લખાણ પર જાઓ

વિજયા મહેતા

વિકિપીડિયામાંથી
વિજયા મહેતા
વિજયા મહેતા (૨૦૧૨)
જન્મની વિગત
વિજયા જયવંત

(1934-11-04) 4 November 1934 (ઉંમર 90)
વડોદરા, બરોડા સ્ટેટ, બ્રિટીશ ભારત (વર્તમાન વડોદરા, ગુજરાત, ભારત)
જીવનસાથીહરિન ખોટે (અ.)
ફારૂખ મહેતા
સંતાનોઅનાહિતા ઓબેરોય
પુરસ્કારો૧૯૭૫ - સંગીત નાટક અકાદમી પુરસ્કાર
૧૯૮૫ - એશિયા પેસેફિક ફિલ્મ ફેસ્ટીવલ, શ્રેષ્ઠ અભિનેત્રી: પાર્ટી (૧૯૮૪)
૧૯૮૬ - રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર - શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી: રાવ સાહેબ

વિજય મહેતા (જન્મ ૪ નવેમ્બર ૧૯૩૪),[] જાણીતા ભારતીય મરાઠી ફિલ્મ અને થિયેટર દિગ્દર્શક છે અને સમાંતર સિનેમાની ઘણી ફિલ્મોના અભિનેત્રી પણ છે. તેઓ નાટ્યકાર વિજય તેંડુલકર, અભિનેતા અરવિંદ દેશપાંડે અને શ્રીરામ લાગૂ સહિત મુંબઈ સ્થિત થિયેટર ગ્રુપ રંગાયનના સ્થાપક સભ્ય છે. તેઓ ફિલ્મ પાર્ટી (૧૯૮૪) માં તેમની પ્રશંસનીય ભૂમિકા અને તેમના દિગ્દર્શક સાહસો, રાવ સાહેબ (૧૯૮૬) અને પેસ્તનજી (૧૯૮૮) માટે સૌથી વધુ જાણીતા છે. રંગાયનના સ્થાપક સભ્ય તરીકે તેઓ ૧૯૬૦ના દાયકાના પ્રાયોગિક મરાઠી રંગભૂમિમાં અગ્રગણ્ય વ્યક્તિ બન્યાં હતાં.[] ૧૯૮૭માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રારંભિક જીવન અને શિક્ષણ

[ફેરફાર કરો]

તેમનો જન્મ ૧૯૩૪માં વડોદરા ખાતે થયો હતો.[] તેણીએ મુંબઇ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. તેમણે દિલ્હીમાં ઇબ્રાહિમ અલકાઝી અને આદિ માર્ઝબાન સાથે થિયેટરનો અભ્યાસ કર્યો હતો.

કારકિર્દી

[ફેરફાર કરો]

તેઓ ૬૦ના દાયકાના મરાઠી પ્રાયોગિક થિયેટરમાં એક વિશેષ વ્યક્તિ તરીકે જાણીતા છે. તેઓ નાટ્યકાર વિજય તેંડુલકર, અરવિંદ દેશપાંડે અને શ્રીરામ લાગૂ સાથે રંગાયન નામના થિયેટર ગ્રુપના સ્થાપક સભ્ય છે.[]

સી. ટી. ખાનોલકરની એકશૂન્ય બાજીરાવનું તેમનું મંચ નિર્માણ સમકાલીન ભારતીય રંગભૂમિમાં સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે. તેમણે ધ કોકેશિયન ચાક સર્કલ (અજબ ન્યાય વર્તુલાચા) અને ઇઓનેસ્કો વિથ ચેયર્સના રૂપાંતરણ સાથે બર્ટોલ્ડ બ્રેચને મરાઠી રંગભૂમિમાં રજૂ કર્યા હતા.

તેમણે જર્મન દિગ્દર્શક ફ્રિટ્ઝ બેનેવિટ્ઝ સાથે ઇન્ડો-જર્મન થિયેટર પ્રોજેક્ટ્સમાં સહયોગ આપ્યો હતો, જેમાં જર્મન કલાકારો સાથે ભાસના મુદ્રારાક્ષસનું પરંપરાગત પ્રદર્શન સામેલ છે. પેસ્તોનજી સિવાય, તેમના મોટાભાગના કાર્યમાં તેમના સ્ટેજ નાટકોના ફિલ્મ અને ટેલિવિઝન રૂપાંતરણોનો સમાવેશ થાય છે.

