સભ્ય:Gazal world/ગ્રીક તત્વચિંતન

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રફાયેલનું ચિત્ર ધ સ્કૂલ ઑફ ઍથેન્સ (૧૫૦૯-૧૫૧૧), જેમાં પ્રાચિન ગ્રીક સ્થાપત્યકલાથી પ્રભાવિત આદર્શ વાતાવરણમાં પ્રખ્યાત ગ્રીક તત્વચિંતકો ર્દષ્ટિમાન છે

સમગ્ર ગ્રીક તત્વચિંતનને તેના વિકાસને અનુલક્ષીને ચાર તબક્કાઓમાં વહેંચવામાં આવ્યું છે:[૧]

  • સોક્રેટીસ પહેલાનું ચિંતન
  • સોક્રેટીસના સમયનું ચિંતન
  • પ્લેટો અને એરિસ્ટોટલનું ચિંતન
  • એરિસ્ટોટલ પછીનું ચિંતન

સોક્રેટીસ પહેલાનું ચિંતન[ફેરફાર કરો]

સોક્રેટીસ પૂર્વેના પ્રાચીન ગ્રીક તત્વચિંતકોના વિચારો તથા સોક્રેટીસના પોતાના વિચારો પ્લેટો, એરિસ્ટોટલ, થિઓફ્રેસ્ટસ, હિપ્પોલિટસ, સેક્સ્ટસ, એમ્પિરિક્સ વગેરેની રજૂઆતોને આધારે સમજી શકાય છે, કારણ કે આ તત્વચિંતકોએ જ એમનાં વાક્યખંડો, સૂત્રો, પંક્તિઓ કે ટૂંકા ફકરાઓને પોતાની કૃતિઓમાં નોંધ્યા છે.[૨]


ઈ.સ. પૂ. છઠ્ઠી સદીથી આરંભીને લગભગ અઢીસો વર્ષના ગાળામાં થયેલા ચિંતનનો આ વિભાગમાં સમાવેશ થાય છે. સોક્રેટીસ પહેલાંના આ ચિંતકોએ મુખ્યત્વે પ્રાકૃતિક પ્રક્રિયાઓની સાથે સંકળાયેલી સૃષ્ટિમીમાંસાની સમસ્યાઓ ઉકેલવાના પ્રયાસો કર્યા હતા. આ ગાળાના કેટલાક તત્વચિંતકોની વિચારણામાં નીતિમીમાંસા, ધર્મમીમાંસા, ઈશ્વરમીમાંસા અને જ્ઞાનમીમાંસાના તત્વો પણ જોવા મળે છે, પણ તેમનો મુખ્ય રસ સૃષ્ટિમીમાંસાનો હતો.[૧]

માયલિશિયન સંપ્રદાય[ફેરફાર કરો]

ઈ. પૂ. પાંચમા સૈકામાં પ્રથમ ગ્રીક તત્ત્વચિંતક થેલ્સ અથવા થેલીઝે (લગભગ ઈ. પૂ. ૬૨૪ - ૫૫૦) યુરોપીય તત્ત્વચિંતનના ઈતિહાસમાં, "આ જગતનું મૂળભૂત તત્ત્વ શું છે" એવો મહત્વનો પ્રશ્ન કર્યો હતો. થેલીઝના મત પ્રમાણે જગતનું આવું મૂળભૂત તત્ત્વ પાણી છે. થેલીઝના શિષ્ય એનેક્સીમેન્ડરે (ઈ. પૂ. ૬૧ - ૫૪૭) આ જગતનું મૂળભૂત તત્ત્વ અપરિમિત કે અસીમિત એવું નિત્ય અસર્જિત, અવિનાશી અને લક્ષણરહિત ભૌતિક તત્ત્વ છે એવું દર્શાવ્યું. વધુમાં એમને કહ્યું કે આ તત્ત્વ અનાદિ અને અનંત છે; તેમાંથી બધું ફલિત થાય છે. માછલી જેવા દરિયાઈ પ્રાણીમાંથી મનુષ્યની ઉત્ક્રાંતિ થઈ હશે એવી ધારણા પણ એમને રજૂ કરી હતી. ત્યારબાદ એનેક્સીમેનેસ (ઈ. પૂ. ૫૮૮ - ૫૨૮) નામના તત્ત્વચિંતકે દર્શાવ્યું કે, સૃષ્ટિનું અંતિમ તત્ત્વ અપરિમિત અને ગતિશીલ વાયુતત્ત્વ છે અને જગતની તમામ વસ્તુઓ એમાંથી નિષ્પન્ન થાય છે.[૨]

પાયથેગોરિયન સંપ્રદાય[ફેરફાર કરો]

