શિરીન વજીફદાર

વિકિપીડિયામાંથી
શિરીન વજીફદાર
મૃત્યુ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭
મુંબઈ, બૉમ્બે પ્રેસિડેન્સી (વર્તમાન મહારાષ્ટ્ર)
વ્યવસાયનૃત્યાંગના, કોરિયોગ્રાફર, નૃત્ય પ્રશિક્ષક અને વિવેચક
નોંધપાત્ર કાર્ય
કથક
જીવનસાથી
મુલ્ક રાજ આનંદ
(લ. 1950; અવસાન 2004)

શિરીન વજીફદાર (અ. ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૭) એક ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના, કોરિયોગ્રાફર, પ્રશિક્ષક અને વિવેચક હતા. તેણી ભારતીય શાસ્ત્રીય નૃત્યને અપનાવનાર પ્રથમ પારસીમાંના એક હતા. કથકના અગ્રણી શિરીન એક પ્રખ્યાત કલાકાર અને શિક્ષક હતા. ફિલ્મ મયુરપંખ (૧૯૫૪)માં તેમની કોરિયોગ્રાફીના વખાણ થયા હતા.

જીવન[ફેરફાર કરો]

શિરીન વજીફદારનો જન્મ મુંબઈ, ભારત ખાતે થયો હતો. તેમને બે નાની બહેનો ખુર્શીદ અને રોશન હતી.[૧] તેમનો ઉછેર મુંબઈના એક અનાથાશ્રમમાં થયો હતો.[૨]

૧૯૩૦ના દાયકામાં, પોતાના સમુદાયના વિરોધને અવગણીને, વજીફદારે જયપુર ઘરાનાના શિક્ષક સુંદર પ્રસાદ સાથે કથક શીખવાનું શરૂ કર્યું.[૩] તેમણે ખંડાલામાં માદામ મેનકા દ્વારા સંચાલિત નૃત્યાલયમ નૃત્ય અકાદમીમાં શેવંતી ભોંસલે અને દમયંતી જોશીની સાથે હાજરી આપી હતી. અહીં તેમણે ભારતીય નૃત્યના અન્ય સ્વરૂપો મણિપુરી અને કથકલી શીખ્યા હતા.[૧]

વજીફદારે ૧૯૫૦માં મુલ્ક રાજ આનંદ સાથે લગ્ન કર્યા. તેઓ તેમના બીજા પત્ની હતા.[૪]

કારકિર્દી[ફેરફાર કરો]

વજીફદારે તેમની બહેનો ખુર્શીદ અને રોશનને નૃત્ય શીખવ્યું હતું,[૫] અને તેમની સાથે જ તેમણે વજીફદાર સિસ્ટર્સ તરીકે નૃત્ય રજૂઆત કરવાનું શરૂ કર્યું હતું. તેમણે ભરતનાટ્યમ અને મોહિનીયટ્ટમ સહિત ભારતીય નૃત્યની તમામ મુખ્ય શાખાઓમાં તાલીમ લીધી હતી.[૬]

આ બહેનો ભારતીય શાસ્ત્રીય નૃત્ય કરનારી પ્રથમ પારસી હતી.[૭] પારસી સમુદાયના રૂઢિચુસ્તો તેમનો વિરોધ કરતા હતા, પરંતુ તેમને અન્ય લોકોનો ટેકો મળ્યો હતો.[૧] આધુનિકતાવાદી નૃત્યાંગના રામ ગોપાલ તેમના પ્રશિક્ષકોમાંના એક હતા. વજીફદરના સમકાલીનોમાં મૃણાલિની સારાભાઈ, વૈજયંતીમાલા અને પૂવૈયા બહેનોનો સમાવેશ થાય છે.[૧]

વજીફદાર, બોમ્બેમાં કફ પરેડમાં નૃત્ય મંજરી નામની નૃત્ય અકાદમી ચલાવતા હતા.[૮][૩] કૃષ્ણ કુટ્ટી સાથે મળીને તેમણે નૃત્ય દર્પણ સોસાયટીની સ્થાપના કરી હતી.[૯]

