લખાણ પર જાઓ

સભ્યની ચર્ચા:Sam.ldite

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

સ્વાગત![ફેરફાર કરો]

ભાઈશ્રી Sam.ldite, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

 • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
 • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
 • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન)૨૩:૦૫, ૨૭ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]

દિવાન બલ્લુભાઇ લેખ અંગે[ફેરફાર કરો]

લેખને નું નામ સાચુ કર્યુ. અને આ લેખમાં થોડી વધુ વિગત ઉમેરવા વિનંતિ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૧:૦૩, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

ચોક્કસ. હુ ઇન્ફોબોક્ષ ઉમેરવા માગુ છુ. તે માટે હેલ્પ કરવા વિનતી. ‌Sam.ldite (talk) ૧૧:૧૩, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

જરુરથી..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૧:૨૪, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
ઇન્ફોબોક્ષ હવે આવી ગયુ છે.. આભાર લેખ બનાવા માટે.. બીજી કોઇ મદદની જરુર હોય તો મારા ચર્ચાના પેજ પર સંદેશો મુકવા વિનંતિ..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૧:૨૮, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

આપનો મદદ માટે આભાર. Sam.ldite (talk) ૧૧:૫૨, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

શ્રી.સમકિતભાઈ, આપ સરસ સંપાદનો કરી વિકિ પર માહિતીઓ ઉમેરવા મદદ કરો છો, આભાર. આપે હમણાં લેખ લાલભાઈ દલપતભાઈ ઈજનેરી મહાવિદ્યાલયનાં ઇન્ફોબોક્ષમાં લોગો ઉમેરવા પ્રયાસ કર્યો પણ લોગો આવી શક્યો નહી. તેથી માત્ર માર્ગદર્શનાર્થે સૂચવું છું કે, કોઈ પણ ચિત્ર અહીં તો જ દેખાશે જો તે "કોમન્સ" પર હશે. તો, પ્રથમ કોમન્સ પર એ ચિત્ર હોય તો શોધો અથવા ત્યાં અપલોડ કરો (આપ વિકિના સભ્યનામથી જ ત્યાં પણ લોગઈન થઈ શકો છો.) અને પછી ત્યાંથી તે ચિત્રનું મથાળું માત્ર અહીં લખશો એટલે આપોઆપ અહીં ચિત્ર દેખાશે. વિકિ પર સંપાદન વિષયક કોઈપણ માર્ગદર્શન માટે નિસંકોચ પ્રબંધકો કે અન્ય જાણકાર સભ્યશ્રીઓના ચર્ચાને પાને લખી શકો છો. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૩૯, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
આ અગે મને થોડી જાણ છે પણ હુ જે લોગો ઉમેરવા માગતો હતો તે એલ. ડી. કોલેજના અગ્રેજી લેખમા હાજર છે. મારે એ જ લોગો આપણા ગુજરાતી લેખમા ઉમેરવો છે. --Sam.ldite (talk) ૧૩:૧૧, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

શીખ લેખમાં ચિત્રો[ફેરફાર કરો]

