સભ્ય:Saushu/પ્રયોગપૃષ્ઠ/૧

વિકિપીડિયામાંથી

હેણોતરો

કુતરા અને બિલાડા ના મિશ્રણ જેવું દેખાતું શિકારી પ્રાણી હેણોતરો ગશ અથવા શિયાગશ તરીકે ઓળખાય છે. આ દેખાવવા માં રૂપાળું અને શિયાળ કરતા થોડું મોટું હોય છે. આના આગલા પગ ચિત્તા ની જેમ મજબૂત હોય છે. એક જ વર્ષ ની આયુ માં પુખ્ત થયી જનારું આ પ્રાણી ૧૦ વર્ષ નું આયુષ્ય ધરાવે છે.

શરીર[ફેરફાર કરો]

૯૦ થી ૧૧૦ સે.મી. લંબાઈવાળા આ પ્રાણી નું વજન ૧૫ થી ૨૦ કી. ગ્રા. હોય છે. તે એક વર્ષ માં પુખ્ત થયી જાય છે. આ પ્રાણી નું આયુષ્ય ૧૦ વર્ષ નું હોય છે. તે દેખાવવા માં રૂપાળું અને શિયાળ કરતા થોડું મોટું હોય છે. ચિત્તા ની જેમ તેના આગલા પગ મજબૂત હોય છે. તે હરણ, સસલા, શિયાળ, ઊંડેર અને પક્ષિયોં નો શિકાર કરે છે. કચ્છ માં તેની પાંખી વસ્તી છે. તે ખાસ કરીને નારાયણ સરોવર વિસ્તાર માં જોવા મળે છે. દીપડાની જેમ તે પણ ઝાડ પર ચડી શકે છે. સામાન્ય રીતે માદા બચ્ચા ને ઉછેરે છે. તે બખોલ માં કે જમીન માં દર કરીને બચ્ચા ને જન્મ આપે છે. આ પ્રાણી ને તાલીમ પણ આપી શકાય છે. શિકાર ની તાલીમ મેળવેલો હણોતારો કબૂતર ના ટોળામાં પડે તો કબૂતરો ઉડી જાય તે પહેલાં ઓછા માં ઓછા ૮ થી ૧૦ કબૂતરો ને મારી નાખે. બિલાડી કુળ માં સિંહ, વાઘ દીપડા જગુઆર અને સ્નો લેપર્ડ ગણના તેમની ગરજના કરી શકવાની ક્ષમતા ને લીધે મોટી બીલાડીયો માં થાય છે. ગળાના ભાગના એક હાડકાની સખતાઈને કારણે આ શક્ય બની શકે છે. તે સિવાય ના બિલાડી કુળ ના પ્રાણિયો નાની બીલાડીયો ગણાય છે. હેણોતરો આફ્રિકા અને એશિયા માં તુર્કીસ્તાન ઉત્તરી પશ્ચિમી ભારત થી અરેબિયા સુધી જેવો મળે છે.ભારત ના તે પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાત માં જોવા મળે છે. ગુજરાત રાજ્ય માં ખાસ કરીને કચ્છ ના નાના અને મોટા રણ ના બન્ની ના ઘાસિયા વિસ્તાર તથા નારાયણ સરોવર અભ્યારણ્ય વિસ્તાર માં તેની હાજરી નોધાઈ છે. બનાસકાંઠા ના શુષ્ક ખુલ્લા વિસ્તારો માં પણ તે હોવાની શક્યતા છે. તેની ઓછી સંખ્યા અને નિશાચર સ્વભાવ ને કારણે તે ક્યારેક જ નજરે ચઢે છે. ઈંટ જેવા લાલાશ પડતા કત્થાઈ પીળાશ પડતા ભૂખરા રંગ નું શરીર જોવા મળે છે. પેટાળ આછા ધોળા રંગ નું કાનની ઉપર ની કિનારી અણીયાળી, પગ પ્રમાણ માં લાંબા, આંખો પીળાશ પડતા કથ્થાઈ રંગ ની હોય છે આંખો ની ઉપર બે અને મોઢા ની બંને તરફ બે કાળા રંગ ની પટ્ટી જોવા મળે છે. ઉંચાઈ મધ્યમ હોય છે. ખુલ્લા વિસ્તાર નું આ પ્રાણી શિકાર પકડવા તેની ઝડપ અને ચપળતા પર આધાર રાખે છે. ખૂબ જ ગરમ અને શુષ્ક વાતાવરણ હોય ત્યારે શિકાર કરવાનું પસંદ કરે છે. આ નિશાચર પ્રાણી એકલવાયું ફરવાની ટેવ ધરાવે છે . વર્ષ માં એક વાર પ્રજનન કરે છે. પ્રજનન ની ચોક્કસ ઋતુ હોતી નથી. ગર્ભકાળ ૭૦ થી ૭૮ દિવસ નો હોય છે. એક થી ચાર બચ્ચા ને જન્મ આપે છે. મીન પર બખોલ માં, પોલા વૃક્ષ ના થડ માં કે ખડકો વચ્ચે ની જગ્યા માં રહેવું પસંદ કરે છે. ભૂતકાળ માં તેના નાના બચ્ચા ને શિકાર ની રમત માટે પાળવામાં આવતા હતા. અગાઉ કચ્છ અને સૌરાષ્ટ્ર માં તે અવારનવાર જોવા મળતા હતા. હાલ માં ગીર, જામનગર અને વેળાવદર અભ્યારણ્ય માં પણ તેની હાજરી નોંધાઈ છે. રાજસ્થાન ના સારિસ્કા અને રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાનોમાં તેની હાજરી ની શક્યતાઓ વધુ છે. આવાસ સ્થાનો ને લાયક વિસ્તારો ઘટવાથી અને શિકાર થવાને કારણે તેનું અસ્તિત્વ જોખમમાં છે