૧૯૪૭માં ભારતની સ્વતંત્રતાની પૂર્વસંધ્યાએ, વજીફદાર અને તેમના વિદ્યાર્થીઓ, ધ મારવાડી બેલ્સે, બોમ્બેની તાજમહલ હોટલમાં કાર્યક્રમ આપ્યો હતો.[૧૦] ૧૯૫૧માં વજીફદાર અને તેમની બહેનોએ દક્ષિણ પૂર્વ એશિયાનો પ્રવાસ ખેડ્યો હતો અને ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું હતું.[૧૧]

વજીફદારની કામગીરીનું કોઈ પણ પ્રકારનું રેકોર્ડિંગ અસ્તિત્વમાં હોય તેવું જણાતું નથી. ભારતના ફિલ્મ વિભાગે તેમના પર એક ફિલ્મ બનાવી હતી, પરંતુ તે ખોવાઈ ગઈ હતી.[૧] ૧૯૫૨માં તેઓ બીબીસી ટેલિવિઝન પર જોવા મળ્યા હતા.[૧૨]

૧૯૫૪માં વજીફદારે કિશોર સાહુની ફિલ્મ મયુરપંખમાં એક ડાન્સ સિક્વન્સ કોરિયોગ્રાફી કરી હતી. રોશન અને ખુર્શીદે તેમાં પ્રદર્શન કર્યું હતું.[૫]

૧૯૫૫માં, તેઓ ચીનમાં એક નૃત્ય પ્રતિનિધિમંડળનો ભાગ હતા.[૧૩] તેમણે ક્રિષ્ના કુટ્ટી સાથે મોહિની અને ભસ્માસુરની ભૂમિકા ભજવી હતી,[૧] જેના ખૂબ જ વખાણ થયા હતા.[૧૪] ૧૯૫૭ સુધીમાં વજીફદારે કામગીરીમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. તે પછી તેમણે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા માટે નૃત્યની સમીક્ષાઓ લખવાનું શરૂ કર્યું.[૧]

પ્રકાશન[ફેરફાર કરો]

  • "'Menaka', Pioneer of Kathak Dance Drama". Marg – A Magazine of the Arts. XII (4). September 1959.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ Kothari, Sunil (3 October 2017). "Remembering Shirin Vajifdar – Pioneer in All Schools of Dance". The Wire. મેળવેલ 4 October 2017. CS1 maint: discouraged parameter (link)
  2. Singh, Nancy (1986). The Sugar in the Milk: the Parsis in India. Madras: Institute for Development Education. પૃષ્ઠ 39.
  3. ૩.૦ ૩.૧ Kothari, Sunil (1989). Kathak, Indian Classical Dance Art. Abhinav Publications. પૃષ્ઠ 182. ISBN 978-81-7017-223-9.
  4. Rutherford, Anna (1979). "Anand, Mulk Raj" (PDF). Commonwealth Literature. પૃષ્ઠ 20. ISBN 978-1-349-86101-9. મેળવેલ 4 October 2017. CS1 maint: discouraged parameter (link)
  5. ૫.૦ ૫.૧ Bharatan, Raju (1 August 2016). Asha Bhosle: A Musical Biography. Hay House, Inc. પૃષ્ઠ 283. ISBN 978-93-85827-16-7.
  6. Basu, Soma (19 July 2012). "Arc lights to oblivion". The Hindu. મેળવેલ 4 October 2017. CS1 maint: discouraged parameter (link)
  7. Haskell, Arnold Lionel (1960). The Ballet Annual. A. & C. Black. પૃષ્ઠ 111.
  8. Parsiana. 22. P. Warden. 1999. પૃષ્ઠ 158.
  9. Singha, Rina; Massey, Reginald (1967). Indian dances: their history and growth. Faber. પૃષ્ઠ 223. ISBN 9780807604274.
  10. Doctor, Vikram (9 August 2017). "Food for thought: India can take some feasting lessons from Italy". The Economic Times. મેળવેલ 4 October 2017. CS1 maint: discouraged parameter (link)
  11. "Dancers Due in S'pore". The Straits Times. 19 January 1951. મેળવેલ 4 October 2017. CS1 maint: discouraged parameter (link)
  12. "Shirin Vajifdar and Krishna Kutty in their New Indian Ballet". The Radio Times (1505): 45. 19 September 1952. મેળવેલ 4 October 2017. CS1 maint: discouraged parameter (link)
  13. The Indian Cultural Delegation in China, 1955. Foreign Languages Press. 1955. પૃષ્ઠ 60.
  14. Chinese Literature. Foreign Languages Press. 1956. પૃષ્ઠ 162–163.