
પ્રકાર | દરિયાકાંઠાનો કિલ્લો |
સ્થળની માહિતી | |
આધિપત્ય | ભારત સરકાર |
નિયંત્રણ | ચાલુક્ય વંશ ( - ૧૪૩૨) ગુજરાત સલ્તનત (૧૪૩૨ - ૧૫૩૩) પોર્ટુગીઝ સામ્રાજ્ય (૧૫૩૪ - ૧૭૩૯) મરાઠા સામ્રાજ્ય (૧૭૩૯ - ૧૮૧૮) યુનાઇટેડ કિંગડમ (૧૮૧૮ - ૧૯૪૭) |
જાહેરજનતા માટે ખૂલ્લું | હા |
સ્થિતિ | ખંડેર |
સ્થળ ઈતિહાસ | |
બાંધકામ | ૧૧૮૪ |
બાંધકામ કરનાર | દેવગિરિના યાદવો |
બાંધકામ સામગ્રી | પથ્થરો |
લડાઇ/યુદ્ધો | વસઈનું યુદ્ધ |
વસઈનો કિલ્લો મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના વસઈ તાલુકાના વસઈ ગામમાં આવેલો વિશાળ કિલ્લો છે. આ કિલ્લો રાષ્ટ્રીય મહત્વનું સ્મારક છે અને ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત છે.[૧]
મુંબઈ ઉપનગરીય રેલ્વેની પશ્ચિમ લાઇન પર આવેલા વસઈ રેલ્વે સ્ટેશનથી આ કિલ્લા સુધી સહેલાઇથી જઇ શકાય છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]પૂર્વ પોર્ટુગીઝ કાળ
[ફેરફાર કરો]ગ્રીક વ્યાપારી કોસ્મા ઇન્ડિકોપ્લેસ્ટેસે ૬ઠ્ઠી સદીમાં અને ચીની પ્રવાસી યુઆનઝાંગે જુલાઇ ૬૪૦માં વસઈની આસપાના વિસ્તારની મુલકાત લીધી હતી. ઇતિહાસકાર જોસેફ ગેર્સન ડા કુન્હાના મતે વસઈ અને તેની આસપાસનો વિસ્તાર કર્ણાટકના ચાલુક્ય વંશના શાસન હેઠળ હતો.[૨] ૧૧મી સદી સુધી અરબી ભુગોળશાસ્ત્રીઓએ વસઈની આસપાસના નગરો જેવાં કે થાણા અને સોપારાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ વસઈનો કોઇ ઉલ્લેખ તેમના દ્વારા કરાયો નથી.[૩] ત્યાર પછી વસઈ પર કોંકણના સિલ્હારા વંશ અને પછી દેવગિરિના યાદવોનું શાસન હતું. યાદવોના શાસન (૧૧૮૪ - ૧૩૧૮) દરમિયાન વસઈ જિલ્લા મુખ્ય હતું. ત્યાર પછી ગુજરાત સલ્તનતે તેના પર કબ્જો જમાવ્યો,[૪] અને થોડા વર્ષો પછી બાર્બોસાએ (૧૫૧૪) શહેરને બક્સી તરીકે મૂરોના શહેર અને ગુજરાતના રાજાના એક સારા બંદર તરીકે વર્ણવ્યું હતું.[૫].
પોર્ટુગીઝ કાળ
[ફેરફાર કરો]પોર્ટુગીઝો ભારતના પશ્ચિમ કિનારા પર વાસ્કો ડી ગામાના આગમન સાથે ઇ.સ. ૧૪૯૮માં પહોંચ્યા હતા. ભારતમાં તેમના આગમનના ઘણા વર્ષો સુધી તેમણે પોતાનું ધ્યાન ઉત્તર કોંકણ પર રાખ્યું હતું. ૧૫૧૦માં તેમણે બીજાપુર સલ્તનત પાસેથી ગોઆ જીત્યું અને પોતાની સ્થિતિ ત્યાં અત્યંત મજબૂત બનાવી. ઇતિહાસકાર ફરિયા વાય સોઝાના મત અનુસાર ૧૫૦૯માં વસઈના કાંઠાની પોર્ટુગીઝોએ પ્રથમ મુલાકાત લીધી હતી જ્યારે ફ્રાન્સિસ્કો ડી અલમેઇડાએ દીવ જતી વખતે ગુજરાત સલ્તનતનું ૨૪ પ્રવાસીઓ ધરાવતું જહાજ મુંબઈના બંદર પર કબ્જે કર્યું હતું.
પોર્ટુગીઝ નૌસેનાને ઉત્તર કોંકણના વિસ્તારો શોધતી વખતે ખંભાતની અરબ સલ્તનતનો પરિચય થયો અને ૧૫મી સદીની શરૂઆતમાં કિલ્લો સર કરવાના નિષ્ફળ પ્રયત્નો પછી ખંભાતની સલ્તનતે સેંટ મેથ્યુની સંધિ વડે કિલ્લાનો કબ્જો પોર્ટુગીઝોને સોંપ્યો અને પોર્ટુગીઝ જહાજ સાઓ માતેઉસ ભાયંદરની ખાડી અથવા વસઈના બંદર પર આવ્યો.