સમકિતભાઈ, ઉપર અશોકભાઈએ જણાવ્યું છે તેમ, અહિં કોઈપણ ચિત્ર ફક્ત ત્યારે જ દેખાશે જ્યારે તે વિકિમિડીયા કોમન્સમાં હાજર હોય. અંગ્રેજી વિકિપીડિયાના લેખમાં ચિત્ર દેખાય એનો અર્થ એ નથી કે તે ચિત્ર કોમન્સમાં છે. ઘણા ચિત્રો એવા છે જે ફક્ત અંગ્રેજી વિકિપીડિયામાં હોય. મેં આ લેખમાંના ત્રણ ચિત્રો કોમન્સમાં ચડાવતા હવે તે અહિં જોઈ શકાય છે. અન્ય ચિત્રો મૂળ અંગ્રેજી લેખમાં પણ હવે દેખાતા નથી, શક્ય છે કે તે ચિત્રોના પ્રકાશનાધિકાર બાબતે સ્પષ્ટતા ન હોવાથી તેને અંગ્રેજી વિકિપીડિયા પરથી દૂર કર્યા હોય અને કાળક્રમે લેખમાંથી પણ દૂર કર્યા હોય. મેં એક ચિત્ર ચિત્ર:Pd image of Saragarhi Tablet.jpg માટે ચકાસી જોયું તો માલુમ પડ્યું કે એ ચિત્ર ફક્ત ભારતમાં પ્રકાશનાધિકારથી મુક્ત છે, પણ ભારત બહાર પણ તે પ્રકાશનાધિકારના દાયરામાં નથી આવતું એ બાબતની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી અને એ કારણે કોમન્સમાં તે ચડાવી શકાય નહી, અને કેમકે તે કોમન્સમાં નહિ લઈ જઈ શકાય, આપણે અહિં પણ તે દેખાશે નહિ. માટે, શ્રેષ્ઠ માર્ગ એ છે કે આપણૅ પણ આપણા ગુજરાતી લેખમાંથી એ અને એવા અન્ય ચિત્રો દૂર કરી, તેને મળતા આવતા ચિત્રો જો જરૂર પડે તો ઉમેરવા. આ વિષે કોઈ પણ માર્ગદર્શનની જરૂર હોય તો મારા ચર્ચાના પાના પર મારો સંપર્ક કરવામાં સંકોચ અનુભવશો નહિ.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૪૦, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

ધવલભાઈ, માહિતી આપવા માટે આપનો ખૂબ ધન્યવાદ. આપ એ જે ચિત્ર : Pd image of Saragarhi Tablet.jpg ની વાત કરી એ જે રીતે અંગ્રજી વિકિપીડિયા પર છે તે રીતે સીધું આપણા ગુજરાતી વિકિપીડિયા પર ચઢાવી શકાય નહિ? - સમકિત (ચર્ચા/યોગદાન) ૦૯:૩૮, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
આભાર ધવલભાઈ. સમકિતભાઈ, અંગ્રેજી વિકિ પર તથા કૉમન્સ પર ચિત્રોના પ્રકાશનાધિકાર ચકાસવા માટે પુરતા અને તાલિમબદ્ધ પ્રબંધકો છે. અન્ય ભાષાના ઘણા વિકિપ્રકલ્પો માટે માત્ર "કૉમન્સ" જ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ ચઢાવવાનું શ્રેષ્ઠ સ્થળ મનાયું છે. આ વ્યવસ્થા પ્રકાશનાધિકારની વાજબી ચકાસણી અર્થે કરાયેલી છે. આપને અહીં અન્ય લેખોમાં પણ આ પ્રકારની ડેડલિંક્સ મળે ત્યારે જરૂર જાણ કરતા રહેશો, શક્ય બને તેટલાં કૉમન્સ પર લઈ જવા અને અન્યથા તેને હટાવવા આપણે પ્રયાસ કરીશું જ. આપના અમુલ્ય યોગદાન બદલ આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૪૯, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
અશોકભાઈ, આપનો પણ ખૂબ ધન્યવાદ. આપે જણાવેલી ચીજોનું ચોક્કસ ધ્યાન રાખીશ. - સમકિત (ચર્ચા/યોગદાન) ૧૮:૧૨, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
અશોકભાઈ, મૃત કડીઓને દૂર કરવા બદલ આપનો ઘણો ઘણો આભાર. સમકિતભાઈ, આપે કહ્યું તેમ અંગ્રેજી વિકિ પર છે તેમ અમુક ચિત્રો આપણે અહિં ચડાવી શકીએ, પરંતુ તે ચિત્રોની આવશ્યકતા, તેની સાથે સંકળાયેલા સંભવત: પેચિદા પ્રશ્નો અને કોમન્સ પર તેને ચડાવવા શક્ય ન હોવા પાછળના કારણો, આ બધી જ વસ્તુઓને મુલવીને જ તેમ શક્ય બને. આ ચિત્ર બાબતે મને લાગતું નથી કે તેની લેખમાં આવશ્યકતા છે, અર્થાત્ એ ચિત્ર જો લેખમાં નહિ હોય તો તેથી લેખમાં પિરસેલી માહિતીને કોઈ અન્યાય થવાની શક્યતા નથી. તો પછી તે ચિત્રને અહિં લાવવાની કોઈ જરૂર મને લાગતી નથી. અશોકભાઈ, આપ પણ તે ચિત્રને જોઈને જણાવી શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૧૮, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
સહમત ધવલભાઈ, એ ચિત્રને કારણે લેખમાં કશી ઊણપ રહે તેવું નથી. અને ચિત્રનો પ્રકાશનાધિકાર પણ સ્પષ્ટ થતો નથી. તેથી હાલ આપણે તેને અવગણીએ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૦૩, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
સહમત. - સમકિત (ચર્ચા/યોગદાન) ૦૧:૦૨, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
આભાર સમકિતભાઈ, તમે બતાવી છે એવી ખેલદિલી બહુ ઓછા લોકો શરૂઆતમાં બતાવતા હોય છે. આ એક ખરા વિકિપીડિયનની નિશાની છે.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૫૨, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
ધવલભાઈ, આપે જે સરળ અને સાચી વાત બતાવી એ તો મારે સ્વીકાવી જ રહી. આપ અને અશોકભાઈ ગુજરાતી વિકિપીડિયા માટે ખૂબ સરસ કામ કરી રહ્યા છો. તેમા તમને સહયોગ તો મારે આપવો જ રહ્યો. - સમકિત (ચર્ચા/યોગદાન) ૧૭:૧૩, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

