સામાજિક સમસ્યા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સામાજિક સમસ્યા એક એક એવી સામાજિક પરિસ્થિતિ છે કે જે સમૂહ અથવા સમાજની નોંધપાત્ર જનસંખ્યાને અસરકર્તા હોય છે, જેમાં તેમના મહત્ત્વના એક કે તેથી વધુ સામાજિક મૂલ્યો કે ધોરણોનો ભંગ કે અનાદર થાય છે અથવા તેમનું અસ્તિત્વ જોખમાય કે તેમ થવાનો ગંભીર ભય ઊભો થાય છે. ઉદાહરણ તરીકે ગુનાખોરી, બેરોજગારી, નશાખોરી, અસ્પૃશ્યતા, વસ્તીવધારો, બાળ અપરાધ, આત્મહત્યા, વેશ્યાવ્યવસાય, કોમવાદ, ભાષાવાદ, શિક્ષણને લગતી સમસ્યાઓ, સ્ત્રીજીવનને લગતી સમસ્યાઓ, પ્રદુષણ વગેરે સામાજિક સમસ્યાઓ છે.[૧][૨]

સામાજિક સમસ્યા એ સમાજના સભ્યો માટે સર્જાતી એક અનિચ્છનીય સ્થિતિ છે, જેને સુધારી શકાય છે એવું સમાજના સભ્યો માનતા હોય છે. સામાજિક સમસ્યાઓને લીધે સામાજિક સંબંધો તથા કાર્યોમાં વિક્ષેપ પડે છે અથવા પડવાનો ભય ઊભો થાય છે, તેથી સંબંધિત લોકોને આ પરિસ્થિતિ અનિચ્છનીય અને નુકસાનકારક લાગે છે, આવી પરિસ્થિતિનો ભોગ બનેલ વ્યક્તિઓ તેનું નિવારણ થઈ શકે તેમ છે એવું માનતા હોય છે, અને નિવારણ માટે સામૂહિક રીતે કોઈક ને કોઈક અસરકારક પગલાં ભરવાં જોઈએ એવી ઓછેવત્તે અંશે તીવ્ર લાગણી તેમનામાં ફેલાય છે અને એ માટે તેઓ સક્રિય બને છે.[૧]

સામાજિક સમસ્યાની વિભાવના સાપેક્ષ છે તેમજ સંબંધિત સમાજની આત્મલક્ષી બાબત છે. એક સમાજની સમસ્યાત્મક પરિસ્થિતિ અન્ય સમાજ માટે સામાન્ય અને બિનસમસ્યાત્મક હોઈ શકે છે. એક જ સમાજમાં પણ એક સમયે જે પરિસ્થિતિ સામાન્ય હોય તે જ પરિસ્થિતિ બીજા સમયે મૂલ્યો, ધોરણો, જરૂરિયાતો જેવા સંદર્ભો બદલાતાં સામાજિક સમસ્યારૂપ બની શકે છે.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. p. ૧૯૦. ISBN 978-93-85344-46-6. Check date values in: |year= (મદદ)
  2. ૨.૦ ૨.૧ પટેલ, હસમુખ હ. (જાન્યુઆરી ૨૦૦૮). "સામાજિક સમસ્યા". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૨૩ (સા – સૈ) (પ્રથમ આવૃત્તિ.). ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. pp. ૧૦૮–૧૦૯. OCLC 552369153. Unknown parameter |publication-location= ignored (મદદ)

પૂરક વાચન[ફેરફાર કરો]

  • દવે, હર્ષિદા એચ. (૨૦૧૬). સામાજિક સમસ્યાઓ (દ્વિતીય આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. ISBN 978-93-85344-42-8. Check date values in: |year= (મદદ)