તેમને દિગ્દર્શનમાં ઉત્કૃષ્ટતા માટે ૧૯૭૫નો સંગીત નાટક અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, ૧૯૮૬માં તેમને રાવ સાહેબ (૧૯૮૬)માં તેમની ભૂમિકા માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.

અંગત જીવન

[ફેરફાર કરો]

તેમણે પહેલા અભિનેત્રી દુર્ગા ખોટેના પુત્ર હરિન ખોટે સાથે લગ્ન કર્યા હતા, જો કે તેઓ પોતાની પાછળ બે યુવાન પુત્રોને મૂકીને નાની ઉંમરમાં જ મૃત્યુ પામ્યા હતા. ત્યાર બાદ તેણે ફારૂખ મહેતા સાથે લગ્ન કર્યા હતા.[]

ફિલ્મોગ્રાફી

[ફેરફાર કરો]
  • કલયુગ (૧૯૮૧) - અભિનેત્રી
  • સ્મૃતિ ચિત્રે (૧૯૮૨, ટીવી ફિલ્મ) - દિગ્દર્શક, અભિનેત્રી.
  • શકુંતલમ (૧૯૮૬, ટીવી ફિલ્મ) - દિગ્દર્શક
  • પાર્ટી (૧૯૮૪) - અભિનેત્રી
  • રાવ સાહેબ (૧૯૮૫) - દિગ્દર્શક, પટકથા લેખક, અભિનેત્રી
  • હવેલી બુલુન્દ થી (૧૯૮૭, ટીવી ફિલ્મ) - દિગ્દર્શક
  • હમીદાબાઈ કી કોઠી (૧૯૮૭, ટીવી ફિલ્મ) - દિગ્દર્શક
  • પેસ્તનજી (૧૯૮૮) - દિગ્દર્શક, પટકથાલેખક
  • લાઈફલાઈન (૧૯૯૧, ટીવી સીરિઝ) - દિગ્દર્શક
  • ક્વેસ્ટ (૨૦૦૬) - અભિનેત્રી

પુરસ્કારો

[ફેરફાર કરો]
  • ૧૯૭૫ : સંગીત નાટક અકાદમી પુરસ્કાર
  • ૧૯૮૫ : એશિયા પેસિફિક ફિલ્મ ફેસ્ટિવલ: શ્રેષ્ઠ અભિનેત્રી: પાર્ટી[]
  • ૧૯૮૬ : શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર: રાવ સાહેબ[]
  • * ૧૯૮૭ માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી
  • ૨૦૦૯ : તનવીર સનમાન[]
  • ૨૦૧૨ : સંગીત નાટક અકાદમી ટાગોર રત્ન

પૂરક વાંચન

[ફેરફાર કરો]
  • Abode of Colour, an autobiographical account by Vijaya Mehta[]
  • Vijaya Mehta on theatre and Guru Mani Madhava Cakyar [૧]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Abhijit Varde: Daughters of Maharashtra: Portraits of Women who are Building Maharastra : Interviews and Photographs, 1997, p. 87
  2. "The return of Desdemona". Mumbai Mirror. 25 January 2014. મેળવેલ 22 June 2014.
  3. Gulati, Leela (editor); Bagchi, Jasodhara (Editor); Mehta, Vijaya (Author) (2005). A space of her own : personal narratives of twelve women. London: SAGE. પૃષ્ઠ 181. ISBN 9780761933151.CS1 maint: extra text: authors list (link)
  4. "Shantata! Awishkar Chalu Aahe". Mumbai Theatre Guide. August 2008.
  5. Shanta Gokhale (26 November 2012). "Life at play". Pune Mirror. મૂળ માંથી 17 February 2013 પર સંગ્રહિત.
  6. Awards IMDb.
  7. "33rd National Film Awards". International Film Festival of India. પૃષ્ઠ 28, 36. મૂળ માંથી 5 May 2014 પર સંગ્રહિત. મેળવેલ 22 June 2014.
  8. "तन्वीर सन्मान सोहळा - २००९ | Maayboli".
  9. Gulati, Leela (editor); Bagchi, Jasodhara (Editor); Mehta, Vijaya (Author) (2005). A space of her own : personal narratives of twelve women. London: SAGE. પૃષ્ઠ 181. ISBN 9780761933151.CS1 maint: extra text: authors list (link)

બાહ્ય કડી

[ફેરફાર કરો]