લખાણ પર જાઓ

વિશનસર સરોવર

વિકિપીડિયામાંથી
વિશનસર સરોવર
સ્થાનગંડરબલ જિલ્લો, કાશ્મીર ખીણ
અક્ષાંશ-રેખાંશ34°23′17″N 75°07′08″E / 34.388119°N 75.11875°E / 34.388119; 75.11875Coordinates: 34°23′17″N 75°07′08″E / 34.388119°N 75.11875°E / 34.388119; 75.11875
પ્રકારસ્વચ્છ પર્વતીય તળાવ
મુખ્ય જળઆવકકૃશનસર સરોવર
મુખ્ય નિકાસકિશનગંગા નદી
મહત્તમ લંબાઈ૧ કિલોમીટર (૦.૬૨ માઇલ)
મહત્તમ પહોળાઈ૦.૬ કિલોમીટર (૦.૩૭ માઇલ)
સપાટી ઊંચાઇ૩,૭૧૦ મીટર (૧૨,૧૭૦ ફૂટ)
થીજેલુંડિસેમ્બર થી એપ્રિલ

વિશનસર (विशनसर, Vishansar,  ﻭﻳﺸﻨﮧ سر) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલ જમ્મુ અને કાશ્મીર રાજ્યના ગંડરબલ જિલ્લાના સોનમર્ગ વિસ્તાર નજીક સ્થિત એક સ્વચ્છ પર્વતીય સરોવર છે. ૩,૭૧૦ મીટર જેટલી ઊંચાઈ પર સ્થિત આ તળાવ પ્રખ્યાત કિશનગંગા નદીનું સ્ત્રોત છે. તેની લંબાઈ ૧.૦ કિ.મી. અને પહોળાઈ ૦.૬ કિ.મી. જેટલી છે.

વિશનસર શ્રીનગર થી ૨૦૦ કિ. મી. ઉત્તર-પૂર્વ અને સોનમર્ગ થી ૨૦ કિ. મી દૂર સ્થિત છે. આ એક સુંદર પર્વતીય સરોવર છે, જેની પાછળના ભાગમાં વિષ્ણુ પર્વત ઊભો છે. આની સરખામણી ઘણી વખત કૃશનસર (તળાવ) સાથે કરવામાં આવે છે, કારણ કે જ્યાં કૃશનસરનો રંગ લીલાશ પડતો જોવા મળે છે, જ્યારે વિશનસરનો અત્યંત વાદળી છે. બંને તળાવોમાં ટ્રાઉટ માછલી મળે છે . તે ઉત્તરી યુરોપની નિવાસી છે, પરંતુ તે કાશ્મીરના ઘણા નદી-તળાવોમાં લાવીને છોડવામાં આવી હતી કે જેથી લોકો તેને પકડવા-ખાવાનો આનંદ લઈ શકે છે[]. વિશનસર આસપાસ મર્ગ (ચરાણ અથવા ઘાસ-ક્ષેત્ર) પથરાયેલા છે જ્યાં ગોવાળો તેના ઘેટાં-બકરા સાથે આવે છે. શિયાળામાં અહીં, ભારે બરફવર્ષા થાય છે અને તળાવ પણ થીજી જાય છે.

કૃશનસરમાંથી એક પ્રવાહ વિશનસરમાં આવે છે. વિશનસરમાં ઇગળતી હિમનદીનું, પાણી પણ આવે છે. વિશનસરમાંથી એક પ્રવાહ વહે છે જે વધુ આગળ ગયા પછી બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક પ્રવાહ દક્ષિણ બાજુ જઈ સિંધુ નદીની ઉપનદી બને છે,  જ્યારે બીજા પ્રવાહમાંથી કિશનગંગા નદીની શરૂઆત થાય છે. ગાડસર સરોવર વિશનસર થી ૯ કિમી પશ્ચિમમાં છે.

ચિત્ર-દર્શન

[ફેરફાર કરો]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Visiting Kashmir, Allan Stacey, Hippocrene Books, 1988, ISBN 9780870525681, ... Descend and cross to a flat area where there are two beautiful mountain lakes, Vishansar and Krishansar, one blue and the other green, and with Mount Vishnu as a backdrop. The lakes are full of trout and a licence is needed for fishing ...