વોરાર્લબર્ગ

વિકિપીડિયામાંથી
Vorarlberg
Vorarlbergનો ધ્વજ
Flag
Vorarlbergનું રાજચિહ્ન
Coat of arms
Location of Vorarlberg
Countryઢાંચો:AUT
CapitalBregenz
સરકાર
 • GovernorHerbert Sausgruber (ÖVP)
વિસ્તાર
 • કુલ૨,૬૦૧ km2 (૧૦૦૪ sq mi)
વસ્તી
 • કુલ૩,૭૨,૭૯૧
 • ગીચતા૧૪૦/km2 (૩૭૦/sq mi)
સમય વિસ્તારUTC+1 (CET)
 • ઉનાળુ બચત સમય (DST)UTC+2 (CEST)
ISO 3166 ક્રમAT-8
NUTS RegionAT3
Votes in Bundesrat3 (of 62)
વેબસાઇટvorarlberg.at

વોરાર્લબર્ગ , ઓસ્ટ્રિયાના સૌથી પશ્ચિમી વિસ્તારમાં આવેલું સમવાય રાજ્ય (ભૂમિ ) છે. જોકે ક્ષેત્રફળ (વિયેના સૌથી નાનું છે) અને જનસંખ્યાના (બરગેંલેન્ડની જનસંખ્યા ઓછી છે) રીતે તે બીજું સૌથી નાનું રાજ્ય છે, અને તેને આ ત્રણ દેશોની સરહદ મળે છે: જર્મની (લેક કોન્સટેન્સથી બાવેરિયા અને બાડેન-વુર્ટેમબર્ગ), સ્વિટ્ઝરલેન્ડ (ગ્રાઉબન્ડેન અને સેંટ ગાલેન) અને લીકટેંસ્ટીન. જ્યારે ઓસ્ટ્રિયાઇ સમવાયી રાજ્ય, વોરાર્લબર્ગની સાથે પોતાની સીમા પૂર્વ તરફથી ટાયરોલ દ્વારા જોડે છે.


બ્રેગેન્જ વોરાર્લબર્ગની રાજધાની છે, જ્યારે ડોર્નબિર્ન અને ફેલ્ડકિર્ચ જનસંખ્યાની દ્રષ્ટ્રિએ મોટા શહરો છે. વોરાર્લબર્ગ એ બાબતે પણ વિશિષ્ટતા ઘરાવે છે કે તે એકમાત્ર તેવું પ્રાન્ત છે જે ઓસ્ટ્રો-બાવેરિયન ભાષાના બદલે આલેમાનિક બોલીનો ઉપયોગ કરે છે, તેથીજ તે બવેરિયા અને બાકીના ઓસ્ટ્રિયાના કરતા અલેમાનિક-ભાષી પડોશીઓ સ્વિટ્ઝરલેન્ડ, લિકટેંસ્ટીન અને સ્વાબિયાની જોડે વધુ સાંસ્કૃતિક સામ્યતા ઘરાવે છે.

ભૂગોળ[ફેરફાર કરો]

વોરાર્લબર્ગમાં મુખ્ય નદીઓમાં Ill (જે મોન્ટાફોન અને વાલ્ગાઉ ખીણોમાંથી વહીને રાઇનમાં જઇ મળે છે), રાઇન (સ્વિટ્ઝલેન્ડની સીમા રેખા બનાવે છે), બ્રેગેન્જર આચ અને ડોર્નબિર્નર આચનો સમાવેશ થાય છે. મહત્વના તળાવોમાં કોન્સટેન્સ તળાવ સિવાય લુનેર તળાવ, સિલવરેટા તળાવ, વરમાઉન્ટ તળાવ, સ્પૂલર તળાવ, કોપ્સ બેસિન અને ફોર્મારિન તળાવ સમાવિષ્ટ છે, જેમાંથી પ્રથમ ચારની રચના જલશક્તિ ઊર્જાના ઉત્પાદન માટે કરવામાં આવી હતી. જોકે વીજ પ્લાન માટે બંધ બનાવવાની પણ પહેલા, લુનેર તળાવ આલ્પસનું સૌથી મોટું પર્વતીય તળાવ હતું. આ જલ વિદ્યુત ઊર્જાનો અધિકાંશ ભાગ ચોક્કસ સમયે જર્મનમાં નિકાસ કરવામાં આવે છે. રાતમાં જર્મનીના ઊર્જા પ્લાન્ટોમાંથી વિજળીનો ઉપયોગ કરીને પાણી કેટલાક તળાવામાં પાછું નાંખવામાં આવે છે.