નૂતન વર્ષાભિનંદન[ફેરફાર કરો]

હર્ષભાઈ આપને પણ નૂતનવર્ષની અનેક શુભેચ્છાઓ, આપણે બધા સાથે મળીને ચોક્કસ ગુજરાતી વિકિપીડિયાને નવા શિખરો પર લઇ જઈશું.-- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૨:૩૦, ૧૫ નવેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

સ્વાગત[ફેરફાર કરો]

વિકિપીડિયા:વિકિપરિયોજના અમદાવાદ ના સંચાલક તરીકે આપનું સ્વાગત કરું છુ અને પરિયોજનાના પેજ પર યોગ્ય લાગે તે રીતે માહિતી ઉમેરવા વિનંતિ. આભાર..-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૭:૩૩, ૨૨ નવેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

વિકિપરિયોજના અમદાવાદમાં ચર્ચા[ફેરફાર કરો]

આભાર સમકિતભાઈ, મારું ધ્યાન આ ચર્ચા તરફ દોરવા બદલ! મેં મારો મત ત્યાં જણાવી દીધો છે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૧, ૨૯ નવેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

આપનો મત જણાવવા ખૂબ અભાર. સમકિત (ચર્ચા/યોગદાન) ૧૭:૧૩, ૨૯ નવેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

આપના માટે પ્રત્યુત્તર[ફેરફાર કરો]

હેલો, Sam.ldite. તમારા માટે Dsvyasનાં ચર્ચાનાં પાને નવો સંદેશો છે.
તમે ગમેત્યારે આ સુચના દૂર કરી શકો છો  તેને માટે ઢાંચો {{Talkback}} અહિંથી હટાવી દો.

આયાતકાર માટે મતદાન[ફેરફાર કરો]

ભાઈ શ્રી સમકિત આપના નામાંકન વિશે જાણ્યું મતદાન શરૂ થાય એટલે મારા ચર્ચાનાં પાનાં પર કે અહીં જાણ કરશો. આભાર.--Vyom25 (talk) ૧૦:૪૨, ૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

Vyom25જી આપના મતદાનમાં રસ માટે આભાર. મતદાન અહીં શરૂ થઇ ગયું છે. ધન્યવાદ. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૩:૩૧, ૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
જરૂર...--Vyom25 (talk) ૧૯:૦૬, ૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

બાર્નસ્ટાર[ફેરફાર કરો]

