સભ્યની ચર્ચા:Naziairfansheikh
સ્વાગત!
[ફેરફાર કરો]પ્રિય Naziairfansheikh, શુભ રાત્રી, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!
- જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
- વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
- સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
- લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
- આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
- ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
- નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
- ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
- આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
- અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
- જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.
-- Aniket (ચર્ચા) ૨૧:૧૬, ૨૭ માર્ચ ૨૦૨૨ (IST)
લેખ સંપાદન
[ફેરફાર કરો]નમસ્તે ! આપશ્રી વિકિપીડિયા પર નવા લેખ સંપાદન કરી રહ્યા છો એ બદલ આભાર. આપ દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલા લેખો સંદર્ભે આપનું ધ્યાન દોરતા આપને જણાવવા ઈચ્છીશ કે આપના લેખોમાં સંદર્ભોનો અભાવ હોય છે, જે વિકિપીડિયાની પાયાની શરત છે. આ ઉપરાંત આપના મોટાભાગના લેખોમાં www.healthfitnesstipss.comને બાહ્ય કડી તરીકે ઉપયોગમાં લીધેલ છે. પરંતુ આ વેબસાઈટ પર લેખ સંબધી સીધી કોઈ માહિતી જોવા મળતી નથી. આ એક પ્રકારે અંગત વેબસાઈટની વિકિપીડિયા લેખો પર બાહ્ય કડી મૂકી અંગત પ્રચારના કાર્ય જેવું છે. આશા રાખું કે આપ આ સંદર્ભે જરૂરી ચોખવટ રજૂ કરશો.
@Dsvyas, @Aniket અને @KartikMistry આ નવા આગતુંક સભ્યના સંપાદનો પ્રત્યે આપનું ધ્યાન દોરું છું. સ્નેહરશ્મિ (ચર્ચા) ૧૯:૩૬, ૩૦ જાન્યુઆરી ૨૦૨૩ (IST)
- @સ્નેહરશ્મિ ધ્યાન રાખવા અને મારું ધ્યાન દોરવા બદલ આભાર. મેં બે-એક લેખો જે તદ્દન અર્થહિન હતા તેને દૂર કર્યા છે અને વધુ એક લેખને દૂર કરવા માટે પણ અંકિત કર્યો છે જે ફક્ત બ્લૉગના આધાર પર કોઈ ઠોસ સંદર્ભો વગર લખવામાં આવ્યો છે. વળી વિષય પણ વિવાદાસ્પદ છે. જો આ સભ્ય ત્રણ દિવસમાં કોઈ સંતોષજનક ઉત્તર નહીં આપે તો તે લેખ પણ દૂર કરવામાં આવશે. બાકીના બધા જ લેખો સંભવતઃ મશિન ભાષાંતરનો ઉપયોગ કરી ને બનાવવામાં આવ્યા છે એટલે એ લેખોમાં પણ ધરખમ સુધારા કરવાની આવશ્યકતા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૫૪, ૩૦ જાન્યુઆરી ૨૦૨૩ (IST)
ઇસ્લામ અને વિજ્ઞાન
[ફેરફાર કરો]ભાઈ શ્રી/બહેન શ્રી, આપે બનાવેલો ઉપરોક્ત લેખ વિશ્વાસનિયતાની કસોટી પર ખરો ઉતરે એવો નથી કેમકે તમે તેમાં ફક્ત કોઈક બ્લૉગ જેવી વેબસાઇટનો સંદર્ભ જ ટાંક્યો છે જે અહિં માન્ય નથી માટે તેને દૂર કરવા માટે અંકિત કર્યો છે. આ લેખ અહિંથી દૂર કેમ ન કરવો જોઈએ તે વિષે તમારે યોગ્ય કારણો તેનાં ચર્ચાનાં પાને આપવા પડશે. જો ત્રણ દિવસમાં કોઈ સંતોષકારક જવાબ નહીં મળે તો લેખ દૂર કરવામાં આવશે. ધવલચર્ચા/યોગદાન ૧૯:૫૮, ૩૦ જાન્યુઆરી ૨૦૨૩ (IST)
ચેતવણી: અંગત પ્રચાર, જાહેરાત
[ફેરફાર કરો]ભાઈ શ્રી/બહેન શ્રી, આપ સતત કોઈ એક ચોક્કસ વેબસાઇટની કડીઓ આડેધડ લેખોમાં ઉમેરી રહ્યા છો કે પછી ફક્ત એ કડી ઉમેરવા ખાતર થઈ ને જ તદ્દન નિરર્થક અને માહિતીહિન લેખો બનાવી રહ્યા છો. આ પ્રકારના કામને અહિં ભાંગફોડિયા પ્રવૃત્તિમાં ખપાવવામાં આવે છે. આ સાથે તમને ચેતવણી આપવામાં આવે છે કે જો હવે તમે એક પણ આવો નિરર્થક નવો લેખ બનાવ્યો કે પેલી વેબસાઇટની કડી ક્યાંય ઉમેરી તો આપની પર અહિં પ્રતિબંધ મૂકવામાં આવશે. ધવલચર્ચા/યોગદાન ૦૫:૩૬, ૫ ફેબ્રુઆરી ૨૦૨૩ (IST)
- @Dsvyas, ઉત્પાત હજુ ચાલુ જ છે. પ્રતિબંધ મૂકવા વિનંતી છે! -- કાર્તિક ચર્ચા ૨૦:૧૬, ૬ ફેબ્રુઆરી ૨૦૨૩ (IST)
- કામ થઈ ગયું
- ધવલચર્ચા/યોગદાન ૨૧:૨૩, ૬ ફેબ્રુઆરી ૨૦૨૩ (IST)
પ્રતિબંધ
[ફેરફાર કરો]તમને ઉપરના સંદેશામાં ચેતવણી આપવા છતાં તમે આજે ફરી પાછી એ જ વેબસાઇટની કડી જબરજસ્તીથી અન્ય એક પૃષ્ઠમાં ઘુસાડી જેના પરિણામે હવે તમારા અહિં યોગદાન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમારે પોતાના પક્ષે કાંઈ કહેવું હોય તો હજુ આ ચર્ચાનું પાનું તમારા માટે ખુલ્લું છે. ધવલચર્ચા/યોગદાન ૨૧:૨૫, ૬ ફેબ્રુઆરી ૨૦૨૩ (IST)