લખાણ પર જાઓ

પોસ્ટ ઑફિસ (ટૂંકી વાર્તા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
Okay
ટેગ્સ: Reverted વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧૫: લીટી ૧૫:
| english_pub_date =
| english_pub_date =
}}
}}
'''પોસ્ટ ઓફિસ''' એ ભારતીય લેખક [[ગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'|ધૂમકેતુ]] (૧૮૯૨–૧૯૬૫) દ્વારા લખાયેલ ગુજરાતી ટૂંકી વાર્તા છે, જે સૌપ્રથમ ૧૯૨૩માં પ્રકાશિત થઈ હતી. તેને ધૂમકેતુની સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ સંપાદિત ટૂંકી વાર્તા માનવામાં આવે છે. આ વાર્તા એક પિતાના પુત્રી પ્રત્યેના સ્નેહ અને સ્થાનિક પોસ્ટ ઓફિસની ઉદાસીન અમલદારશાહી વિશે છે. 'પોસ્ટ ઓફિસ' તેના વર્ણન, કથાનક અને સંવાદો માટે નોંધપાત્ર છે.
'''પોસ્ટ ઓફિસ''' એ ભારતીય લેખક [[ગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'|ધૂમકેતુ]] (૧૮૯૨–૧૯૬૫) દ્વારા લખાયેલ ગુજરાતી ટૂંકી વાર્તા છે, જે સૌપ્રથમ ૧૯૨૩માં પ્રકાશિત થઈ હતી. તેને ધૂમકેતુની સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ સંપાદિત ટૂંકી વાર્તા માનવામાં આવે છે. આ વાર્તા એક પિતાના પુત્રી પ્રત્યેના સ્નેહ અને સ્થાનિક પોસ્ટ ઓફિસની ઉદાસીન અમલદારશાહી વિશે છે. 'પોસ્ટ ઓફિસ' તેના વર્ણન, કથાનક અને સંવાદો માટે નોંધપાત્ર


== પ્રકાશન ==
== પ્રકાશન ==

૦૫:૪૫, ૩ ડિસેમ્બર ૨૦૨૪ સુધીનાં પુનરાવર્તન

પોસ્ટ ઑફિસ
લેખક ગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'
મૂળ શીર્ષક"પોસ્ટ ઑફિસ"
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકાશિતસાહિત્ય (સામયિક)
પ્રકાશન પ્રકારસામયિક
પ્રકાશન તારીખ૧૯૨૩

પોસ્ટ ઓફિસ એ ભારતીય લેખક ધૂમકેતુ (૧૮૯૨–૧૯૬૫) દ્વારા લખાયેલ ગુજરાતી ટૂંકી વાર્તા છે, જે સૌપ્રથમ ૧૯૨૩માં પ્રકાશિત થઈ હતી. તેને ધૂમકેતુની સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ સંપાદિત ટૂંકી વાર્તા માનવામાં આવે છે. આ વાર્તા એક પિતાના પુત્રી પ્રત્યેના સ્નેહ અને સ્થાનિક પોસ્ટ ઓફિસની ઉદાસીન અમલદારશાહી વિશે છે. 'પોસ્ટ ઓફિસ' તેના વર્ણન, કથાનક અને સંવાદો માટે નોંધપાત્ર

પ્રકાશન

"પોસ્ટ ઓફિસ" સૌ પ્રથમ ૧૯૨૩માં સાહિત્યના અંકમાં પ્રકાશિત થઈ હતી. પછીથી તે ધૂમકેતુના પ્રથમ વાર્તાસંગ્રહ 'તણખા' (૧૯૨૬)માં પ્રકાશિત થઈ હતી.[]