The Recent Changes Barnstar
તાજા ફેરફારો પર નજર રાખવા, જરૂરી કાર્યવાહી કરવા બદલ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૦૧, ૧૨ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
બાર્નસ્ટાર આપવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ, અશોકભાઈ..-- સમકિત (ચર્ચા/યોગદાન) ૨૨:૦૬, ૧૨ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
ખરેખર બાર્નસ્ટારના હકદાર છો.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૯:૫૯, ૧૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

નવું ગેજેટ[ફેરફાર કરો]

importScript('સભ્ય:Harsh4101991/popups final.js'); -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૯:૫૯, ૧૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

સરસ ગેજેટ છે, વિકિપીડિયા પર વપરાશકર્તા અનુભવને બહેતર બનાવે છે.-- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૦:૧૩, ૧૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

Late night editing[ફેરફાર કરો]

Good to see you on the same path.I am not alone- enough for motivation --- Dhaval (ચર્ચા/યોગદાન) ૨:૪૪, ૧૮ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

આયાતકાર[ફેરફાર કરો]

સમકિતભાઈ, અભિનંદન! આપના આયાતકાર નામાંકનને સબળ પ્રતિસાદ મળ્યો અને પરિણામે આપને આજથી આયાતકાર તરિકેના હક્કો મળી ગયા છે. ચકાસી જોશો. ગુજરાતી વિકિપીડિયાને આપની વધુને વધુ સેવાઓનો લાભ મળતો રહે એ આશા.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૦૧, ૧૯ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

ધન્યવાદ, ધવલભાઈ.-- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૦:૦૨, ૧૯ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
શ્રી.સમકિતભાઈ, અભિનંદન. આપની ઉત્તમ સેવાનો લાભ ગુજ.વિકિપીડિયાને મળતો રહે તેવી અભ્યર્થના. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૩૧, ૧૯ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]
ખૂબ ખૂબ આભાર અશોકભાઈ. ચોક્કસ હું અહીં બને તેટલું વધું યોગદાન આપવાનો પ્રયત્ન કરીશ.-- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૯:૫૫, ૧૯ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

અમદાવાદની ગુફા[ફેરફાર કરો]

અમદાવાદની ગુફા તૈયાર છે . સુધારા સૂચવશો . --Nizil Shah (talk) ૦૬:૫૭, ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)[ઉત્તર]

ખૂબ સુંદર કાર્ય નિઝીલભાઈ.આપ અમદાવાદ પરિયોજનામાં આપનું આવું સુંદર કાર્ય ચાલુ રાખો તે જ અભ્યર્થના.--૧૨:૪૬, ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)

ભાંગફોડ અથવા Vandalism[ફેરફાર કરો]

સમકિત, ભાંગફોડના કિસ્સામાં આપણે ભાંગફોડિયા તત્ત્વોના ચર્ચાનાં પાનાં પર ચેતવણીનો સંદેશ મૂકીએ છીએ તેનો ઢાંચો ક્યો છે?--Vyom25 (talk) ૨૦:૦૯, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