વોરાર્લબર્ગની મહત્વપૂર્ણ પર્વત શ્રૃંખલામાં, સિલવરેટા, રાટિકોન, વરવોલ અને અર્લબર્ગનો સમાવેશ થાય છે, અહીં અનેક પ્રસિદ્ધ સ્કીંઇગ ક્ષેત્ર (અર્લબર્ગ, મોન્ટાફોન, બ્રેગેન્જર વાલ્ડ) અને સ્કી રિસોર્ટ (લેચ, ઝુર્સ, સ્ચરુન્સ, વાર્થ, દામુલ્સ, બ્રાંડ અને બીજા અનેક) આવેલા છે. દમુલ્સ નગર પાલિકા વિશ્વભરમાં સૌથી વધુ વાર્ષિક હિમવર્ષાને (સરેરાશ 9.30 મીટર) કારણે પણ પ્રસિદ્ધ છે. સૌથી ઊંચો પર્વત પિઝ બૂઇન છે, જેના ખડકની ટોચ 3,312 મીટરની છે, જે હિમક્ષેત્રથી ચારે બાજુથી ઘેરાયેલા છે. અનુમાન મુજબ સંપૂર્ણ પૂર્વી આલ્પ્સની અંદર આવેલો અમુક મર્યાદિત વિસ્તાર શ્રેષ્ઠ કુદરતી વિવિધતા ધરાવે છે. આ પશ્ચિમી આલ્પ્સની સાથે સંલગ્ન છે. કોન્સટોન્સ તળાવ અને રાઇન ઘાટીના મેદાની વિસ્તારથી મધ્યમ ઊંચાઇ અને ઊંચા અલ્પાઇન ક્ષેત્રથી સિલવરેટા શ્રૃંખલાક હિમક્ષેત્રોથી માત્ર 90 કિમીની દૂરી પર છે.

વહીવટી વિભાગો[ફેરફાર કરો]

વારાર્લબર્ગ ઉત્તરથી દક્ષિણ સુધી ચાર વિશાળ જિલ્લાઓમાં વિભાજીત છે, આ ચાર જિલ્લા નામ આ મુજબ છે: બ્રેગેન્જ, ડોર્નબિર્ન, ફેલ્ડકિર્ચ અને બ્લૂડેન્જ. આ જિલ્લાઓને ઓટોમોબાઇલ લાઇસન્સ તકતીઓ પર સંક્ષિપ્તરૂપમાં આ રીતે દેખાય છે: બી (B) , ડીઓ (DO) એફકે (FK) અને બીઝેડ (BZ).


અર્થતંત્ર[ફેરફાર કરો]

કેટલાય વર્ષો સુધી, વોરાર્લબર્ગની અર્થવ્યવસ્થા ઓસ્ટ્રિયાની સરેરાશ અર્થવ્યવસ્થા કરતા ઉપર રહી છે.


2004માં જ્યારે ઓસ્ટ્રિયાનો એકંદર જીડીપી (GDP) ખાલી 2.0% જ વધ્યો હતો, ત્યારે વોરાર્લબર્ગની વુદ્ધિ 2.9% નોંધવામાં આવી હતી. આ એક આશ્ચર્યજનક વાત તે બહાર આવી છે કે જર્મની અને ઇટલીના પ્રમુખ વ્યાપારિક ભાગીદારોએ પણ આટલો સારો લાભ નથી મેળવી શક્યા. વોરાર્લબર્ગ ચેમ્બર ઓફ ટ્રેડની આર્થિક નીતિ વિભાગ મુજબ, આ મજબૂત આર્થિક સ્થિતિને કારણે, 2004માં વોરાર્લબર્ગ પોતાની ગ્રોસ ક્ષેત્રીય ઉત્પાદનને 11.5 બિલિયન ઇયુઆર (EUR) સુધી વધારવામાં સક્ષમ રહ્યું હતું. આ 5.0%ની એક સામાન્ય વૃદ્ઘિમાં પરિવર્તિત થઇ (સંપૂર્ણ ઓસ્ટ્રિયા + 4.0%ની તુલનામાં). વોરાર્લબર્ગમાં ક્ષેત્રીય ઉત્પાદન પ્રતિ નિવાસી 31,000 ઇયુઆર (EUR) છે, જે ઓસ્ટ્રિયાની રાષ્ટ્રિય સરેરાશથી 8% વધુ છે. વોરાર્લબર્ગ અને વિશેષરૂપથી રાઇન ખીણ વિસ્તાર, દુનિયાની સૌથી પૈસાદાર વિસ્તારોમાંથી એક છે, જેમનું જીવન સ્તર બહુ ઊંચું છે.

