શ્રેણીની ચર્ચા:ગુજરાતના જિલ્લાઓ
પંચમહાલ જિલ્લાના ભાગલા[ફેરફાર કરો]
સંજયભાઈ, માફ કરજો તમે કરેલા ફેરફારને મેં પાછો વાળ્યો છે. શક્ય છે કે તાજેતરમાં જ પંચમહાલ જિલ્લાના ભાગલા પાડીને ગોધરા જિલ્લો અને દાહોદ જિલ્લો એમ બે નવા જિલ્લા બનાવવામાં આવ્યા હોય (જો કે દાહોદ જિલ્લો તો ૧૯૯૭થી અસ્તિત્વમાં છે). પરંતુ પંચમહાલ જિલ્લાના અધિકૃત જાળસ્થળ પર આ સંલગ્ન કોઈ માહિતી જોવા મળી નથી અને આ ગોધરા જિલ્લા વિષે પણ કોઈ પણ માહિતી મને ગુગલ સર્ચ કરતા મળી નથી. જો આપની પાસે આ સમાચારનો કોઈ સંદર્ભ હોય તો જણાવવા વિનંતી જેથી આપના ફેરફારને પુનઃસ્થાપિત કરી શકાય. અગવડ બદલ ક્ષમા ચાહું છું.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૨૧, ૨૩ જાન્યુઆરી ૨૦૧૨ (UTC)
નામ ફેરબદલ[ફેરફાર કરો]
સાચી જોડણી ગુજરાતનાં જિલ્લાઓ ના થાય?? જો સાચુ હોય તો નામ ફેરબદલ કરવા વિનંતિ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૧:૧૯, ૯ ઓકટોબર ૨૦૧૨ (IST)
જુનાગઢ કે જૂનાગઢ??[ફેરફાર કરો]
આપણી વિકિપીડિયામાં જુનાગઢ અને જૂનાગઢ એમ બે જોડણી ઉપયોગમાં છે. શ્રેણીઓ પણ આ નામે અલગ અલગ છે. શ્રેણી કોઇ પણ એક નામે કરવા આમાંથી કઈ જોડણી વધુ યોગ્ય છે?-- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૧:૩૩, ૧૧ મે ૨૦૧૩ (IST)
- બંને જોડણી સાચી. જૂનું શબ્દ માટે માટે દિર્ઘ ઉ વપરાય છે, તે નાતે જૂનાગઢ સાચું, પણ એસ.ટી.ની બસો અને અન્ય અનેક સરકારી કચેરીઓ/પત્રો પર હ્ર્સ્વ ઉ વાળી જોડણી પણ જોવા મળે છે માટે તેને પણ અહિં રહેવા દીધી છે. આ વિષયેમા વર્ષો પહેલા ઘનિષ્ઠ ચર્ચા થઈ ચૂકી છે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૨૭, ૩૧ મે ૨૦૧૩ (IST)
- આ બાબતે અગાઉ શું ચર્ચા થઈ તેની તો મને જાણ નથી પણ જુનાગઢ ખોટું છે. સાચી જોડણી જૂનાગઢ જ છે. અહીં જૂઓ ગુજરાતી લેક્સિકોન મહારાજ જૂનાગઢ જ સાચી જોડણી હોવાનું કહે છે. એસ.ટી. વગેરેમાં જુનાગઢ લખાય છે તે ખોટું છે. ખોટાનો ઉપયોગ થતો હોય તો એ સાચું થોડું જ બની જાય ? એટલે મારા મતે જે સાચી જોડણી હોય તેનો જ ઉપયોગ થવો જોઇએ.--યોગેશ (talk) ૧૧:૫૯, ૩૧ મે ૨૦૧૩ (IST)
- વળી આ બધી સરકારી વેબસાઇટો જિલ્લાના બદલે જીલ્લા લખે છે એટલે એને અધિકૃત ગણી શકાય એમ જ નથી.--યોગેશ (talk) ૧૨:૨૧, ૩૧ મે ૨૦૧૩ (IST)
- જોડણી વિષયે જોડણીકોશને પ્રાધાન્ય આપવું સારૂં. જો કે એમાંએ ક્ષતિઓ મળશે. લખાણમાં તો વ્યવહારમાં પણ ચલણમાં હોય એવી જોડણીઓ રિડાયરેક્ટ દ્વારા રાખી મેલવી. પણ વાત શ્રેણી બનાવવાની છે તો "જૂનાગઢ" પર જ સહમતી કરીએ. લેખ માટે આપણે "જુનાગઢ"ને "જૂનાગઢ" પર રિડાયરેક્ટ કર્યું છે એ યથાવત રાખીએ. કેમ કે, વ્યવહારમાં વપરાતા લખાણ દ્વારા શોધકને લેખ શોધવો સહેલો પડશે. શ્રેણીમાં જ્યાં ’જુ’ છે ત્યાં ’જૂ’ કરીએ એટલે એકવાક્યતા આવી જશે. (ઊંઝા અને ઉંઝા વિશે પણ એમ જ રાખીએ, આમે ’ઉંઝા’ શ્રેણીમાં વધુ સભ્યો છે અને ’ઊંઝા’ શ્રેણીમાં માત્ર બે લેખ જ છે. એ બેની શ્રેણી બદલી કાઢીએ.) બરાબર ?--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૨૭, ૩૧ મે ૨૦૧૩ (IST)
- વળી આ બધી સરકારી વેબસાઇટો જિલ્લાના બદલે જીલ્લા લખે છે એટલે એને અધિકૃત ગણી શકાય એમ જ નથી.--યોગેશ (talk) ૧૨:૨૧, ૩૧ મે ૨૦૧૩ (IST)