વ્યોમભાઈ, મને ખ્યાલ છે ત્યા સુધી આપણી વિકિમાં એ ઢાંચો અસ્તિત્વમાં નથી. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૨૦:૫૩, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
સમકિતભાઈની વાત સાચી છે, આપને એવા કોઈ ઢાંચાનો ઉપયોગ કરતા નથી. આપણે ભાંગફોડ પ્રત્યે ખૂબ જ અસહિષ્ણુ છીએ, અને મોટાભાગના સિરિયસ ભાંગફોડીયાઓને આપણે તરત જ પ્રતિબંધિત કરી દઈએ છીએ. જ્યારે કોઈ રચનાત્મક યોગદાન કરતી વખતે મમત્વને કારણે ભાંગફોડ કરે ત્યારે તેમને સવિસ્તાર સંદેશો લખીને ચેતવણી આપતા હોઈએ છીએ. (સમકિતભાઈ, તમારા ચર્ચાનાં પાના પર વિના નિમંત્રણે ડોકિયું કરીને મારી ટાપશી પૂરાવવા બદલ માફ કરજો.)--ધવલચર્ચા/યોગદાન ૨૧:૨૩, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
ધવલભાઈ બસ આવી રીતે ચર્ચામાં આપનો અમુલ્ય મંતવ્ય આપતા રહો, હવે અહીં આટલો બધા સમય પસાર કરતા હોઈએ, ત્યારે સાથી-સદસ્યો જોડે વાત કરવા તત્પર જ હોઉં છું.-- સમકિત (ચર્ચા/યોગદાન) ૨૨:૪૬, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
સરદાર પટેલના લેખ પર એક ip દ્વારા બે વખત ભાંગફોડ કરવામાં આવી છે. તેના પર જરા પગલાં લેશો. મારા ખ્યાલથી સ્રોત પર કોઈ ઢાંચો છે. બહુ યાદ નથી.--Vyom25 (talk) ૧૬:૨૪, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
હા, એ વસ્તુ મેં નોંધેલી, પર તે પછી તે એડ્રેસ પરથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો હવે કઈ કરવામાં આવે તો ચોક્કસ તેને બ્લોક કરવા માટે પ્રબંધકશ્રીને વાત કરવી પડશે. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૮:૨૫, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
જી હા સમકિતભાઈ, તમે સારું ધ્યાન રાખ્યું છે. જો એ લેખમાં ફરી એ IP address કે તેને ભળતા એડ્રેસ પરથી કોઈ ભાંગફોડ જોવા મળે તો જણાવશો. ઘણી વખત લોકો અજ્ઞાનતામાં આવા પગલા લેતા હોય છે, મેં ઘણી વખત લોકોને લેખોમાં ગાળો લખી જતા જોયા છે, પરંતુ તે તેમની બાલિશ હરકત હોય છે. આવા લોકો એક વખત અનાયાસે અહિં આવી ચડે અને તેમને શું કરવું તેનું ભાન ના હોય એટલે પોતાની મતિ મૂજબ ફક્ત ગાળો જ લખી જાણે. એ બધા ઉપર પ્રતિબંધ મુકવાનો કે તેમને કોઈ સંદેશો લખવાનો પણ અર્થ નથી, કેમકે તે કદી અહિં પાછા આવતા નથી. પાછા આવનારા અને વખતોવખત એક સરખી ભાંગફોડ કરનારાને આપણે (તે સમજે તેવી) યોગ્ય ભાષામાં સંદેશો લખીએ તો તેનો કોઈ અર્થ સરે.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૦૧, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]
બિલકુલ સાચું ફરમાવ્યું, ધવલભાઈ. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૯:૫૧, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

ભદ્ર કિલ્લો : અનુવાદ મદદ[ફેરફાર કરો]

અંગ્રેજી વિકિપીડિયા પર ભદ્રના કિલ્લા અંગે નો લેખ મેં Bhadra Fort તૈયાર કર્યો છે પણ અત્યારે સમયના અભાવે તેનો અનુવાદ કરી શક્યો નથી, આપ અમદાવાદ પરિયોજના ના સભ્ય છો આથી આપની મદદ માંગું છું . આપ અન્યને પણ મદદ માટે કહી શકો. આગોતરા આભાર. બીઆરટીએસ નો લેખ અપડેટ કરવા બદલ આભાર પણ .--Nizil Shah (talk) ૦૦:૫૯, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

ચોક્કસ, નિઝીલભાઈ. ટૂંક સમયમાં એની પર કામ ચાલુ કરીશ.-- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૪:૪૭, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

Infobox Indian jurisdiction[ફેરફાર કરો]

બૉટ દ્વારા (કે અન્ય રીતે) મુકાતા Infobox Indian jurisdiction સાથે ઢાંચો coord|display (ઉદા:{{coord|display=title| 22.30731 | 73.181098}}) પણ મુકાય છે. જે અક્ષાંસ-રેખાંશને બેવડાવે છે એ કારણે ઇન્ફોબોક્ષમાં એરર મેસેજ (રેડ) દેખાય છે. કૃપયા એ પ્રોગ્રામ સુધારવા પ્રયાસ કરો. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૪૫, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

આ લેખમાં મિક્સિકોનો દેશનો લેખ બનાવ્યા છતાં તેનો ધ્વજ દેખાતો નથી. જોઇ જશો.--sushant (talk) ૧૧:૫૬, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)[ઉત્તર]

Translation request[ફેરફાર કરો]

Please, could you translate this into Gujarati?