આ ઉપરાંત રાઇન ખીણમાં વણાટ, કપડા, ઇલેક્ટ્રોનિક્સ, મશીનરી અને પેકિંગ સામગ્રીનો ઉદ્યોગ વિકસ્યો છે, આ ઉપરાંત કૃષિ પણ વ્યાપક પ્રમાણમાં થાય છે, ખાસ કરીને બ્રેગેન્જરવાલ્ડ વિસ્તારમાં, જે તેના દૂધ ઉત્પાદ ("બ્રેગેન્જરવાલ્ડર ચીજ રૂટ") અને પર્યટન માટે ઓળખાય છે. અહીંના પર્યટન ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં વોરાર્લબર્ગના નિવાસીઓ કામ કરે છે. અહીંના સૌથી મોટા પર્યટન આકર્ષણોમાં અહીંના પહાડો અને અનેક સ્કી રિસોર્ટ, જેમાં સૌથી વિશાળ વિસ્તારો (સૌથી પ્રસિદ્ધ) નીચે મુજબ છે:

  • બ્રેગેન્જરવાલ્ડ,
  • અર્લબર્ગ ક્ષેત્ર (જેમાં ઉચ્ચ સ્તરીય સ્કી રિસોર્ટ લેચ અને ઝુર્સ સમાવિષ્ટ છે),
  • બ્રેન્ડરટલ, અને
  • મોન્ટાફો

આ ક્ષેત્રોના પ્રસિધ્ધ સ્કીયરમાં અનીતા વોચટર, એન્ગો ઝિમરમન, જેહોર્ડ નેનિંગ, મારિયો રેઇટર, હુબર્ટ સ્ટ્રોલ્ઝ, હાન્સ સ્ખનેઇડર અને સ્કી જમ્પર ટોની ઇનૌરનો સમાવેશ થાય છે. [૧] સંગ્રહિત ૨૦૧૧-૦૬-૦૭ ના રોજ વેબેક મશિન

વસ્તી-વિષયક માહિતી[ફેરફાર કરો]

વોરાર્લબર્ગની વસ્તી 372,500 છે. મોટાભાગના નિવાસી (86%) ઓસ્ટ્રિયાઇ-જર્મની કુંટુંબના છે જે સ્વિટ્ઝરલેન્ડ અને પશ્ચિમી લિકટેંસ્ટીન તથા ઉત્તરી જર્મની સાથે સાંસ્કૃતિક રીતે જોડાયેલું છે. આ જનસંખ્યાના પૂર્વજોનો એક મોટો ભાગ વાલ્સરના પ્રવાસમાં વાલિસના સ્વિસ પરગણાંથી આવ્યો હતો, જેમાં 19મી સદીમાં ઓસ્ટ્રો-હંગરિયાઇ સામ્રારાજ્યના વખતે નિમંત્રિત કરવામાં આવેલા સ્વિસફ્રેન્ચ પણ સમાવિષ્ટ છે. [સંદર્ભ આપો]

ધર્મ[ફેરફાર કરો]

78% રોમન કેથલિક છે, જે વોરાર્લબર્ગની રાષ્ટ્રિય ઓસ્ટ્રિયાઇ સરેરાશ (73.6%)ની શ્રેણીમાં મૂકે છે, વોરાર્લબર્ગના 7,817 લોકો પ્રોટેસ્ટન્ટ છે (2.2%). બીજો, સૌથી મોટો ધર્મ સંપ્રદાય ઇસ્લામ છે જેની 8.4% ભાગીદારી છે (મુખ્યરૂપે તુર્કીસ અપ્રવાસી)

ભાષા[ફેરફાર કરો]

બાકીના ઓસ્ટ્રિયા કરતા અલગ પડેલા સ્થળે આવેલું હોવાથી, વોરર્લબર્ગના મોટો ભાગના લોકો એક ખાસ પ્રકારની જર્મન ભાષા બોલે છે. જેને સમજવી અન્ય ઓસ્ટ્રિયાઇ લોકો માટે મુશ્કેલ હોય છે.

