મોનલ ગજ્જર

વિકિપીડિયામાંથી
(વિકિપીડિયા:મોનલ ગજ્જર થી અહીં વાળેલું)
મોનલ ગજ્જર
જન્મની વિગત૧૩ મે ૧૯૯૧
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયફિલ્મ અભિનેત્રી, મોડેલ
સક્રિય વર્ષો૨૦૧૨-હાલ
માતા-પિતાગીતાબેન ગજ્જર

મોનલ ગજ્જર એક ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મોડેલ છે. તેઓ મુખ્યત્વે તેલુગુ અને ગુજરાતી સિનેમામાં કાર્યરત છે. તેણીએ ૨૦૧૨ માં તેલુગુ ચલચિત્ર સુડીગાડુથી સિનેમા ક્ષેત્રે પદાર્પણ કર્યુ હતું.

જીવન અને કારકિર્દી[ફેરફાર કરો]

મોનલ ગજ્જરનો જન્મ ૧૩ મે ૧૯૯૧ ના રોજ અમદાવાદ, ગુજરાતમાં એક ગુજરાતી કુટુંબમાં થયો હતો. તેણીએ વાણિજ્યમાં સ્નાતક થયા પછી આઈએનજી વૈશ્ય બેંકમાં કામ કરવાનું શરૂ કર્યુ હતું. તેમના યોગ શિક્ષકના સૂચન પર તેણીએ ૨૦૧૧માં રેડિયો મિર્ચી દ્વારા આયોજીત મિર્ચી ક્વીન બી બ્યુટી પેજન્ટની હરીફાઈમાં ભાગ લીધો હતો. જેમાં તેણીએ જીત મેળવી હતી. પછી તેણીએ મિસ ગુજરાતનું શીર્ષક પણ જીત્યું હતું.

તેમની પહેલી ફિલ્મની રજૂઆત પહેલા જ તેણીએ પાંચ ફિલ્મો સાઈન કરી હતી. જેમાં તમિલ અને તેલુગુની પણ એક ફિલ્મનો સમાવેશ હતો. તેણી એ મલયાલમમાં ડ્રેક્યુલા (૨૦૧૨) ફિલ્મથી અભિનય ક્ષેત્રે પ્રદાર્પણ કર્યુ હતું. તેણીએ આશા ભોંસલેની ફિલ્મમાં વિશેષ ભૂમિકા ભજવી છે. તેણીની પહેલી બે તમિલ ફિલ્મ વનવરાયણ વલ્લવરાયણ અને સિગારામ થોડું એકજ દિવસે રિલીઝ થઈ હતી.

સપ્ટેમ્બર ૨૦૨૦ માં, તેણી તેલુગુ રિયાલિટી ટીવી શો બિગ બોસ ૪ માં પહેલા સ્પર્ધકોમાંના પહેલા સ્પર્ધક તરીકે પ્રવેશ કર્યો હતો. તેણી ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં પહેલા બહાર નીકળ્યા.

ચલચિત્રો[ફેરફાર કરો]

વર્ષ ફિલ્મ પાત્ર ભાષા નોંધ
૨૦૧૨ સુડીગાડુ પ્રિયા તેલુગુ નામાંકિત- શ્રેષ્ઠ મહિલા પદાર્પણ માટે. SIMA એવોર્ડ તેલુગુ
૨૦૧૨ વેનેલા ૧ ૧/૨ વેનેલા તેલુગુ
૨૦૧૨ માંઈ પોતે હિન્દી ખાસ હાજરી
૨૦૧૩ ડ્રેક્યુલા ૨૦૧૨ મીના મલયાળમ
૨૦૧૩ ઓકા કોલેજ સ્ટોરી સિંધુ તેલુગુ
૨૦૧૩ સિગારામ થોડું અંબુજમ તમિલ
૨૦૧૪ વનવરાયણ વલ્લવરાયણ અંજલિ તમિલ
૨૦૧૪ બ્રધર ઓફ બોમ્માલી શ્રુતિ તેલુગુ
૨૦૧૬ આઇ વિશ ઇશા પટેલ ગુજરાતી
૨૦૧૬ થઇ જશે કાજલ ભટ્ટ ગુજરાતી
૨૦૧૭ આવ તારુ કરી નાખું મીના ગુજરાતી
૨૦૧૭ દેવદાસી તેલુગુ
૨૦૧૭ રેવા સુપ્રિયા ગુજરાતી [૧]
૨૦૧૮ ફેમિલી સર્કસ રિયા ગુજરાતી
૨૦૧૯ મન ઉધાણ વારા સરીતા મરાઠી
૨૦૧૯ કાગઝ રૂકમણી હિન્દી
૨૦૨૧ અલ્લુડુ અધુર્સ પોતે તેલુગુ ખાસ હાજરી (ગીત: રંભા ઓરવસી)[૨]
૨૦૨૨ વિકીડા નો વરઘોડો અનુશ્રી ગુજરાતી
૨૦૨૨ પેટીપેક ગુજરાતી
૨૦૨૩ શુભ યાત્રા સરસ્વતી ગુજરાતી
૨૦૨૩ આઈ વિશ ઈશા પટેલ ગુજરાતી
૨૦૨૪ કસૂ્ંબો રોશન ગુજરાતી

ટેલિવિઝન[ફેરફાર કરો]

વર્ષ શીર્ષક પાત્ર ભાષા નોંધ
૨૦૧૮ નાચ મારી સાથે જજ (મહેમાન) ગુજરાતી
૨૦૨૦ બિગ બોસ તેલુગુ ૪ સ્પર્ધક તેલુગુ ૯૮ માં દિવસે બહાર
૨૦૨૦-૨૧ ડાન્સ પ્લસ જજ તેલુગુ

શ્રેણી[ફેરફાર કરો]

વર્ષ સિરીઝ પાત્ર ભાષા
૨૦૧૯-૨૦ આવુંય થાય ધ્વની ગુજરાતી
૨૦૨૦ બસ ચા સુધી ૩ મોનલ ગુજરાતી
તેલુગુ અબ્બાઈ ગુજરાતી અમ્માઈ તેલુગુ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "HBD Monal Gajjar'રેવા' ફેમ ગુજરાતી અભિનેત્રી તમિલ ફિલ્મોની છે ક્વિન-મિડ-ડે". Gujarati Mid-day. મેળવેલ ૨૦૨૧-૦૫-૧૩.
  2. "Alludu Adhurs Song-Ramba Oorvasi Menaka-Times Of India". The Times Of India. મેળવેલ ૨૦૨૧-૦૨-૨૮.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]