Welcome to the Ido Wikipedia. Ido was first known as reformed Esperanto and was created in 1907 after seven years of deliberation by a committee of professors and linguists. You may notice that Ido looks somewhat like Esperanto, but with a number of differences including a complete lack of diacritical marks, the use of the letter 'q', along with many of the words themselves. If you are studying Ido and want to write for our Wikipedia, feel free! There are people here to correct your Ido should you make a mistake. Just use the ઢાંચો:Revizo tag whenever you think your article could use some grammatical revision. The main site for the Ido language is located here, Ido publications are located here, and the English Wikipedia article on Ido is located here. A complete list of sites in Ido on the internet is located here. Lastly, the main reasons for choosing Ido over the more well-known Esperanto are summed up in this article.

If you want to get any article translated into Spanish, Catalan, Asturian, Portuguese, Mirandese or Ido, please ask me to do it.

Thanks for your help. --Chabi1 (talk) ૧૭:૦૭, ૨૮ માર્ચ ૨૦૧૩ (IST)[ઉત્તર]

Hi Sam, I've found two transcriptions for the English family name "Conley" (Wiktionary: IPA und Audio): કૉન્લી and કોનલી. Are both correct or which one would you prefer? Cheers --Кашко (talk) ૦૫:૩૪, ૧૦ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]

Hey Kawko, i think correct gujarati transcription of conley should be કૉન્લી. Regards -- સમકિત (ચર્ચા/યોગદાન) ૦૭:૩૭, ૧૦ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]
Perfect, thank you so much. --Кашко (talk) ૦૯:૩૮, ૧૦ એપ્રિલ ૨૦૧૩ (IST)[ઉત્તર]

થેંક્સ સમકિત હું country data ના ઢાંચા ઈમ્પોર્ટ કરવા તમને અથવા હર્ષભાઈને હેરાન કરવાનો જ હતો ત્યાં સામેથી જ તમે કામ કરી દીધું. આભાર. Best of Luck તમને ફાઈનલ એક્ષ્ઝામ માટે. (ફાઈનલ સેમ. જ હશે જો મારી ભૂલ ન હોય તો!!!) ;)--Vyom25 (talk) ૦૦:૦૬, ૬ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

તમારુ હંમેશ સ્વાગત છે. હજુ તો ત્રીજા વર્ષમાં છુ, આપની શુભેચ્છા માટે આભાર :-) -- સમકિત (ચર્ચા/યોગદાન) ૦૧:૦૫, ૬ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

ઢાંચો:ઉક્તિ[ફેરફાર કરો]

ભાઈ સમકિત સમય મળે ત્યારે ઢાંચો:ઉક્તિ જોઈ જવા વિનંતી. ભદ્રનો કિલ્લો લેખ પર તે કામ કરતો નથી. મારી ટાઈપિંગમાં ભૂલ છે કે બીજું કાંઈ જરા ચકાસી લેશો.--Vyom25 (talk) ૧૬:૪૦, ૮ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

 કામ થઈ ગયું-- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૮:૧૨, ૮ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]
સરસ...--Vyom25 (talk) ૧૮:૧૪, ૮ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

બોટની મદદ[ફેરફાર કરો]

સમકિત, ઢાંચો:આવર્ત કોષ્ટકને શ્રેણી:રાસાયણિક તત્વો એ શ્રેણીનાં તમામ પાનાં પર નીચેના ભાગે મૂકવો છે તો શું તે બોટની મદદથી મૂકી શકાય. ઉતાવળ નથી સમય ત્યારે જણાવશો.--Vyom25 (talk) ૧૯:૨૩, ૧૩ મે ૨૦૧૩ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨ has been listed at વિકિપીડિયા:દૂર કરવા વિનંતી so that the community can discuss whether it should be kept or not. We would appreciate it if you could go to voice your opinion about this at its entry.

