રોટલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
added some additional information
નાનું r2.6.4) (રોબોટ ઉમેરણ: ne:रोटी
લીટી ૩૩: લીટી ૩૩:
[[hi:रोटी]]
[[hi:रोटी]]
[[ja:ロティ]]
[[ja:ロティ]]
[[ne:रोटी]]
[[nl:Roti (gerecht)]]
[[nl:Roti (gerecht)]]
[[nn:Roti]]
[[nn:Roti]]

૧૪:૪૬, ૧૫ માર્ચ ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

રોટલી
રોટલી

રોટલીભારતીય તથા અન્ય સંબંધીત પાકશાસ્ત્રોમાં એક મુખ્ય વાનગી છે.

ગુજરાતમાં રોટલી બનાવવાની પદ્ધતિ

ઘઉંને ઝીણું દળીને લોટ બનાવવામાં આવે છે. પછી ચાળીને આ લોટમાં પ્રમાણસરનું પાણી અને મીઠું નાખીને તેનો ઢીલો લોટ બાંધવામાં આવે છે. રોટ્લી સ્વાદિસ્ટ્ બનાવવા માટે તેમા મોણ્ (તેલ)પ્રમાણસર નાખવામા આવે છે. અને આ લોટના નાના-નાના ગુલ્લા કર્યા બાદ તેને આદણી (ઓરસિયો/ પાટલો/ ચકલો પણ કહેવાય છે) ઉપર વેલણથી વણીને ગોળ આકાર આપવામાં આવે છે અને તેને લોઢી/ તવી/ તવા/ તાવડી ઉપર શેકવામાં આવે છે, આમ રોટલી તૈયાર થાય છે, જેની ઉપર ઘી લગાડીને શાક સાથે પિરસવામાં આવે છે. રોટલી જો જાડી બનાવવામાં આવે તો તેને રોટલો કહેવાય છે. રોટલો બાજરીના લોટનો, જુવારના લોટનો અને મકાઇના લોટનો પણ બને છે.

રોટલીનાં ઘણાં અલગ-અલગ પ્રકાર છે જેમકે, બેપડી, ચોપડી, ફુલ્કા, રુમાલી, તંદુરી વગેરે. રોટલી કેરીનાં રસ સાથે ખાવામાં આવે છે જેમાં બે પડ હોય છે, તેથી તેણે બેપડી રોટલી કહે છે. રોટલી એ ગુજરાતીઓનું કાયમી ભોજન છે. રોટલી થોડી જાડી બને તો તેને ભાખરી પણ કહે છે જે બનાવવા માટે મોયણ (તેલ)ની જરૂર પડે છે તેમ જ ભાખરીનો લોટ કઠણ બાંધવો પડે છે.આજકાલ તો લગ્ન પ્રસંગો માં પણ નાની રોટી , ફૂલકાં રોટી વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે.રોટલી પરથી જોડકણાં પણ બન્યાં છે. જેમ કે,

  • આવ રે વરસાદ , ઢેબરિયો પરસાદ , ઉની ઉની રોટલી ને કારેલા નું શાક


વિવિધ પ્રકારની રોટલીઓ