આ એક અલેમાનિક બોલી છે જેમાં સ્વિસ જર્મન ભાષાને ભેગી કરવામાં આવી છે પણ તેને લિકટેન્સ્ટીન, બાડેન-વુર્ટેમબર્ગ અને ફ્રાંસના ક્ષેત્ર અલ્સેકમાં બોલવામાં આવે છે. બાકીના ઓસ્ટ્રિયાની બોલી બવારિયાઇ ઓસ્ટ્રિઇ ભાષા સમૂહનો ભાગ છે, વાસ્તવમાં વોરાર્લબર્ગમાં અનેક જિલ્લા અને ગામમાં પોતાની વિશિષ્ટ ઉપ બોલીઓ બોલે છે.
વોરાર્લબર્ગના જિલ્લાઓઘડિયાળના કાંટાની જેમ ઉત્તર: બ્રેજેન્જ, બ્લુડેન્જ, ફેલડકીર્ચ, ડોર્નબીર્ન

ઇતિહાસ[ફેરફાર કરો]

રોમન દ્વારા વોરાર્લબર્ગ પર વિજય પ્રાપ્ત કરવાની પહેલા, આ ક્ષેત્રમાં બે કેલ્ટિક જનજાતિઓ વસતી હતી. જે ઊચ્ચભૂમિ એટલે લેક કોન્સ્ટેન્સ પર વસેલા રાતિ અને નીચલા પ્રદેશ એટલે કે રાઇન ખીણમાં વસતી વિન્ડેલીસ વસવાટ કરતા હતા. વિન્ડેલિસીની મહત્વપૂર્ણ વસતીઓમાં એક હતી બ્રેગેન્ટ્સ (હવે બ્રેગ્રેન્જ), જેને 500 ઇસ.પૂર્વેની આસપાસ સ્થાપિત કરવામાં આવી હતી. 15 ઇસા.પૂર્વમાં તેની પર રોમનો દ્વારા કબજો કરવામાં આવ્યો હતો.


વોરાર્લબર્ગ એક સમય પર રોમન સામ્રરાજ્યમાં રોમન પ્રાન્ત રાતિનો હિસ્સો હતો ત્યારબાદ તે બાવરી (બાવરિયન લોકો) જનજાતિના શાસનને આધીન થઇ ગયું. અને તે પછી આ ક્ષેત્રમાં બાવરી અને લાન્ગોબાર્ડમાં વસી ગયું અને પછી તે 1525 સુધી કાઉન્ટ ઓફ મોન્ટફોર્ટના શાસનમાં રહ્યું, જેની બાદ હાબ્સબર્ગસને તેની પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું.[૧] ઐતિહાસિક દ્રષ્ટ્રિએ જર્મન પ્રાન્ત, જે પૂર્વના બિશપ શાસિત ક્ષેત્રોનો એક જમાવડો હતો, એક ભાગ હજી પણ કેટલાક અર્ધ સ્વાયત્ત ઉમરાવો અને જીવત બચેલા બિશોપો દ્વારા શાસિત હતો જે પ્રથમ વિશ્વ યુદ્ધ સુઘી કાયમ રહ્યો. ત્યારબાદ વોરાર્લબર્ગ વધુના ઓસ્ટ્રિયાનો હિસ્સો બન્યો, અને તેના કેટલાક ભાગો પર વોરાર્લબર્ગના મોન્ટફોર્ટના ઉમેદવારોનું શાસન હતું.

પ્રથમ વિશ્વ યુદ્ધ પછી વોરાર્લબર્ગના કેટલાગ ભાગોની ઇચ્છા સ્વિટ્ઝલેન્ડમાં જોડાવાની હતી.[૨] 11 મે 1919માં વોરાર્લબર્ગમાં આયોજીત એક જનમત સંગ્રહમાં, 80%થી વધુ મતદાતાઓએ રાજ્યના સ્વિસ સાર્વભૌમત્વમાં જોડાવાના પ્રસ્તાવનું સમર્થન કર્યું. જોકે ઓસ્ટ્રિયાઇ સરકાર, સહયોગી, ઉદાર સ્વિસ, સ્વિસ ઇટાલયન અને સ્વિસ ફેન્ચના વિરોધથી રોકવામાં આવ્યો.[૩] [૪]

આ પણ જુઓ[ફેરફાર કરો]

  • સિદ્ધાન્ત આશા

નોંધ[ફેરફાર કરો]

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 7 જૂન 2011 પર સંગ્રહિત. મેળવેલ 8 જૂન 2011.
  2. 1982 બ્રિટાનિકા, ઓસ્ટ્રિયાના ઇતિહાસ પર લેખ
  3. "સી2ડી (C2D)- Centre d'études et de documentation sur la démocratie directe". મૂળ માંથી 27 ફેબ્રુઆરી 2007 પર સંગ્રહિત. મેળવેલ 26 ડિસેમ્બર 2021.
  4. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 7 જૂન 2011 પર સંગ્રહિત. મેળવેલ 8 જૂન 2011.

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]

ઢાંચો:States of Austria ઢાંચો:Vorarlberg

Coordinates: 47°14′37″N 9°53′38″E / 47.24361°N 9.89389°E / 47.24361; 9.89389