If you created this image, please note that the fact that it has been proposed for deletion does not necessarily mean that we do not value your kind contribution. It simply means that one person believes that there is some specific problem with it, such as a copyright issue. If the file is up for deletion because it has been superseded by a superior derivative of your work, consider the notion that although the file may be deleted, your hard work (which we all greatly appreciate) lives on in the new file.
In all cases, please do not take the deletion request personally. It is never intended as such. Thank you!

યોગેશ કવીશ્વર (talk) ૦૯:૫૫, ૨ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

ધન્યવાદ (બાર્નસ્ટાર માટે)[ફેરફાર કરો]

"વિનોદી પ્રબંધક" !!! અર્થાત મને તો હસી કાઢવામાં જ ભલાઈ છે ! :-) ખરી વાત એ છે કે, આપ સમા સૌ મિત્રો મળ્યા છે (અહીં ’સૌ’માં સૌએ પોતાનું નામ વાંચવું, અન્યથા યાદી બનાવીશું તો બહુ લાંબી થશે !) એથી તો હું સદા આનંદમાં રહી શકું છું. ઉપકાર આપ મિત્રોનો છે.
'A smile is a language everybody understands. It costs nothing but creates much. It happens fast but its memory may last forever. Keep smiling.' આભાર--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૩૦, ૫ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

એટલે તમારી વાત હસતા હસતા માની લેવાની. ખરેખર આપની હ્યુમર દાદ માંગે એવી છે.બિનહાનિકારક છતાં અસરકારક. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૨૧:૩૯, ૫ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]
સમકિતભાઇ, અશોકભાઇ, મારા તરફથી પણ ધન્યવાદ. બાર્નસ્ટાર અને પ્રોત્સાહન આપવા માટે. ભવિષ્યમાં પણ આપનો સહકાર મળતો જ રહેશે એમ માનીને મં તો હવે અહીં જ ધામા નાખી દીધા છે !!--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૨:૧૫, ૫ જૂન ૨૦૧૩ (IST)[ઉત્તર]

Converting units with Module:Convert[ફેરફાર કરો]

In February, you asked for assistance porting Template:Convert to here (see en:Template talk:Convert/Archive March 2013).

The module that I have been developing is now fully working and you may want to try it because it has a couple of advantages over the templates. First, only a very small number of pages are required to maintain the module, rather than hundreds of template pages (or thousands of them, if covering all units). Second, the module can readily be adapted so that all text displayed by the template is in Gujarati, and all text used in the convert wikitext can also be in Gujarati if wanted.

The module is in use at the Bengali wiki, and you can see some results of the translations at bn:User:Johnuniq/Translation.

I have put some information at User talk:Johnuniq#Convert module. Johnuniq (talk) ૧૫:૫૨, ૨૭ ઓગસ્ટ ૨૦૧૩ (IST)[ઉત્તર]

ગોષ્ઠિ[ફેરફાર કરો]

મા. Sam.ldite,
આ સમાચાર વાંચવા આપને વિનંતિ કરું છું અને તેમાં ભાગ લેવાનો આગ્રહ પણ. આપના જેવા સક્રિય યોગદાન કરતા સભ્યો પણ એ ચર્ચામાં જોડાશે તો આનંદ થશે. ચર્ચા આ રવિવારે (૭ ડીસેમ્બરે) સ્કાયપ (skype) પર યોજાશે.
આભાર.
--એ. આર. ભટ્ટ (talk) ૧૮:૦૫, ૧ ડિસેમ્બર ૨૦૧૪ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી ઢાંચો:વ્યક્તિગત માહિતી ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૬:૪૩, ૪ ડિસેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી બોલિવુડ ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૨૯, ૭ ડિસેમ્બર ૨૦૧૯ (IST)[ઉત્તર]

દૂર કરવા વિનંતી ઢાંચો:સામગ્રી કોષ્ટક ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૪૩, ૨૪ જુલાઇ ૨૦૨૦ (IST)[ઉત્તર]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૮, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.