ગુજરાતના સુલ્તાન બહાદુર અને પોર્ટુગીઝ શાસન વચ્ચે ૨૩ ડિસેમ્બર ૧૫૩૪ના રોજ જહાજ સાઓ માતેઉસ પર વસઈની સંધિ થઇ હતી. તેની શરતો અનુસાર પોર્ટુગીઝોએ વસઈ શહેર અને તેના વિસ્તારો, ટાપુ અને સમુદ્રનો કબ્જો મેળવ્યો. મુંબઈના ટાપુઓ જેવાકે કોલાબા, ઓલ્ડ વુમન્સ આઇલેન્ડ, મુંબઈ, મઝગાંવ, વર્લી, માટુંગા અને માહિમ પણ પોર્ટુગીઝોને મળ્યા. સાલસેત્તે, દમણ અને દીવ, થાણા, કલ્યાણ અને ચાઉલ પોર્ટુગીઝોને મળેલા અન્ય વિસ્તારો હતા.
આ સમયે મુંબઈનું મહત્વ ગૌણ હતું - પરંતુ તે પોર્ટુગીઝોથી અંગ્રેજોને ૧૬૬૧માં બ્રાગંઝાની કેથરીનના દહેજમાં સોંપાયા પછી વ્યાપારનું મુખ્ય કેન્દ્ર બન્યું, જે આ સંધિનું સૌથી મહત્વનું લાંબા ગાળાનું પરિણામ હતું. સુલ્તાન સાથેની સંધિ પછી વસઈ પોર્ટુગીઝોની ઉત્તરી રાજધાની હતું. ૧૫૦ વર્ષો સુધી પોર્ટુગીઝ શાસન હેઠળ વસઈ એક મહત્વનું કેન્દ્ર બન્યું.[૬]
મરાઠા શાસન
[ફેરફાર કરો]૧૮મી સદીમાં કિલ્લો બાજીરાવ પેશ્વાના ભાઇ ચિમણાજી અપ્પાની આગેવાની હેઠળ ૩ વર્ષની લાંબી લડાઇ પછી ૧૭૩૯માં મરાઠા શાસન હેઠળ આવ્યો. ૧૭૭૪માં કિલ્લો બ્રિટિશરોના શાસન હેઠળ આવ્યો અને ૧૭૮૩માં સાલબાઇ સંધિ વડે ફરી મરાઠા શાસનમાં આવ્યો. ૧૮૧૮માં બ્રિટિશરોએ ફરી આક્રમણ કરીને કિલ્લાનો કબ્જો લીધો. આ કિલ્લાએ પ્રથમ આંગ્લ-મરાઠા યુદ્ધમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.[૭]
હાલની સ્થિતિ
[ફેરફાર કરો]-
કિલ્લાનું મુખ્ય પ્રવેશદ્વાર
-
કિલ્લાની અંદરનો એક દેખાવ
-
પ્રવેશદ્વાર
-
કિલ્લાની અંદરની એક ઇમારત
કિલ્લાની અંદર વસઈ અને ભાયંદરની ખાડી તરફનો ભાગ હવે વનસ્પતિઓથી ભરપૂર છે. અનેક નિરિક્ષણ મિનારાઓ હજુ અકબંધ છે અને તેની સીડીઓ સારી સ્થિતિમાં છે. કિલ્લાની અંદરની પોર્ટુગીઝ ઇમારતો ખંડિત છે, છતાં તેની દિવાલો હજુ અકબંધ છે અને તેના નકશાનો ખ્યાલ આપે છે. અમુક ઇમારતોનો ભાગ હજુ અકબંધ છે. અમુક કમાનો યોગ્ય સ્થિતિમાં જળવાઇ રહી છે, જે કોતરણીઓ ધરાવે છે.
કિલ્લાની અંદર આવેલા ત્રણ દેવળો હજુ સારી સ્થિતમાં છે. તેનો ઉપરનો ભાગ ૧૭મી સદીના પોર્ટુગીઝ ચર્ચોના સ્થાપત્યની સમાન છે. તેમાંના દક્ષિણ ભાગમાં રહેલ એકની છત હજુ ઘણી સારી સ્થિતિમાં છે.
આ કિલ્લો બોલીવુડના અનેક ચલચિત્રોમાં દર્શાવાયો છે. જેવાંકે, જોશ, ખામોશી, રામ ગોપાલ વર્માની આગ.
કિલ્લાની અંદર અનેક પ્રકારના પતંગિયા, પક્ષીઓ, છોડ અને સરિસૃપોનો નિવાસ છે.
ભારતીય પુરાતત્વ વિભાગે કિલ્લાના પુન:ઉદ્દારનું કાર્ય શરૂ કર્યું છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Monument #110, Mumbai Circle, ASI". મૂળ માંથી 2011-09-29 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-09.
- ↑ Da Cunha 1999, p. 129
- ↑ Da Cunha 1999, p. 130
- ↑ Da Cunha 1999, p. 131
- ↑ https://cultural.maharashtra.gov.in/english/gazetteer/Thane/places_b.html
- ↑ Maharashtra Tourism: Vasai Fort - http://www.maharashtratourism.gov.in/MTDC/HTML/MaharashtraTourism/TouristDelight/Forts/Forts.aspx?strpage=VasaiFort.html સંગ્રહિત ૨૦૧૫-૦૯-૧૭ ના રોજ વેબેક મશિન
- ↑ Naravane, M.S. (૨૦૧૪). Battles of the Honorourable East India Company. A.P.H. Publishing Corporation. પૃષ્ઠ ૬૦. ISBN 9788131300343.