પાયથાગોરસના મત પ્રમાણે જગતનું મૂળભૂત તત્ત્વ કે અંતિમ તત્ત્વ સંખ્યા (number) છે. એના કારણો આપતા એમણે કહ્યુ કે, વસ્તુઓમાં જુદા જુદા ગુણો હોય છે પણ એ સર્વવ્યાપક નથી હોતા. કેટલાક પાંદડા લીલાં છે પણ બધી વસ્તુઓ લીલી હોતી નથી. કેટલીક વસ્તુઓ સ્વાદમાં ખારી છે તો વળી કેટલીક કડવી છે; પરંતુ વસ્તુઓમાં એક ગુણ એવો છે કે જે સર્વવ્યાપક છે અને એ ગુણ 'સંખ્યા' છે. બધી વસ્તુઓ ગણી શકાય છે. રંગ કે સ્વાદ વગરની કોઈ સૃષ્ટિ કલ્પી શકાય છે પણ સંખ્યા વગરની કોઈ સૃષ્ટિ કલ્પી શકાય નહિ. તમામ સંખ્યા એકમમાંથી ઉદભવે છે તેમજ તમામ સંખ્યાને એકી સંખ્યા અને બેકી સંખ્યામાં વિભાજિત કરી શકાય છે. એકી સંખ્યા સીમિત અને બેકી સંખ્યા અસીમિત છે કારણ કે એકી સંખ્યાનું દ્રિભાજન થઈ શકતું નથી પણ બેકી સંખ્યાનું દ્રિભાજન થઈ શકે છે. પાયથાગોરિયન ચિંતકોએ આ વિશ્વ સીમિત અને અસીમિત, એકી સંખ્યા અને બેકી સંખ્યા, એક અને અનેક, સ્થિતિ અને ગતિ, સીધું અને વાંકું વગેરે દ્રિપદી વિરોધોનું બનેલું છે એવું દર્શાવ્યું.[૨]

હેરક્લાયટસ[ફેરફાર કરો]

એલિયાટિક સંપ્રદાય[ફેરફાર કરો]

પરમાણુવાદીઓ[ફેરફાર કરો]

સોફિસ્ટો[ફેરફાર કરો]

ઈ. પૂ. પાંચમી સદીમાં યુવાનો પાસેથી ફી લઈને શિક્ષણ આપનારા કેટલાક ગ્રીક ચિંતકોને સોફિસ્ટો તરીકે ઓળખવામાં આવતા હતા. આ ચિંતકોએ પ્રકૃતિવિષયક ચિંતનને સ્થાને મનુષ્યકેન્દ્રી ચિંતનને મહત્ત્વ આપ્યું હતું. જોકે તેમણે જ્ઞાન અને નૈતિકતાને વ્યક્તિસાપેક્ષ અને વ્યક્તિનિષ્ઠ ગણ્યાં હતાં. આમ, સાપેક્ષવાદી અને સ્વનિષ્ઠતાવાદી અભિગમ અપનાવનાર સોફિસ્ટોએ સંશયવાદી અને અજ્ઞેયવાદી અભિગમ પણ અપનાવ્યો હતો. દા.ત. "મનુષ્ય સર્વ વસ્તુઓનો માપદંડ છે" - આ ઉક્તિ માટે વિખ્યાત થયેલા સોફિસ્ટ-ચિંતક પ્રોટેગોરાસ (ઈ. પૂ. ૪૮૦-૪૧૦) પ્રમાણે વ્યક્તિને જે સાચું જણાય તે તેને માટે સાચું છે. અન્ય સોફિસ્ટ-ચિંતક ગૉર્જિયાસે પ્રોટેગોરાસના વસ્તુનિષ્ઠ જ્ઞાન અંગેના આ સંશયવાદને ઉગ્ર સ્વરૂપમાં રજૂ કર્યો હતો: તેમના મત પ્રમાણે કશું અસ્તિત્વમાં નથી, કારણ કે જે કંઈ અસ્તિત્વમાં હોય તે 'સત્' હોય અથવા 'અસત્' હોય અથવા તો 'સત્' અને 'અસત્' બંને હોય. આ એક પણ વિકલ્પ બંધ બેસતો ન હોવાથી કશું અસ્તિત્વમાં નથી; આ ઉપરાંત જો કંઈ અસ્તિત્વમાં હોય તો તેને સમજી શકાય તેમ નથી, અને જો તેને સમજી શકાતું હોય્ તો પણ તેને બીજાને સમજાવી શકાતું નથી - એવું ગૉર્જિયાસે દર્શાવ્યું છે.[૨]

પરંપરાગત ગ્રીક તત્વચિંતન[ફેરફાર કરો]

સોક્રેટીસ[ફેરફાર કરો]

પ્લેટો[ફેરફાર કરો]

એરિસ્ટોટલ[ફેરફાર કરો]

વધુ વાચન[ફેરફાર કરો]

  • યાજ્ઞિક, ઉમેશકુમાર આ. (૧૯૭૩). ગ્રીક તત્વચિંતન (પૂર્વાર્ધ: પ્લેટો પૂર્વેનું ચિંતન). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. Check date values in: |year= (મદદ)

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ યાજ્ઞિક, ઉમેશકુમાર આ. (૧૯૭૩). ગ્રીક તત્વચિંતન (પૂર્વાર્ધ: પ્લેટો પૂર્વેનું ચિંતન). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. pp. ૨૫. Check date values in: |year= (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ગુજરાતી વિશ્વકોષ. ખંડ ૬. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. ૧૯૯૪. pp. ૭૪૭-૭૫૧. Unknown parameter |last૧= ignored (મદદ); Unknown parameter |first૨= ignored (મદદ); Unknown parameter |first૧= ignored (મદદ); Unknown parameter |last૨= ignored (મદદ); Check date values in: |year= (મદદ)