સહસ્ત્ર બાહુ મંદિર
Coordinates: 24°44′10″N 73°43′15″E / 24.73611°N 73.72083°E
સહસ્ત્ર બાહુ મંદિર એ ભારત દેશના રાજસ્થાન રાજ્યમાં નાગદા ખાતે આવેલ[૧] પ્રારંભિક ૧૦મી સદીના સમયમાં નિર્મિત હિંદુ ધર્મના ભગવાન વિષ્ણુને સમર્પિત મંદિર છે.
વિગત
[ફેરફાર કરો]આ મંદિર સ્થાનિક રીતે સાસુ-બહુનાં મંદિરો તરીકે ઓળખાય છે. સાસુ-બહુ મંદિરો એ સહસ્ત્ર બાહુનું સ્થાનિક અપભ્રંશ પામેલ નામ છે, જેનો અર્થ "એક હજાર હાથવાળા", ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ થાય છે. નાગદા એક સમયમાં મેવાડના રાજ્યનું એક મહત્વપૂર્ણ શહેર, કદાચ તેના શાસકોનું પાટનગર હતું.
આ મંદિર વર્તમાન સમયમાં આંશિક પ્રમાણમાં ખંડેર હાલતમાં છે, પરંતુ હજુ પણ આશ્ચર્ય પમાડે તે રીતે અસલ વૈભવ, કારીગરી અને સંપૂર્ણ ભૂમિતિનું દર્શન કરી શકાય છે, કે જે પ્રાચીન યુગની ઝાંખી કરાવે છે. અહીંના રસ્તાઓ સફેદ આરસપહાણમાંથી નિર્મિત છે, જે આ ગામનું અનોખું આકર્ષણ છે.
મંદિરની છત પર કમળના ફૂલની ચિત્રકલા દૃશ્યમાન છે. ઇલ્તુત્મીશ (તે સમયનો દિલ્હીનો સમ્રાટ) દ્વારા નાગદા શહેરનો નાશ ઈ. સ. ૧૨૨૬ના સમયમાં કરવામાં આવ્યો હતો.
આ મંદિર ભારતીય પુરાતત્ત્વ વિભાગ (આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા)ની યાદી ધરોહર (હેરિટેજ) સ્મારકોની યાદીમાં સમાવિષ્ટ છે.
સ્થાન
[ફેરફાર કરો]આ સ્થળે ખૂબ જ સરળતાથી સુલભ માર્ગ દ્વારા જઈ શકાય છે. રાજસ્થાન પ્રવાસન પૈકી તળાવ અને મહેલની નગરી તરીકે પ્રખ્યાત એવા ઉદયપુર શહેરથી માત્ર ૨૦ કિ. મી. જેટલા અંતરે, શિવ સમર્પિત એકલિંગજીથી માત્ર ૨.૭ કિ.મી. જેટલા અંતરે તેમ જ વૈષ્ણવોના લોકપ્રિય મંદિરની નગરી નાથદ્વારાથી ૩૦ કિ. મી. જેટલા અંતરે આ સ્થળ આવેલ છે.
ભારતના ઇતિહાસ અને પુરાતત્વના જિજ્ઞાસુઓ માટે આ સ્થળ આકર્ષક હોવા છતાં પર્યટનના નકશા પર દુર્ભાગ્યે જોવા મળતું નથી.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2017-10-14.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ઉદયપુર નજીકનાં પ્રવાસન આકર્ષણો-નાગદા (હિંદી ભાષામાં)