વેન્ના તળાવ
વેન્ના તળાવ | |
---|---|
વેન્ના તળાવ ખાતે નૌકાઓ | |
સ્થાન | મહાબળેશ્વર, મહારાષ્ટ્ર, ભારત |
અક્ષાંશ-રેખાંશ | 17°56′02″N 73°39′54″E / 17.934009°N 73.665026°ECoordinates: 17°56′02″N 73°39′54″E / 17.934009°N 73.665026°E |
બેસિન દેશો | ભારત |
વેન્ના તળાવ અથવા વેન્ના લેક એક મુખ્ય પ્રવાસી આકર્ષણ છે, જે મહાબળેશ્વર, મહારાષ્ટ્ર, ભારત ખાતે આવેલ છે. આ તળાવનું નિર્માણ સાતારાના રાજા શ્રી અપ્પાસાહેબ મહારાજ દ્વારા વર્ષ ૧૮૪૨માં કરાવવામાં આવ્યું હતું.
આ તળાવ બધી બાજુએ થી વૃક્ષો દ્વારા ઘેરાયેલું છે. પ્રવાસીઓ અહીં નૌકા-વિહારનો આનંદ કરી શકે છે અથવા આ તળાવ કિનારે એક ઘોડે-સવારી કરી શકે છે. સંખ્યાબંધ નાના ખાણીપીણીની જગ્યાઓ તળાવકિનારે આવેલ છે. અહીંથી મહાબળેશ્વર શહેરનું મુખ્ય બજાર અને એસ. ટી. બસ સ્ટેન્ડ લગભગ ૨ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. તળાવ થી શહેર જવા-આવવા માટેનો માર્ગ એક સરસ ચાલવાની જગ્યા છે. મોટા ભાગના પ્રવાસ આયોજકોના પ્રવાસમાં વેન્ના તળાવનો સમાવેશ કરવામાં આવે છે. અહીં થી પસાર થતી મોટા ભાગની બસો, ખાનગી વાહનો વેન્ના તળાવ ખાતે વિનંતી કરવાથી ઊભી રહે છે.
સંદર્ભો
[ફેરફાર કરો]વેન્ના તળાવ - મસ્તી ઈન્ડિયા સંગ્રહિત ૨૦૧૭-૦૫-૨૯ ના રોજ વેબેક મશિન વેન્ના તળાવ વિષયક માહિતી પંચગિની ડોટનેટ પર સંગ્રહિત ૨૦૨૧-૦૯-૧૨ ના રોજ વેબેક મશિન