વાંકાનેર (તા. ભિલોડા)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
વાંકાનેર
—  નગર  —

વાંકાનેરનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°28′N 73°09′E / 23.46°N 73.15°E / 23.46; 73.15
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
ISO 3166-2 IN-GJ

વાંકાનેર (તા. ભિલોડા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના ઉત્તર-પૂર્વ સ્થિત સાબરકાંઠા જિલ્લામાં (હવે નવા સૂચિત અરવલ્લી જિલ્લામાં) આવેલા કુલ ૧૩ (તેર) તાલુકાઓ પૈકીના એક એવા ભિલોડા તાલુકામાં આવેલું એક ગામ છે. વાંકાનેર અરવલ્લીની રમણીય પર્વતમાળાના ડુંગરોની તળેટીમાં આવેલું ગામ છે. આ ગામમાં મુખ્યત્વે બ્રાહ્મણ ઉપરાંત ઠાકોર, દરજી અને અન્ય વસ્તી છે. વાંકાનેર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) જ્ઞાતિના બાર ગામો પૈકીનું એક ગામ છે. બ્રાહ્મણોમાં ઠાકર, પંડ્યા અને ઉપાધ્યાય પરિવાર વસેલા છે. ગામમાં શિવ મંદિર, હનુમાન મંદિર અને રાધા-કૃષ્ણ મંદિર આવેલ છે. વાંકાનેરના ઘણા પરિવારો ઉદ્યોગ અને આજીવિકા અર્થે મુંબઈ તેમ જ અન્ય સ્થળોએ સ્થાયી થયા છે.

જૂના સમયમાં વાંકાનેર દરબારી ગામ કહેવાતું. એક વાયકા પ્રમાણે વાંકાનેરના દરબારે ઇડર રાજ્યમાં ભળવાની મનાઈ કરી સ્વતંત્ર રહેવું પસંદ કર્યું હતું.[સંદર્ભ આપો] ગામના મધ્ય ભાગમાં દરબારનો ડેલો હજી પણ જોવા મળે છે.

વાંકાનેર ગામમાં ગ્રંથાલય, પ્રાથમિક શાળા, ટપાલ કચેરી અને પંચાયત કચેરી આવેલી છે. તદુપરાંત ગામમાં દેના બેન્કની શાખા ઘણા વર્ષોથી કાર્યરત છે. વાંકાનેરમાં લઘુ ઉદ્યોગ સંકુલ આવેલું છે જ્યાં રમતના સાધનો અને અન્ય હસ્ત બનાવટની વસ્તુઓનું ઉત્પાદન થાય છે. આ વસ્તુઓ ગુજરાત અને અન્ય રાજ્યોમાં વેંચાય છે.