કથાનક

વાર્તા યુદ્ધના સમયગાળા દરમિયાન આકાર લે છે. નાયક અલી કોચમેન તેના પ્રારંભિક જીવનમાં એક સુપ્રસિદ્ધ શિકારી હતો, પરંતુ તેની પુત્રી મરિયમે એક સૈનિક સાથે લગ્ન કર્યા પછી તે શિકાર છોડી દે છે. મરિયમ તેના પિતાને છોડીને તેના પતિ સાથે પંજાબ ચાલી જાય છે. અલી મરિયમના પત્રની રાહ જુએ છે અને પાંચ વર્ષ સુધી દરરોજ સૂર્યોદય પહેલાં સ્થાનિક પોસ્ટ ઓફિસમાં જાય છે. એક દિવસ, જ્યારે અલી કોચમેનને ખ્યાલ આવે છે કે તે ટૂંક સમયમાં મૃત્યુ પામશે, ત્યારે તે પોસ્ટ ઓફિસના ક્લાર્ક લક્ષ્મીદાસને પાંચ સોનાના સિક્કા આપે છે અને તેના મૃત્યુ પછી મરીયમનો પત્ર આવે તો પત્રને તેની કબર પર પહોંચાડવાનું કહે છે. પોસ્ટમાસ્ટર અને તેનો સ્ટાફ અલીના નિત્યક્રમની મજાક ઉડાવે છે. એક દિવસ અલી પોસ્ટ ઑફિસમાં આવવાનું બંધ કરી દે છે. પોસ્ટમાસ્ટર તેની પુત્રીના પત્રની રાહ જોવા લાગે છે. એક દિવસ પોસ્ટમાસ્ટરને અલીને સંબોધીને લખાયેલો મરીયમનો પત્ર મળે છે. તે ક્લાર્ક લક્ષ્મીદાસ સાથે અલીની કબર પર જાય છે અને તેની કબર પર મરિયમનો પત્ર મૂકે છે.[]

આવકાર

"પોસ્ટ ઓફિસ" વાર્તા તેના વર્ણન, કથા અને સંવાદો માટે નોંધપાત્ર છે.[] તેને ધૂમકેતુની સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ સંપાદિત ટૂંકી વાર્તા માનવામાં આવે છે.[][][] આ વાર્તાનું પ્રથમ ભાષાંતર ધુમકેતુએ પોતે "ધ લેટર" શીર્ષક હેઠળ અંગ્રેજીમાં કર્યું હતું.[] મીરા નાઇક દ્વારા "મિરિયમનો પત્ર" શીર્ષક હેઠળ વધુ એક અંગ્રેજી અનુવાદ કરવામાં આવ્યો હતો.[]

સંદર્ભો

  1. Das, Sisir Kumar (2005). History of Indian Literature: 1911-1956, Struggle for Freedom : Triumph and Tragedy. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 264. ISBN 978-81-7201-798-9.
  2. George, K. M., સંપાદક (1997). Masterpieces of Indian Literature. 3. New Delhi: National Book Trust. પૃષ્ઠ 1701. ISBN 978-81-237-1978-8.
  3. ટોપીવાળા, ચંદ્રકાન્ત; દવે, રમેશ ર., સંપાદકો (June 2008). ગુજરાતી ટૂંકી વાર્તાકોશ (2nd આવૃત્તિ). અમદાવાદ: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ 56. OCLC 24870863.
  4. "The Post Office". Rediff. 26 October 2020. મેળવેલ 28 March 2021.
  5. Joshi, Suresh Hariprasad (2001). J. Birjepatil (સંપાદક). Ten Short Stories by Suresh Joshi. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 13. ISBN 978-81-260-1159-9.
  6. Mehta, Ashish (14 February 2021). "How Dhumketu transformed Gujarati literature with his short stories". The Indian Express. મેળવેલ 28 March 2021.
  7. Ramakrishnan, E. V., સંપાદક (2005). Indian Short Stories,1900–2000. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 33–42. ISBN 978-81-260-1091-2.
  8. Dharmarajan, Geeta; Ramachandra, Keerti, સંપાદકો (2006). Night of the Third Crescent and Other Stories: Unforgettable Short Fiction from Some of India's Master Storytellers. Katha. પૃષ્ઠ 73. ISBN 978-81-89020-51-4.

બાહ્ય કડીઓ